Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
રૂપે સ્થવિરકલ્પી શ્રમણને પ્રશ્નવ્યાકરણ સૂત્ર અનુસાર ચૌદ ઉપકરણ હોય છે. ત્રણે ય પછેડી ત્યાગી આ અચેલ શ્રમણને શેષ સર્વ ઉપકરણ હોઈ શકે છે. ટીકામાં કહ્યું છે કે વસ્ત્ર ત્યાગ કરનાર શ્રમણને પાત્ર ત્યાગ કરવો જરૂરી નથી. જિનકલ્પી પણ પછેડીના ત્યાગી હોવા છતાં પાત્રધારી હોઈ શકે છે માટે આ સૂત્ર વર્ણિત અચેલ અભિગ્રહધારી શ્રમણને ત્રણ પછેડી સિવાય મુખવસ્ત્રિકા, રજોહરણ, ચોલપટ્ટક, પાત્રોના સાત ઉપકરણ અને આસન આ અગિયાર ઉપકરણ સમજવા. જો તે સર્વ પાત્રનો ત્યાગ કરે તો તેને ચાર ઉપકરણ સમજવા.
૩૧
વામિ અહં તળાસં અહિયાસિત્તેર્ :- આ કલ્પને સ્વીકાર કરનાર સાધકનું અંતઃકરણ ધૈર્ય, સંહનન, મનોબળ, વૈરાગ્ય ભાવના આદિ રંગમાં રંગાયેલું હોય છે અને તે આગમોમાં વર્ણવેલા નારકોના દુઃખોને સ્મૃતિમાં રાખીને ઘાસ, ઠંડી, ગરમી, ડાંસ–મચ્છર આદિના તીવ્ર સ્પર્શો કે અનુકૂળ, પ્રતિકૂળ સ્પર્શોને સહન કરવામાં દુઃખ અનુભવતા નથી પરંતુ તે સર્વ કષ્ટોને સહન કરવા સહર્ષ તત્પર રહે છે અને સ્વેચ્છાએ અંત સુધી તે કષ્ટોને સહે છે.
ફ્રિરિડિન્હાવĪ :– આ ચાર ઉદ્દેશકોમાં વર્ણિત પછેડી સંબંધી અભિગ્રહધારી શ્રમણ સ્થવિર કલ્પી છે અને સહાય ત્યાગ કરનાર હોવા છતાં ગચ્છના ત્યાગી નથી. આ પ્રકારના શ્રમણ ત્રણે પછેડી ત્યાગવાની હિંમતવાળા હોવા છતાં તેમને ચોલપટ્ટકનો ત્યાગ કરવાનો અધ્યવસાય નથી. લજ્જા પ્રતિછાદનનો ત્યાગ કરવામાં તે પોતાને અસમર્થ માને છે. માટે તેઓ લજ્જા પ્રતિછાદક ચોલપટ્ટક રાખે છે, શેષ શરીરથી તે નિર્વસ્ત્ર રહે છે.
ડિબંધળ :- આ શબ્દ ચોલપટ્ટકનો પર્યાયવાચી છે. વ્યાખ્યાકારે ચોલપટ્ટકની વ્યાખ્યા બે પ્રકારે કરી છે– (૧) પોલ નો અર્થ છે ગુપ્તેન્દ્રિય, તેના ઉપર પાટલી સાથે ધારણ કરાતું ઉપકરણ તે ચોલપટ્ટક કહેવાય છે. (૨) પુત્ત્રપટ્ટ શબ્દની અપેક્ષા પાટલી રૂપે કમરમાં ધારણ કરાનાર નાનું એટલે અલ્પ પનાવાળું ઉપકરણ તે ચોલપટ્ટક. ટીકાકારે ચોલપટ્ટકની લંબાઈ(પન્ના)માં સવાહાથ કહેલ છે. તે પ્રશ્નવ્યાકરણ સૂત્રોક્ત ચૌદ ઉપધિમાં ચોલપટ્ટક જ છે. આ પ્રમાણે કડિબંધન અને ચોલપટ્ટક બંને એક જ ઉપકરણ છે.
આહારના આદાનપ્રદાન સંબંધી અભિગ્રહ :
३ जस्स णं भिक्खुस्स एवं भवइ- अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा ४ आहट्टु दलयिस्सामि आहडं च साइज्जिस्सामि, जस्स णं भिक्खुस्स एवं भवइ- अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा ४ आहट्टु दलयिस्सामि आहडं च णो साइज्जिस्सामि, जस्स णं भिक्खुस्स एवं भवइ- अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा ४ आहट्टु णो दलयिस्सामि आहडं च साइज्जिस्सामि, जस्स णं भिक्खुस्स एवं भवइअहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा ४ आहट्टु णो दलयिस्सामि
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org