Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિમોક્ષ અધ્ય−૮, ૯ : ૬
તે એષણીય વસ્ત્રની યાચના કરે અને ગ્રહણ કરેલાં તે વસ્ત્રને ધારણ કરે યાવત્ આ વસ્ત્રના અભિગ્રહધારી ભિક્ષુનો આચાર છે.
જ્યારે અભિગ્રહધારી ભિક્ષુ એ જાણે કે હેમંતઋતુ પસાર થઈ ગઈ છે, હવે ઉનાળો આવી ગયો છે, ત્યારે તે પરિજીર્ણ થયેલ વસ્ત્રનો ત્યાગ કરે. આ પ્રકારે ક્યારેક તો તે એક વસ્ત્રથી રહે અને ક્યારેક તે જીર્ણ વસ્ત્રને છોડી અચેલ રહે. આ પ્રમાણે અલ્પોપધિરૂપ લાઘવતાને પ્રાપ્ત કરતાં તે મુનિને સહજ જ તપની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાને જે રીતે આ પ્રતિજ્ઞાનું નિરૂપણ કર્યું છે, તેને તે રૂપમાં સારી રીતે જાણી સર્વપ્રકારથી પૂર્ણ રૂપે, સમ્યક્ રીતે આચરણમાં લાવે.
વિવેચન :
આ સૂત્રમાં એક ચાદર—પછેડી રાખવાના અભિગ્રહધારી શ્રમણનું વર્ણન છે. વસ્ત્રવિમોક્ષનો ઉત્તરોત્તર દઢતર અભ્યાસ કરવો એ જ આ પ્રતિજ્ઞાનો ઉદ્દેશ છે. આત્માના પૂર્ણ વિકાસ માટે આવી પ્રતિજ્ઞા સોપાન રૂપ છે. વસ્ત્ર, પાત્રાદિ ઉપધિની આવશ્યકતા ઠંડી આદિથી શરીરની સુરક્ષા માટે છે, જો સાધક ઠંડી આદિ પરીષહોને સહન કરવામાં સમર્થ થઈ જાય તો તેને વસ્ત્રાદિ રાખવાની જરૂર રહેતી નથી. ઉપધિ જેટલી ઓછી થાય તેટલું આત્મચિંતન વધે, સાધકને પોતાના જીવનમાં લાઘવતાનો અનુભવ થાય અને તપનો લાભ સહજ મળી જાય. શેષ વિવેચન પૂર્વના ચોથા ઉદ્દેશક પ્રમાણે જ જાણવું.
३०७
પરિધ્રુવેખ્ખા :– પ્રતોમાં અહીં પત્તુળ વત્થ ધ્રુિવેન્ગા પછી રિકવેત્તા શબ્દ છે અને તે પછી અલુવા ન સાટે પાઠ પણ છે. તેનો અર્થ થાય છે કે "જીર્ણ વસ્ત્રને પરઠી દે, પરઠીને અથવા એક વસ્ત્ર ધારણ કરે." અહીં અભિગ્રહધારી ભિક્ષુને એક વસ્ત્રનો જ અભિગ્રહ છે તો પરઠયાં પછી પણ એક વસ્ત્રને ધારણ કરવાનો અર્થ બરોબર નથી માટે મૂળપાઠમાં 'પરિષ્કુવેત્તા' શબ્દ ન હોવો જોઈએ, આ વાત આ સૂત્રથી સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે.
ભિક્ષુની એકત્ત્વ અનુપ્રેક્ષા
I
२ जस्स णं भिक्खुस्स एवं भवइ - एगो अहमंसि, ण मे अत्थि कोइ, ण याहमवि कस्सइ । एवं से एगागिणमेव अप्पाणं समभिजाणेज्जा । लाघवियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा ।
:
Jain Education International
શબ્દાર્થ :- શ્નો- એકલો, અહમસિ= હું છું, મે = મારું, જોડ્ પ અસ્થિ= કોઈ નથી, વા = અને, અહમવિ = હું પણ, " #ફ = કોઈનો નથી, શિળમેવ = એકલો જ, અપ્પા” = પોતાને, समभिजाणेज्जा = જાણે.
ભાવાર્થ
--
- જે સાધુને એવી સમજણ આવી જાય કે 'હું એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી અને
For Private Personal Use Only
www.jainelibrary.org