Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૬૪
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ત્યાગનું કમબદ્ધ કથન છે. તૂહાગો (જૂલિો ) – અહીં 'સૂદ' શબ્દ સંયમના અર્થમાં છે. તે શબ્દથી સંયમમાં સ્થિર રહેવાનું કહ્યું છે. "લુસિણો" શબ્દથી વિષયોને આત્મધનના લુંટારા કહી એમ સમજાવ્યું છે કે જેને વિષય બાધિત કરતા નથી તે કષાયોનો ત્યાગી થઈ જાય છે.
મૃત્યુ સમયે શરીરનું વિસર્જન :| ६ कायस्स वियाघाए एस संगामसीसे वियाहिए । से हु पारंगमे मुणी । अवि हम्ममाणे फलगावतट्ठी कालोवणीए कंखेज्ज कालं जाव सरीरभेउ । त्ति बेमि ।
॥ पंचमो उद्देसो समत्तो ॥ छटुं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ – યજ્ઞ શરીરને, વિયાણી = વિનાશ, પણ આ, સંમતી - સંગ્રામભૂમિ, વિયાપિ = કહ્યું છે, પારાને = સંસારના પરાગામી છે, વિ મનાવે = જે પરીષહ, ઉપસર્ગોથી પીડિત કરાતા, પનવતક = કાષ્ટની જેમ સ્થિર રહે છે, વાવ = મૃત્યુકાળ નજીક આવવા પર, વેન્ન = પ્રતીક્ષા કરે, સં = પંડિતમરણની, મૃત્યુની, નાવ = જ્યાં સુધી, સર રમે૩ = શરીરનો નાશ થાય. ભાવાર્થ :- શરીરનો સર્વથા ત્યાગ એ જ સંગ્રામ શીર્ષ, કર્મયુદ્ધનો મુખ્ય મોરચો કહ્યો છે. તે શરીરનો ત્યાગ કરનારા મુનિ જ પારગામી હોય છે, સંસારનો પાર પામી શકે છે. શરીર વ્યુત્સર્જનરૂપ સંથારામાં સ્થિત મુનિ પર કોઈ ઘાતક પ્રહાર કરે તો ઉદ્વિગ્ન ન થતાં લાકડાના પાટિયાની જેમ સ્થિર રહે. મૃત્યુ સમય નજીક જાણી સંથારો ગ્રહણ કરી તે મૃત્યુને વધાવે. જ્યાં સુધી શરીર આત્માથી છૂટું ન પડે ત્યાં સુધી સહજ સમાધિ ભાવોમાં રહે.
પાંચમો ઉદ્દેશક સમાપ્ત . છઠું અધ્યયન સમાપ્ત . વિવેચન :
સમસ્ત સાધનાનું પરિણામ છે કષાયમુક્તિ અને શરીરમાંથી મુક્તિ. સાધકે સાધનાના અંતે મૃત્યુ સમયે વિવેક સાથે શરીરનો પૂર્ણરૂપે ત્યાગ કરવો, તેના મોહ મમત્વ છાંડવા તત્પર થવું આવશ્યક છે. તે સાધનાને સંલેખના, સંથારો કહેવાય છે. તેને જ શાસ્ત્રકારે આ સૂત્રમાં કર્મ સંગ્રામનું શીર્ષ કહેલ છે અને વૈર્ય સહનશીલતા સાથે તે સંથારાને પાર પામવા માટે ઉત્સાહિત કર્યા છે. સમરીયે - શરીરનો સર્વથા વિનાશ–ત્યાગ એ જ સાધકના માટે સંગ્રામનો અગ્રિમ મોરચો છે. મૃત્યુનો ભય સંસારમાં સહુથી મોટો ભય છે. આ ભય પર વિજય પ્રાપ્ત કરનાર સર્વ પ્રકારના ભયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org