Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૭૨ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આ વ્યવસ્થા અનુસાર જેટલા શ્રમણો એક સાથે એક માંડલામાં બેસી (એક સાથે બેસી) આહાર કરે, તે સાંભોગિક સાધુ કહેવાય છે અને તેમાં પરસ્પર આહારાદિ પદાર્થોનું આદાન પ્રદાન થઈ શકે છે. તે સિવાયના શ્રમણોની સાથે વિશિષ્ટ ગુરુ આજ્ઞા વિના આહારાદિ પદાર્થોનું આદાન પ્રદાન થઈ શકતું નથી. આ વ્યવસ્થા સાધુની વ્યાવહારિક પ્રવૃત્તિઓને સીમિત કરી, આત્મસાધનાના વિકાસ માટે છે.
ઉપરોક્ત દષ્ટિકોણને લક્ષ્યમાં રાખી સૂત્રકારે આ સૂત્રમાં સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સર્વ જૈન શ્રમણોને પરસ્પર આહારાદિ કે વસ્ત્રાદિ આપવાનો અથવા નિમંત્રણ આપવાનો નિષેધ કર્યો છે.
પરં મહાવના :- આ શબ્દ સૂચવે છે કે અત્યંત આદર સાથે નહિ પરંતુ ઓછા આદર સાથે એટલે અપવાદિક સ્થિતિમાં અસમનોજ્ઞ સાધુને આહારાદિ આપી શકાય છે. તેમાં સંસર્ગ કે સંપર્ક વધારવાની દષ્ટિનો નિષેધ હોવા છતાં વાત્સલ્ય તેમજ સેવા ભાવનાનો અવકાશ છે. તાત્પર્ય એ છે કે કદાચ સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સાધુ અત્યંત બીમાર, અસહાય, અશક્ત, ગ્લાન, સંકટગ્રસ્ત કે એકાકી હોય તો તે સાધુઓ સાથે આહારાદિનું આદાન-પ્રદાન કરી શકાય, તેને નિમંત્રણ પણ આપી શકાય અને તેની સેવા પણ કરી શકાય. વાસ્તવમાં તો અલ્પ વ્યવહારના લક્ષ્ય અને સંસર્ગજનિત દોષથી બચવા માટે જ આ પ્રકારનો નિષેધ કર્યો છે,
આ નિષેધ ભિન્ન ભિન્ન સમનોજ્ઞ કે અસમનોજ્ઞની સાથે રાગ, દ્વેષ, ઈર્ષા, ધૃણા, વેર, વિરોધ, ભેદભાવાદિ વધારવા માટે નથી, કેવળ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રની નિષ્ઠામાં શિથિલતા આવી ન જાય તે લક્ષ્ય નિષેધ છે. સમાધિમરણની સાધનામાં પોતાના સમનોજ્ઞ સાધર્મિક મુનિની સેવા લેવાનો પણ નિષેધ કર્યો છે, તે પણ જ્ઞાન, દર્શન, ચારિત્રની દઢતા માટે જ છે પરંતુ મૈત્રી, કણા, પ્રમોદ, અને માધ્યસ્થ ભાવનાના અવકાશ માટે સૂત્રમાં આ પર સાહાથમા શબ્દ મૂક્યો છે.
અન્યધર્મી સાથે આહાર વ્યવહાર નિષેધ :| २ धुवं चेयं जाणेज्जा असणं वा जाव पायपुंछणं वा, लभिय णो लभिय भुंजिय णो भुंजिय, पंथं विउत्ता विउक्कम्म, विभत्तं धम्म झोसेमाणे समेमाणे चलेमाणे पाएज्ज वा, णिमतेज्ज वा कुज्जा वेयावडियं । परं अणाढायमाणे । त्ति बेमि । શબ્દાર્થ :-થુવં વેચંગાળ = તમે આ નિશ્ચિત્ત સમજો, તમય= પ્રાપ્ત થાય, મળ્યા હોય, તો fમય= મળ્યા ન હોય, પ્રાપ્ત નહિ થાય, બુનિય = જમીને, નો મુનિય= જમ્યા વિના, પંર્થ = માર્ગને, વિડત્તા = બદલીને, વિડH = ઉલ્લંઘન કરીને, મારી જગ્યાએ આવતા રહો,વિમત્ત = ભિન્ન, ધ=== ધર્મને, શોલેમાને = સેવન કરતાં, સને નાખે = આવતાં, વર્તમાને જાતાં, પણMા = (આહારાદિ)આપે,
= નિમંત્રણ કરે, જીજ્ઞા = કરે, વેયાવડિયે = વૈયાવચ્ચ, પરે= પૂર્ણરૂપે, અTદાયના = આદર ન કરે, અસ્વીકાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org