Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિમોક્ષ અધ્ય-૮, :૮.
૩૨૭ |
= વિંઝુવનં ના - આ વાત પણ સંખનામાં સાવધાન રાખવા માટે છે. સંલેખનાના સમયમાં જો આયુના પુલો એકાએક ક્ષીણ થઈ રહ્યા છે તેમ જણાય તો વિચક્ષણ સાધકે, તે જ સમયે સંલેખનાના ક્રમને છોડી ભક્તપ્રત્યાખ્યાન આદિ અનશનનો સ્વીકાર કરી લેવો જોઈએ.
ને વા મહુવા છો - પૂર્વ ગાથા છ અનુસાર સંથારાનો નિર્ણય કર્યા પછી સાધકે ગામમાં કે ગામની બહાર થંડિલભૂમિનું પ્રતિલેખન–પ્રમાર્જન કરીને જીવજંતુ રહિત નિરવધ સ્થાનમાં ઘાસનો સંથારો પાથરીને પૂર્વોક્ત વિધિથી અનશનની પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ. ભક્તપ્રત્યાખ્યાનને સ્વીકારી લીધા પછી જે કોઈ અનુકૂળ કે પ્રતિકુળ ઉપસર્ગ કે પરીષહ આવે, તેને સમભાવપૂર્વક સહન કરે, ગૃહસ્થાશ્રમની કે સાધુ સમાજની પારિવારિક વ્યક્તિઓ પ્રત્યે મોહવશ બની આર્તધ્યાન ન કરે, પીડા આપનાર કોઈ મનુષ્ય કે જલચર, સ્થળચર, ખેચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ આદિ પ્રાણીઓથી ગભરાઈને રૌદ્રધ્યાન પણ ન કરે, ડાંસ-મચ્છર આદિ કે સર્પ, વીંછી આદિ કોઈ પ્રાણી શરીર ઉપર આક્રમણ કરી રહ્યા હોય, તો તે સમયે ચલિત ન થાય કે સ્થાન પરિવર્તન ન કરે. અનશન સાધક પોતાના આત્માને આસવોથી, શરીરાદિથી તથા રાગદ્વેષ, કષાયાદિથી સર્વથા ભિન્ન કરે. જીવનના અંત સુધી શુભ અધ્યવસાયોમાં લીન રહે.
પતિ :- આ ભક્ત પ્રત્યાખ્યાન અનશન સાધના સંયમ કરતાં કંઈક વધારે ધૈર્યની સાથે ગ્રહણ કરાય છે. પરિવારમાં શબ્દના કારણે આ ગાથાના ઉત્તરાર્ધને ઈગિનીમરણ સૂચક માનવામાં આવે છે. ખરેખર બારમી ગાથામાં તે અનશનની શરૂઆતનો પાઠ છે.
ઈગિતમરણ અનશન સાધના :| १२ अयं से अवरे धम्मे, णायपुत्तेण साहिए ।
आयवज्ज पडियार, विजहेज्जा तिहा तिहा ॥ શબ્દાર્થ – અર્થ = આ, તે = તે મુનિ, અવરે ઇન્ગ = ભક્ત પ્રત્યાખ્યાનથી ભિન્ન ઈગિનીમરણરૂપ ધર્મ, જયપુરેખ = જ્ઞાતપત્ર ભગવાન મહાવીરે, સહિપ = બતાવ્યો છે, આવM = પોતાના સિવાય બીજાની, પડિયા= = સેવાનો, વિગM = ત્યાગ કરે, હિંદી તિજ = ત્રણ કરણ ત્રણ યોગથી. ભાવાર્થ :- જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે ભક્તપ્રત્યાખ્યાનથી ભિન્ન એવા ઈગિતમરણ અનશનનો આ બીજો આચારધર્મ બતાવ્યો છે. આ અનશનમાં ભિક્ષુ ઊઠવા, બેસવાદિ ક્રિયાઓમાં પોતાના સિવાય બીજા કોઈની સહાય લેવાનો ત્રણ કરણ, ત્રણ યોગથી અર્થાતુ મન, વચન અને કાયાથી તથા કરવું, કરાવવું–અનુમોદવું, આ સર્વ પ્રકારે ત્યાગ કરે છે. | १३ हरिएसु ण णिवज्जेज्जा, थंडिलं मुणिआ सए ।
विउसिज्ज अणाहारो, पुट्ठो तत्थऽहियासए ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org