Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦૦
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
કે જીભ ખેંચીને મરવું કે ઊંચેથી કૂદકો મારીને મરવું ઈત્યાદિ.
સીયાસ :– બાવીશ પરીષહોમાં સ્ત્રી અને સત્કાર આ બે પરીષહ શીત અનુકૂળ પરીષહ છે, બાકીના ઉષ્ણ(પ્રતિકૂળ) પરીષહો છે. આ સૂત્રમાં શીતસ્પર્શ શબ્દથી સ્ત્રી પરીષહ કે કામભોગ સેવન એવો અર્થ થાય છે. તેથી કહ્યું છે કે શીતસ્પર્શ સહન ન થઈ શકે તો સાધક પોતાના પ્રાણોનો ત્યાગ કરી દે. તત્કાવિ તક્ક વાતપરિયાપ્ઃ- અહીં વાતપરિયાદ્ નાવિવિધ અર્થ થાય છે. (૧) કાલની જ પર્યાય છે. (૨) મરણની જ પર્યાય છે. (૩) પંડિત મરણની જ એક અવસ્થા છે. (૪) આ પણ કાલ મરણ કહેવાય છે. અકાલમરણ કહેવાતું નથી, યોગ્ય સમયનું જ મરણ કહેવાય છે. પ્રશ્ન એ થાય છે કે વૈહાનસ મરણ તો બાલમરણ કહ્યું છે. માટે તે આત્મહત્યા કહેવાય છે, તો પછી સાધક માટે તે હિતકારી કેમ ? તેનું સમાધાન કરતા શાસ્ત્રકાર કહે છે કે બ્રહ્મચર્ય વ્રતની આરાધના માટે વૈહાનસ મરણ દ્વારા શરીર વિોશ કરવા છતાં તે કાળમૃત્યુ છે. જેમ કાળપર્યાય મરણ ગુણકારી હોય છે તેમ આવી સ્થિતિમાં વૈહાનસ મરણ પણ ગુણકારી છે પરંતુ આત્મહત્યા નથી. તેનાથી કર્મક્ષય થાય છે અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ મરણ પાછળ તેનો ઉદ્દેશ્ય ધર્મ આરાધનાનો છે.
જૈનધર્મ અનેકાંત છે. તે સાપેક્ષ દષ્ટિએ કોઈ પણ વાતના ગુણાવગુણ પર વિચાર કરે છે. બ્રહ્મચર્ય સાધના સિવાય એકાંતરૂપે કોઈ પણ વાત ઉપર વિધિનિષેધ હોતા નથી, જે વાતનો નિષેધ કર્યો છે તેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ સ્વીકાર પણ કરી શકાય છે. કાલજ્ઞ સાધુ જાણે છે કે ક્યારેક ઉત્સર્ગ પણ દોષકારક અને ક્યારેક અપવાદ પણ ગુણકારક થઈ જાય છે. માટે કહ્યું છે કે– તે વિ તત્ત્વ વિયંતિ ારણ્ ક્રમથી ભક્ત પરિક્ષા અનશનાદિ કરનારા જ નહિ પણ વૈહાનસાદિ મરણને પામનારા ભિક્ષુ પણ કર્મથી મુક્ત થાય છે. આ મરણથી ભિક્ષુ આરાધક થઈ સદ્ગતિ પ્રાપ્ત કરે છે. તેથી શાસ્ત્રકારે આ આપવાદિક મરણને પણ પ્રશંસનીય બતાવતાં કહ્યું છે કે– ફ્ન્તેય વિમોહાયતાં - આ તેની મોહરહિત અવસ્થા અર્થાત્ મોક્ષનું આયતન છે, સાધન છે. આ મરણથી તે મુક્તિની સાધના-આરાધના કરી લે છે કારણ કે આ મરણ કાયુક્ત નથી પરંતુ વૈરાગ્ય તેમજ વ્રતનિષ્ઠાયુક્ત મરણ છે.
=
Jain Education International
॥ અધ્યયન-૮/૪ સંપૂર્ણ ॥
૪ આઠમું આઠમું અધ્યયન : પાંચમો ઉદ્દેશક
બે વસ્ત્રના અભિગ્રહધારી શ્રમણ :
१ जे भिक्खू दोहिं वत्थेहिं परिवुसिए, पायतइएहिं । तस्स णं णो एवं भवइ - तइयं वत्थं जाइस्सामि ।
से असणिज्जाएं वत्थाई जाएज्जा जाव एवं खु वत्थधारिस्स सामग्गियं ।
IMMING
For Private & Personal Use Only
www.jainelibrary.org