Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૮
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
નવમું અધ્યયન-ઉપધાનશ્રુત
પહેલો ઉદેશક
ભગવાન મહાવીરની દીક્ષા :| १ अहासुयं वइस्सामि, जहा से समणे भगवं उट्ठाय ।
संखाए तंसि हेमंते, अहुणा पव्वइए रीइत्था ॥ શબ્દાર્થ :- અહજુયં તેનું વર્ણન જેવું મેં સાંભળ્યું છે તેવું જ, વસ્લમ હું કહીશ, નહીં = જે રીતે,
ઠ્ઠા = ઊઠીને, તત્પર થઈને, સંસ્થા = સમજીને, તતિ = તે, મતે = હેમન્ત ઋતુમાં, આદુ તરત જ, પષ્ય = દીક્ષા ગ્રહણ કર્યા પછી, રીફલ્થ = વિહાર કર્યો હતો. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે દીક્ષા લઈને વિહારચર્યા શરૂ કરી, તે વિષયમાં જેમ મેં સાંભળ્યું છે, તેમ તમોને કહીશ. દીક્ષાનો અવસર જાણીને ભગવાન હેમંત ઋતુમાં માગસર વદ ૧૦ ના(ગુજરાતી તિથિ અનુસાર કારતક વદ ૧૦ ના) પ્રવ્રજિત થયા અને તરત જ ત્યાંથી ક્ષત્રિયકુંડ નગરથી વિહાર કરી ગયા. २ णो चेविमेण वत्थेण, पिहिस्सामि तंसि हेमंते ।
से पारए आवकहाए, एयं खु अणुधम्मियं तस्स ॥ શબ્દાર્થ -ળ-આ, વત્થા =વસ્ત્રથી, રેવદિન =મારા શરીરને ઢાંકીશ નહીં. તંતિ હેમત = તે હેમંતઋતુમાં, પર = પ્રતિજ્ઞાનું પાલન કર્યું. આવા = જીવનભરના માટે, ર્થ = આ દેવદૂષ્ય વસ્ત્રને ધારણ કરવું, જુથમાં પરંપરાનુગત ધર્મ, પૂર્વના તીર્થકરો દ્વારા આચરણ કરેલ કાર્ય, તણ = ભગવાન માટે. ભાવાર્થ :- દીક્ષા સમયે ખભા પર નાખેલા દેવદૂષ્ય વસ્ત્ર માટે તેઓએ સંકલ્પ કર્યો કે "આ હેમંત ઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ નહિ." તેઓએ આ પ્રતિજ્ઞાનું જીવનપર્યત પાલન કર્યું. આ દેવદૂષ્ય વસ્ત્ર ધારણ તેઓની અનુપસ્મિતા-આનુગામિક્તા પ્રણાલિકા હતી. | ३ चत्तारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म ।
अभिरुज्झ कायं विहरिंसु, आरुसियाणं तत्थ हिंसिंसु ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org