Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૦
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
(૩) ચાડી-ચુગલી કરવી (૪) કઠોર વચન કહેવા (૫) પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરવી (૬) સંતાપ થાય તેવા વચનો કહેવા તથા (૭) હિંસાકારી વાણી બોલવી.
કાયદંડના સાત પ્રકાર છે– (૧) જીવહિંસા કરવી (૨) ચોરી કરવી (૩) મૈથુન સેવન કરવું (૪) પરિગ્રહ રાખવો (૫) આરંભ કરવો (૬) મારવું (૭) ઉગ્રતા-આવેશપૂર્વક ડરાવવું–ધમકાવવું.
દંડ-સમારંભ નો અર્થ અહીં દંડ પ્રયોગ છે. જોકે મુનિ માટે ત્રણ કરણ (૧.કરવું, ૨.કરાવવું, ૩. અનુમોદન) તથા ત્રણ યોગ (૧. મન, ૨. વચન, ૩. કાયા)ના વ્યાપારથી હિંસાદિ દંડનો ત્યાગ કરવો અનિવાર્ય છે માટે અહીં કહ્યું છે કે–મુનિ પહેલાં, સર્વ દિશા, વિદિશાઓમાં સર્વત્ર, સર્વપ્રકારે છકાય જીવોની હિંસા, અનેક પ્રકારના કારણોથી તથા વિવિધ પ્રકારના શસ્ત્રોથી થાય છે, તેને સારી રીતે જાણી લે. પછી ત્રણ કરણ, ત્રણ યોગથી તે સર્વ હિંસાનો ત્યાગ કરે. નિગ્રંથ શ્રમણ દંડ સમારંભથી પોતે ડરે તેમજ લજ્જા રાખે, દંડ સમારંભ કરતા સાધુઓને જોઈને સાધુના નાતે તેમના માટે શરમ અનુભવે. જીવહિંસાની જેમ અસત્ય, ચોરી આદિ સર્વ દંડ-સમારંભોને મહાન અનર્થકારી જાણીને સાધુ પોતે તેનાથી ભય રાખનાર હોય છે તેથી તેણે તે દંડથી મુક્ત થવું જોઈએ.
આ સૂત્રમાં દંડ-સમારંભક અન્ય ભિક્ષુઓથી લતિ થવાની વાત કહી છે કારણ કે તેઓ દ્વારા રાંધવું–રંધાવવું આદિ ક્રિયાઓ દ્વારા દંડ-સમારંભ થતો હતો. અમુક પરંપરામાં ભિક્ષુ પોતે ભોજન પકાવતા ન હતા, બીજા પાસે ભોજન કરાવતા હતા અથવા જે ભિક્ષુ સંઘને ભોજન માટે આમંત્રિત કરતા, તેને ત્યાંથી પોતાના માટે બનાવેલું ભોજન લઈ લેતા હતા. તેઓ સંઘના નિમિત્તે થનારી હિંસામાં પાપ માનતા ન હતા. આ પ્રકારના ભિક્ષના સંગથી સાધક પતિત ન થાય તેવો સૂત્રકારનો આશય જણાય છે.
કુસંગ ત્યાગ પરિશીલન :
આ ઉદ્દેશકમાં સંગત્યાગની વિચારણા છે. સંગતિની અસર જીવન પર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાંય બાળમાનસ પર તો વિશેષ, એમ માનસશાસ્ત્રીઓ માને છે. સાધક પણ જ્યારે સાધનામાર્ગ તરફ વળે છે ત્યારે પ્રથમ તો તે દ્વિજ એટલે ફરીથી જન્મેલો અને સાધનાના ક્ષેત્રનો તદ્દન બિન અનુભવી હોવાથી બાળ ગણાય છે. તે બાલ સાધકના જીવનમાં સંગની અસર વિશેષ રૂપે જણાય છે.
જેના સંગથી સત્ય તરફ રુચિ ઢળે તે સત્સંગ. એ લોહચુંબક છે. જિજ્ઞાસાવૃત્તિ એ લોખંડ છે. પ્રત્યેક સાધકમાં જિજ્ઞાસાવૃત્તિ મુખ્યત્વે હોવાથી સત્સંગ તરફ તે હંમેશાં આકર્ષાતો રહે છે. સત્સંગ તેના સાધનામાર્ગનું નંદનવન છે. એના શરણમાં જઈને એ સંશય, ગ્લાનિ અને થાક ઉતારી નાખવા મથે છે. આવા પ્રસંગે તે બાળ સાધકનું હૃદય પ્રેમ અને શ્રદ્ધાથી એટલું તો તરબોળ હોય છે કે તેને પ્રાપ્ત સત્સંગનું કલ્પવૃક્ષ છે કે ઉપરથી દેખાતા દંભી સત્સંગરૂપ કુસંગનું કિંપાક વૃક્ષ છે તે જોવાની તપાસવાની અન્વેષક બુદ્ધિ હોવા છતાં તે તેનો ઉપયોગ કરવા રોકાતો નથી. આવા પ્રસંગે સાધક બીજા દંભી સંગની જાળમાં ન ફસાઈ જાય અને સાધનામાં દત્તચિત્ત (લીન) રહી પરિપક્વ બનતો જાય, તે માટે આ સૂત્રમાં સંગદોષથી બચવા માટે સાધકને સાવધાન કર્યા છે. આ સૂત્ર વિશાળ દષ્ટિથી અવલોકવા યોગ્ય અને વિવેકબુદ્ધિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org