Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિમોક્ષ અધ્ય-૮, ઉ : ૨
૨૮૭
ભાવાર્થ :- મતિમાન-કેવળજ્ઞાની મહામાહણ શ્રી વર્ધમાન સ્વામી દ્વારા પ્રતિપાદિત ધર્મ–આચારધર્મને સારી રીતે સમજો, સ્વીકાર કરો. સમનોજ્ઞ સાધુ સમનોજ્ઞ સાધુને આદરપૂર્વક અશનાદિ, વસ્ત્રાદિ આપે, તેઓને આપવા માટે નિમંત્રણ પણ કરે, અત્યંત આદરપૂર્વક તેઓની વૈયાવચ્ચ પણ કરે. એમ ભગવાને કહ્યું છે.
છે બીજો ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
પહેલા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં અને આ બીજા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં પુનક્તિ જેવો આભાસ થાય છે. વાસ્તવમાં બંને જગ્યાએ શાસ્ત્રકારનો આશય આ પ્રકારે છે– પ્રથમ ઉદ્દેશકમાં સમનોજ્ઞ અને અસમનોજ્ઞ બંને પ્રકારના જૈન શ્રમણો સાથે કે જેના સાથે આહાર સંબંધ નથી તેની સાથે કોઈ પ્રકારની વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થયા વિના આહારાદિના આદાન-પ્રદાનનો નિષેધ છે. તેનો આશય એ છે કે
વ્યવહાર જેટલો ઓછો તેટલો સમયનો વ્યય ઓછો. આ દષ્ટિએ પહેલા ઉદ્દેશકમાં પોતાની મર્યાદા સિવાયના સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સર્વ જૈન શ્રમણોની સાથે કારણ વિના માન, સન્માન માટે આહારાદિ, વસ્ત્રાદિ દેવાના નિમંત્રણનો નિષેધ કર્યો છે. આ ધ્રુવમાર્ગ છે, વ્યવહારથી, સંગથી પર થવાનો આદર્શ માર્ગ છે.
જ્યારે બીજા ઉદ્દેશકમાં વ્યવહારમાર્ગ કહ્યો છે. છઠ્ઠા સૂત્ર અનુસાર આચારશીલ સમનોજ્ઞ શ્રમણોની સાથે આહારાદિનો વ્યવહાર સન્માન પૂર્વક કરી શકાય છે અને પાંચમા સૂત્ર અનુસાર અસમનોજ્ઞ શ્રમણોની સાથે આવશ્યક પરિસ્થિતિવશ કે સેવા સંયોગાદિ પ્રસંગોમાં વ્યવહાર કરી શકાય છે.
આત્મસાધનામાં આગળ વધતા સાધકે પોતાના બાહ્ય વ્યવહારોને ઓછા કરવા જોઈએ. એ અપેક્ષાએ સાધકો માટે આગમોમાં અનેક વિધાન છે. તે આ પ્રમાણે
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં (૧) એક માંડલિક આહાર કરવાના પ્રત્યાખ્યાન કરવાનું, કોઈની સાથે આહાર ન કરવાનું વિશિષ્ટ ફળ બતાવ્યું છે. (૨) તેમજ ત્યાં બીજા સૂત્રમાં સહચારી સાધકની સહાયતા લેવાના પ્રત્યાખ્યાનનું પણ ફળ બતાવ્યું છે.
આ બંને પ્રસંગોથી એ કહ્યું છે કે પોતાના સહચારી સાધુઓ અને ગુસ્ની સાથે રહેવા છતાં વિશિષ્ટ સાધનાના લક્ષે શ્રમણ તેઓની સાથે આહાર–પાણીની આપ–લેનો ત્યાગ કરે છે તેમજ તેઓની સેવાનો ત્યાગ કરે છે. તાત્પર્ય એ છે કે આહારાદિ, વસ્ત્રાદિ દેવા-લેવાના સંપર્કને મર્યાદિત કરી શ્રમણ પોતાની વ્યાવહારિક પ્રવૃત્તિઓને ઓછી કરતાં સ્વાધ્યાય, ધ્યાન રૂ૫ આત્મસાધનામાં વિશેષ આગળ વધે છે, વિકાસ કરે છે. આ આત્મ સાધનામાં આગળ વધનાર વિશિષ્ટ સાધકોની ચર્યાનું સૂચન નિવૃત્તિપ્રધાનસંગ ત્યાગ પ્રધાન છે. જે પ્રથમ ઉદ્દેશકમાં વર્ણવેલ છે.
- બીજા ઉદ્દેશકના આ સૂત્રમાં વ્યવહારશીલતા સૂચવતાં કહેલ છે કે કોઈ પણ સમનોજ્ઞ આચારશીલ શ્રમણ મળે તો તેઓને સન્માન સાથે આહારાદિ, વસ્ત્રાદિ આપે, નિમંત્રણ કરે પરંતુ જેના આચારમાં કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org