Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિમોક્ષ અધ્ય−૮, ૯:૧
કરવામાં આવી છે.
અનેકાંતિક વીતરાગ ધર્મ :
५ सव्वत्थ सम्मयं पावं । तमेव उवाइकम्म, एस महं विवेगे वियाहिए । गामे अदुवा रण्णे, णेव गामे णेव रण्णे, धम्ममायाणह पवेइयं माहणेण मइमया । जामा तिण्णि उदाहिया जेसु इमे आयरिया संबुज्झमाणा समुट्ठिया, जे णिव्वुडा पावेहिं कम्मेहिं अणियाणा ते वियाहिया ।
=
શબ્દાર્થ :- સવ્વસ્થ = સર્વ મત મતાંતરોમાં, સમ્ભય = માનેલ છે, સ્વીકારેલ છે, સંમતિ આપે છે, પાવું = પાપાનુષ્ઠાન, તમેવ = તે પાપાનુષ્ઠાનને, વાવમ્ન = ઉલ્લંઘન કરીને રહેવું, તે પાપોનો ત્યાગ કરવો, જ્ઞ = આ, મહં = મહાન, વિવેત્તે - વિવેક, વિયાદિક્ = કહ્યો છે, મેં = ગામમાં, રળે જંગલમાં, ખેવ = ન તો, આયાપદ = આ જાણો, જાણીને, વેડ્યું - આ કહ્યું છે, માહભેળ = ભગવાને, મનવા = કેવળજ્ઞાની, ગામા = વય—અવસ્થા, યામ, વ્રત, તિષ્નિ = ત્રણ, વાહિયા = કહ્યા છે, નેવુ જેમાં, ઘૂમે - આ, આરિયા(આરિયા) = આર્ય પુરુષ, આચાર્ય, સંવ્રુષ્નમાળા = બોધને પ્રાપ્ત
=
થયેલા, લમુક્રિયા = સમુપસ્થિત છે, જે = જો, પિવુહા = નિવૃત્ત થયા છે, અખિયાળા = કર્મરહિત.
૨૭૭
ભાવાર્થ :- સર્વ મતોમાં હિંસાદિ પાપોનો કોઈને કોઈ સ્વરૂપે સ્વીકાર કર્યો છે. પ્રભુ મહાવીરે તેનો અસ્વીકાર કરીને આ મહાન વિવેક કહ્યો છે કે પાપનો ત્યાગ એ જ ધર્મ છે. આ પાપ ત્યાગરૂપ ધર્મ ગામમાં પણ થઈ શકે છે અને જંગલમાં પણ થઈ શકે છે પરંતુ એકાંતરૂપે ધર્મ ગામમાં જ થાય એવું નથી અથવા જંગલમાં જ થાય તેવું પણ નથી. ધર્મ તો વ્યક્તિના અંતરમાં હોય છે, તે ગમે ત્યાં થઈ શકે છે. આ રીતે અનેકાંતિક તત્ત્વજ્ઞાનથી જાણીને સર્વજ્ઞ મહામાહણ ભગવાન મહાવીરે ફરમાવ્યું છે.
Jain Education International
ભગવાને આ પણ અનેકાંતિક માર્ગ બતાવ્યો છે કે જીવનની ત્રણ વય છે. આ ત્રણે ય વયોમાં બોધ પ્રાપ્ત કરીને કેટલા ય આચાર્ય સંયમમાં ઉપસ્થિત થયા છે, જે પાપકર્મથી અને કષાયોથી નિવૃત્ત થયા છે અને થાય છે તેઓને નિદાન રહિત-કર્મરહિત કહ્યા છે.
વિવેચન :
આ સૂત્રમાં ત્રણ પ્રકારે વિવેક બતાવ્યો છે– (૧) પાપનું ઉલ્લંઘન અર્થાત્ પાપોનો પૂર્ણતયા ત્યાગ એ જ વિવેકમય ધર્મ છે. (૨) ધર્માચરણ માટે કોઈપણ ક્ષેત્ર નડતું નથી. (૩) જીવનની કોઈ પણ અવસ્થામાં ધર્માચરણ કરવું હિતકારક જ છે. આત્મકલ્યાણ માટે પાપનો સર્વથા ત્યાગ એ જ મહત્ત્વનું છે. આ પ્રકારે અહીં ધર્માચરણની ક્ષેત્રકાલ સંબંધી અનેકાંતતા દર્શાવી છે. પ્રાચીન કાળમાં કેટલાક લોકોની શ્રદ્ધા અને પ્રરૂપણા આ પ્રકારની હતી કે ગામ, નગર આદિ જનસમૂહમાં રહીને જ સાધના થઈ શકે છે. જંગલ આદિ એકાંત સ્થાનમાં સાધુને પરીષહની સંભાવના બહુ અલ્પ રહે છે અને કદાચ પરીષહ આવે તોપણ તે
For Private Personal Use Only
www.jainelibrary.org