Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૪૦ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સ્વીકાર સાથે જ ઈન્દ્ર તેમના ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર રાખ્યું. ભગવાને પણ નિઃસંગતા સાથે તથા બીજા મુમુક્ષુઓ ધર્મોપકરણ વિના સંયમનું પાલન ન કરી શકે તેવી ભાવની અપેક્ષાએ મધ્યસ્થવૃત્તિથી તે વસ્ત્રને ધારણ કરી લીધું, તેઓના મનમાં વસ્ત્રના ઉપભોગની કોઈ ઈચ્છા ન હતી તેથી તેઓએ પ્રતિજ્ઞા કરી કે "હું લજ્જા નિવારવા માટે કે શરીરના રક્ષણ માટે વસ્ત્રથી મારા શરીરને ઢાંકીશ નહિ".
પ્રશ્ન થાય કે જો તેઓને વસ્ત્રનો ઉપયોગ કરવો ન હતો તો પછી વસ્ત્રને શા માટે ધારણ કર્યું? તેનું સમાધાન ગાથામાં કરેલ છે કે-'યે હુ અજુથમિથે તÍ' તેઓનું આ આચરણ અનુધાર્મિક હતું. વૃત્તિકારે તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે– આ વસ્ત્ર ધારણ, પૂર્વ તીર્થકરો દ્વારા આચરિત ધર્મનું અનુસરણ માત્ર હતું અથવા શાસનમાં થનારા સાધુ, સાધ્વીઓ વસ્ત્ર ધારણ કરી શકે તે અપેક્ષાએ ધારણ કર્યું હતું.
ચૂર્ણિકારે અનુધર્મિતાના બે અર્થ કર્યા છે– ગતાનુગતિકતા અને અનુકૂલ ધર્મ. પહેલો અર્થ સ્પષ્ટ છે. બીજાનો અભિપ્રાય છે–શિષ્યોની સૂચિ, શક્તિ, સહિષ્ણુતા, દેશ, કાળ, પાત્રતા આદિ જોઈને તીર્થકરોએ ભવિષ્યમાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ સહિત ધર્માચરણનો ઉપદેશ દેવાનો હોય છે. તેને અનુર્ધાર્મિતા કહે છે. આ અનુધર્મિતા શબ્દથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભગવાને કોઈ અભિનવ આચરણ કર્યું ન હતું પરંતુ પૂર્વ તીર્થકરોએ આચરેલ ધર્મનું જ આચરણ કર્યું હતું. સંવછર સહિયં મા – અહીં ત્રીજી ગાથામાં કહ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ તેર માસ સુધી વસ્ત્રનો ત્યાગ કર્યો નહિ. ત્યાર પછી વસ્ત્રને સંયમવિધિથી વોસિરાવીને–ત્યાગ કરીને (ત વોલિm વલ્વે) અચલક બની ગયા. ટીકાકારે પણ આ પ્રમાણે જ અર્થ કર્યો છે. બીજી કોઈ ઘટનાનું વર્ણન કર્યું નથી. પરંતુ મહાવીર ચરિત્ર ગ્રંથમાં એક દરિદ્ર બ્રાહ્મણને અર્ધ વસ્ત્ર દેવાની વાત કહી છે. આચારાંગ સૂત્રની ચૂર્ણિમાં પણ આ વિષયમાં વિશેષ કોઈ ઉલ્લેખ નથી. તેર મહીના સુધી ખભા ઉપર રહેવાનું જ કથન કરેલ છે.
આલિયા :- આ શબ્દના બે પ્રકારે અર્થ કર્યા છે. (૧) અત્યંત રુષ્ટ થઈને. (૨) માંસ અને લોહી માટે શરીર ઉપર ચડીને તે ભ્રમરાદિ પ્રાણી ભગવાને ડંખ દેતા હતા.
વિહારચર્ચામાં જન વ્યવહાર :| ५ अदु पोरिसिं तिरियभित्ति, चक्खुमासज्ज अंतसो झाइ ।
अह चक्खुभीया संहिया, ते हता हंता बहवे कंदिसु ॥ શબ્દાર્થ :- ગવું ત્યાર પછી, લિ = પુરુષ પરિમાણ, સિરિત્તિ = તિરછા ભાગની ઉપર,
વાલજ્ઞ= દષ્ટિ રાખીને, અંતર = તેની મધ્યમાં, ફા= ધ્યાન રાખતા ભગવાન ઈર્ષા સમિતિ પૂર્વક ગમન કરતા હતા, અદ= આ રીતે, વજસુબીયા = ભગવાનની એકાગ્ર દૃષ્ટિથી ભયભીત બનેલા, દિયા = એકત્રિત થઈને, તે = તેઓ, દંત-દંત = મારો! મારો ! એમ સંબોધન કરીને, વદવે= ઘણાં બાળકો, ઘણા લોકો, કંકુ = કોલાહલ કરતા, ગોકીરો કરતા હતા, હલ્લો મચાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org