Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૫૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભાવાર્થ :- તે શ્રમણને ઘરોમાં, ગૃહાત્તરોમાં અથવા ઘરોની આસપાસ, ગામોમાં, ગામોની વચમાં, નગરોમાં, નગરોની વચમાં, જનપદોમાં કે જનપદોની વચમાં વિચરણ કરતાં કોઈ ક્રૂર ઉપદ્રવી લોકો મળી જાય, જે વિવિધ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ આપે છે અથવા તો ઠંડી, ગરમી, ડાંસ, મચ્છરાદિના પરીષહો પ્રાપ્ત થાય છે. તેનો સ્પર્શ થવા પર ધીમુનિ તે સર્વને સમિતિદર્શી–સમ્યગુવિચારણા સાથે, રાગદ્વેષ રહિત થઈને સમભાવથી સહન કરે.
વિવેચન :
આ સૂત્રમાં ગ્રામ, નગર કે જંગલ સર્વત્ર પરીષહ ઉપસર્ગને સમભાવથી સહન કરવાની પ્રેરણા આપી છે. તૂ જવંતિ - 'તૂ' શબ્દના અનેક અર્થ છે જેમ કે- હિંસક, ઉત્પીડક, વિનાશક, ક્રૂર હત્યારા, હેરાન કરનારા, દૂષિત કરનાર, આજ્ઞા નહિ માનનારા, વિરાધક વગેરે. આવા લૂષક લોકો પાદવિહારી સાધુઓને જંગલોમાં, નાના ગામોમાં, શૂન્ય સ્થાનોમાં કે ઘરોમાં મળી જાય છે અને સાધુને ઉપદ્રવ કરે છે, કનડગતિ કરે છે. આ સૂત્રમાં 'ગ' શબ્દના પ્રયોગથી મનુષ્ય, તિર્યચ, દેવ સર્વનું ગ્રહણ થઈ જાય છે. ઉપદ્રવી કે હિંસક મનુષ્ય જ હોય તેમ નથી, દેવ કે તિર્યંચ પણ હોય શકે છે. સાધુ તો વિચરણશીલ જ હોય છે, કારણ વિના એક જગ્યાએ સ્થિર રહેતા નથી. આ દષ્ટિથી વ્યાખ્યાકારે આ સૂત્રનો ખુલાસો કરતાં કહ્યું છે કે સાધુ ભિક્ષાદિ માટે જઈ રહ્યા હોય, જુદા-જુદા ગામાદિમાં હોય, માર્ગમાં વિહાર કરી રહ્યા હોય, ગુફા કે જનશુન્ય સ્થાનમાં કાયોત્સર્ગ, સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિલેખન, પ્રતિક્રમણાદિ સાધનામાં લીન હોય, તે સમયે સંયોગવશ કોઈ મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વેષ, વેર, કુતૂહલ, પરીક્ષા, ભય, સ્વરક્ષણ આદિ કોઈ પણ દષ્ટિથી ઉપદ્રવ આપે, તો તે સમયે કર્મક્ષયાર્થી મુનિએ શાંતિ, સમાધિ પૂર્વક અને સંયમ નિષ્ઠાનો ભંગ ન કરતાં સમભાવપૂર્વક તેને સહન કરવા જોઈએ. ઓખ :- અહીં 'ઓન' શબ્દનો અર્થ છે એકલા, રાગદ્વેષ રહિત. એક આત્મામાં લીન રહેનારા. શરીર વગેરે પરભાવમાં આસક્તિ અથવા સંબંધ ન રાખનારા. એવા અનાસક્ત નિર્મોહી મુનિ જ કષ્ટોને સહન કરવામાં સમર્થ થાય છે.
નિયસ - ટીકાકારે સમિતિદર્શન પદના ત્રણ અર્થ કર્યા છે– (૧) જેનું દર્શન સમ્યફ થઈ ગયું હોય તે સમ્યગ્દષ્ટિ, (૨) જેનું દર્શન-(દષ્ટિ, જ્ઞાન કે અધ્યવસાય) શમિત–શાંત કે ઉપશાંત થઈ ગયું છે, તેમાં ચંચળતા કે અસ્થિરતા ન હોય તે સમિતિદર્શન અને (૩) જેની દષ્ટિ સમતાને પ્રાપ્ત થઈ ચૂકી હોય, તે સમિતિદર્શન-સમદષ્ટિ કહેવાય છે. આવા સમિતિદર્શ મુનિ જ ઉપસર્ગ-પરીષહને સમભાવપૂર્વક સહી શકે છે. આ રીતે આ બન્ને વિશેષણથી આગમકારે મુનિની પરીષહ ઉપસર્ગને સહન કરવાની પૂર્ણ યોગ્યતા પ્રગટ કરી છે. ધર્મોપદેશ વિષયક જિનાજ્ઞા :| २ दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं आइक्खे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org