Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિમોક્ષ અધ્ય–૮, ઉ: ૭.
૩૧૫ |
फासे अहियासित्तए, हिरीपडिच्छादणं च हं णो संचाएमि अहियासित्तए । एवं से कप्पइ कडिबंधणं धारित्तए । શબ્દાર્થ :- રાતિ = સમર્થ છે, અહિયાત્તિ = સહન કરવા માટે, પાયરે = આમાંથી કોઈ એકને અથવા, સાયરે = બીજા કોઈ કષ્ટને તેમજ, વિહવવે તે = વિવિધ પ્રકારના કષ્ટોને, हिरीपडिच्छादणं = ગુપ્ત અંગની લજ્જાના નિવારણ માટે વસ્ત્રત્યાગના કષ્ટને, ખો સવારિ = સમર્થ નથી, વહિવંથળ = કટિબંધન–ચોલપટ્ટક, ધારિત = ધારણ કરવો, ખ = કહ્યું છે. ભાવાર્થ :- જે અભિગ્રહધારી ભિક્ષુ ચાદરપછેડીની અપેક્ષાએ અચેલ થઈને રહે છે, તે સાધુનો એવો અભિપ્રાય હોય કે હું ઘાસના તીક્ષ્ણ સ્પર્શને સહન કરવા સમર્થ છું, ઠંડીના સ્પર્શને સહી શકું છું, ગરમીને સહન કરી શકું છું, ડાંસ-મચ્છરના ડંખને સહી શકું છું, એક જાતના કે જુદા-જુદા અનેક જાતના, વિવિધ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ કષ્ટોને સહન કરવામાં સમર્થ છું પરંતુ હું લજ્જા નિવારણ માટે ગુપ્તાંગોને ઢાંકવાના ચોલપટ્ટકને છોડવા સમર્થ નથી. આ અભિપ્રાયથી તે સાધુ કટિબંધન–કમ્મરે બાંધવાનું વસ્ત્ર અર્થાત્ ચોલપટ્ટક ધારણ કરી શકે છે. | २ अदुवा तत्थ परक्कमंतं भुज्जो अचेलं तणफासा फुसंति, सीयफासा फुसंति, तेउफासा फुसंति, दस-मसगफासा फुसंति, एगयरे अण्णयरे विरूवरूवे फासे अहियासेइ । अचेले लावियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ ।
जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्च सव्वओ सव्वयाए सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :- મહુવા = ત્યારે, ક્યારેક તત્વ = ત્યાં, અચેલ સાધનામાં, પરતે = પરાક્રમ કરતા, વિચરતા સાધુને, મુળો = વારંવાર, અવેd = અચેલત્વના કારણે. ભાવાર્થ :- અચેલ કલ્પમાં પરાક્રમ કરતા ભિક્ષને ક્યારેક વસ્ત્રના અભાવમાં વારંવાર ઘાસની તીક્ષ્ણતા સ્પર્શી જાય છે, ઠંડીનો અનુભવ થાય છે, ગરમી સ્પર્શે છે, ડાંસ અને મચ્છર કરડે છે, છતાં તે અચલ અવસ્થામાં રહીને એક જાતના કે ભિન્ન જાતના કે વિવિધ પ્રકારના કષ્ટોને સહન કરે છે. લાઘવતાને પ્રાપ્ત કરતા તેને સહજ તપનો લાભ મળી જાય છે. ભગવાને જેવું આ અચેલત્વના આચારનું પ્રતિપાદન કર્યું છે તેને તે રીતે જાણીને સર્વ પ્રકારે, પૂર્ણરૂપે, સમ્યક આચરણમાં લાવે છે. વિવેચન :
ચાદર–પછેડી સંબંધી અભિગ્રહધારી શ્રમણોના ત્રણ પ્રકાર પૂર્વ ઉદ્દેશકમાં વર્ણવ્યા છે. તેમાં ક્રમથી ત્રણ, બે અને એક વસ્ત્ર-પછેડીના અભિગ્રહનું વર્ણન છે. આ સૂત્રમાં ત્રણે ય વસ્ત્ર-પછેડીના ત્યાગની અપેક્ષાએ અચેલ ભિક્ષનું વર્ણન છે. આ અભિગ્રહધારી શ્રમણ ચોલપટ્ટકને ધારણ કરે છે. સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org