Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિમોક્ષ અધ્ય-૮, ઉઃ ૫
_
૩૦૧ |
ભાવાર્થ :- જે ભિક્ષુ બે વસ્ત્ર અને ત્રીજા પાત્રોને રાખવાની પ્રતિજ્ઞા કરે છે, તેના મનમાં એવો વિકલ્પઅધ્યવસાય થતો નથી કે હું ત્રીજા વસ્ત્રની યાચના કરીશ.
તે અભિગ્રહધારી સાધુ પોતાની કલ્પમર્યાદાનુસાર ગ્રહણીય વસ્ત્રોની યાચના કરે. શેષ કથન પૂર્વના ઉદ્દેશક અનુસાર જાણવું યાવતું આ પ્રમાણે તે વસ્ત્રના અભિગ્રહધારી મુનિનો આચાર છે. | २ अह पुण एवं जाणेज्जा उवाइक्कंते खलु हेमंते, गिम्हे पडिवण्णे, से अहापरिजुण्णाई वत्थाई परिट्ठवेज्जा, अदुवा ओमचेले, अदुवा, एगसाडे, अदुवा अचेले । लाघवियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा । ભાવાર્થ :- જ્યારે તે અભિગ્રહધારી સાધુ એ જાણે કે હેમંતઋતુ પસાર થઈ ગઈ છે, ગ્રીષ્મઋતુ આવી ગઈ છે ત્યારે જે વસ્ત્ર જીર્ણ થઈ ગયા હોય તેનો ત્યાગ કરી દે. તે બે વસ્ત્રવાળા રહે, અથવા એક જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરતાં એક વસ્ત્રવાળા રહે અથવા બન્ને વસ્ત્ર જીર્ણ થતાં, સંપૂર્ણપણે તેનો ત્યાગ કરી અચેલ રહે. આ રીતે તે મુનિ અલ્પોપધિરૂ૫ લાઘવતા પ્રાપ્ત કરે છે.
તે મુનિને ઉપકરણ–અવમૌદર્ય તેમજ કાયકલેશ તપ થઈ જાય છે. ભગવાને વસ્ત્ર પ્રતિજ્ઞાનાં વિધિ નિયમને જે રૂપે પ્રતિપાદન કર્યા છે તેને તે રૂપે ઊંડાણપૂર્વક વિચારીને સાધક સર્વપ્રકારે પૂર્ણતયા સમ્યક્ પાલન કરે. વિવેચન :રોહિં વહિં - આ સૂત્રમાં બે વસ્ત્ર સંબંધી પ્રતિજ્ઞાનું વિધાન કર્યું છે. આ પ્રતિજ્ઞા કરનાર સાધુ અંત સુધી પોતાની લીધેલી પ્રતિજ્ઞામાં દઢ રહે, ત્રીજું વસ્ત્ર ગ્રહણ કરવાનો સંકલ્પ કરે નહીં. શેષ વર્ણન ચતુર્થ ઉદ્દેશકની સમાન છે. સામે લાવેલ આહારાદિના ગ્રહણનો નિષેધ :| ३ जस्सं णं भिक्खुस्स एवं भवइ- पुट्ठो अबलो अहमंसि, णालमहमंसि गिहतर संकमणं भिक्खायरियं गमणाए । से एवं वदंतस्स परो अभिहडं असणं वा ४ आह? दलएज्जा, से पुव्वामेव आलोए ज्जा-आउसंतो गाहावई ! णो खलु मे कप्पइ अभिहडं असणं वा ४ भोत्तए वा पायए वा अण्णे वा एयप्पगारे । શબ્દાર્થ – પુદ્દો = રોગાદિથી આક્રાંત થવાના કારણે, અવતો = નિર્બળ, માંસ = હું છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org