Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૦૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પોતાના આત્માને સર્વપ્રકારે એકલો જ સમજે. તેને લાઘવતાની પ્રાપ્તિ થાય છે અને સહજમાં તપ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને જેને જે સ્વરૂપે પ્રતિપાદિત કર્યું છે, તેને તે રૂપે જાણીને સર્વપ્રકારથી, પૂર્ણરૂપે સમ્યક રીતે ક્રિયાન્વિત કરે.
વિવેચન :
પરસહાય વિમોક્ષ - આત્માના પૂર્ણ વિકાસ તેમજ પૂર્ણ સ્વાતંત્ર્ય માટે પરસહાય વિમોક્ષ આવશ્યક છે. આત્માની પૂર્ણ સ્વતંત્રતા પણ ત્યારે જ સિદ્ધ થઈ શકે છે જ્યારે તે ઉપકરણ, આહાર, શરીર, સંઘ તથા સહાય આદિથી પણ નિરપેક્ષ થઈને એક માત્ર આત્માનો આધાર લઈને જીવન પસાર કરે સમાધિ મરણની તૈયારી માટે સહાય વિમોક્ષ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં અપ્રતિબદ્ધતા, સંભોગ પ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન, આહાર પ્રત્યાખ્યાન, શરીર પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન તેમજ સહાય પ્રત્યાખ્યાનાદિ વિષયો અત્યંત મહત્વપૂર્ણ તેમજ મનનીય છે. તે આ વિષયનું વિશ્લેષણ કરે છે. સહાય વિમોક્ષથી આધ્યાત્મિક લાભ :- ઉત્તરાધ્યયન સૂત્રમાં સહાય- પ્રત્યાખ્યાનથી થતા લાભને બતાવતાં કહ્યું છે કે- સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકલા હોવાના ભાવને પ્રાપ્ત કરે છે. એકલાપણાના ભાવમાં ઓતપ્રોત સાધક એકત્વ ભાવના કરતો હોવાથી ઘણું ઓછું બોલે છે. તેની ઝંઝટો ઘણી ઓછી થઈ જાય છે. તેના કલેશ, કષાય ઓછા થઈ જાય છે, તું–તું, હું હું, તારું–મારું આવા ભાવ ઘણું કરીને દૂર થઈ જાય છે. તેના જીવનમાં સંયમ અને સંવરના ભાવોની અભિવૃદ્ધિ થાય છે. તે આત્મ સમાહિત થઈ જાય છે.
આ સૂત્રમાં વર્ણિત સાધકની પણ આવી જ સ્થિતિ હોય છે, તેને અનુભવ થઈ જાય છે કે હું એક્લો છું, સંસાર પરિભ્રમણ કરતાં મને મારા આત્મા સિવાય બીજા કોઈ પારમાર્થિક ઉપકાર કર્તા નથી. તેમજ હું બીજા કોઈના દુઃખનિવારણ કરવામાં નિશ્ચયદષ્ટિથી સમર્થ નથી, માટે હું કોઈનો નથી, સર્વ જીવો પોતાના કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. આ રીતે તે સાધક અંતરાત્માથી પોતાને સારી રીતે એક્લો જ સમજે, નરકાદિ દુઃખોથી રક્ષણ કરનાર શરણભૂત આત્મા સિવાય બીજું કોઈ નથી, એવું સમજીને રોગાદિ પરીષહોના સમયે અન્યના શરણની અપેક્ષા રાખ્યા વિના સમભાવથી સહન કરે. તાવિયં આમHM :- લાઘવતાની પ્રાપ્તિ થવાથી તે હળવાશ અનુભવે છે. એકત્વ ભાવમાં રમણ કરનારા સાધક આત્માને ભારે બનાવનારા મમત્વભાવ અને આસક્તિથી દૂર થાય છે. આસક્તિ તે તીવ્રતમ રાગનું રૂપ છે. આસક્તિથી દૂર થનાર સાધક વ્યક્તિ અને વસ્તુ પ્રત્યેના રાગભાવથી મુક્ત થાય છે, તેમ જ તેની ભોગેચ્છા પણ છૂટી જાય છે. ભોગેચ્છાથી મુક્ત થનાર આત્માના નવા કર્મબંધન અટકી જાય છે. આ આખી પ્રક્રિયા આભ્યતર તપની છે. આમ એકલપણાની ભાવનામાં, આત્મભાવમાં રમણ કરનાર આત્મા આત્યંતર તપ કરીને હળવો બને છે.
અભિગ્રહધારીનો સ્વાદ-પરિત્યાગ :| ३ से भिक्खू वा भिक्खूणी वा असणं वा ४ आहारेमाणे णो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org