Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિમોશ અધ્ય-૮, ઉ ૨
[ ૨૮૧ ]
આચરવા યોગ્ય છે.
પ્રથમ તકે તો પાઠકને આ સૂત્રમાં સંકુચિતતાનું દર્શન થશે. જૈનદર્શન જો વિશ્વદર્શનની યોગ્યતા ધરાવતું હોય તો એ દર્શન માટે આટલી સંકુચિતતા પણ અક્ષમ્ય ગણાય, એમ પણ કદાચ જણાશે પરંતુ આ સૂત્ર અંગે આટલું યાદ રાખવાનું છે : (૧) ઉપરની બીના મુનિ સાધકને ઉદ્દેશીને કહેવાયેલી છે. ગૃહસ્થ સાધક અને મુનિ સાધકમાં જેટલો ત્યાગનો તફાવત છે, એટલો જ નિયમોનો તફાવત છે અને તે તફાવત તેની ભૂમિકા અનુસાર અનિવાર્ય છે.
ગૃહસ્થ સાધક અલ્પસંયમી અથવા અલ્પત્યાગી ગણાય છે અને મુનિ સાધક પૂર્ણત્યાગી ગણાય છે; કારણ કે એમને સર્વ પદાર્થો પરથી પોતાનો માલિકી હક ઉઠાવી લઈ ભિક્ષજીવન સ્વીકાર્યું છે. એટલે જ મુનિ સાધક ભિક્ષા માગીને સાધનાની દષ્ટિએ જરૂરિયાત પૂરતું લઈ શકે છે. (૨) જ્યાં પોતાને માટે જરૂરિયાત પૂરતું જ લઈ શકાય ત્યાં બીજાને આપવાનું વિધાન ન હોઈ શકે એ સ્વાભાવિક છે. મુનિ સાધક ભિક્ષુ જ ગણાય છે. એ ગૃહસ્થ પાસેથી લઈને બીજાને આપવા માટે દાતા બનતો જાય તો તેમાં એનું દાતારપણું કે ઉદારપણું નથી,પણ વૃત્તિની શિથિલતા છે અને તેની પોતાની ભૂમિકાની અપેક્ષાએ એ નીચેનું સ્થાન છે. દાનીથી સંયમીની અને સંયમીથી ત્યાગીની એમ ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ છે. એક ત્યાગી આદર્શ ત્યાગ પાળતો હોય, આત્મભાનમાં મસ્ત હોય, તો તે જગત પર ઘણો જ ઉપકાર કરે છે. એ વાત સ્પષ્ટ સમજાય તેવી છે.
એક અપેક્ષાએ આ વૃત્તિ તજવા યોગ્ય છે. છતાં એક ભિક્ષુ સાધક બીજા ભિક્ષુ સાધકને અન્ન, પાન કે વસ્ત્રાદિ ઉપકરણોની ખૂબ જરૂર હોય અને તોયે તેને ન આપે તો આખી ભિસંસ્થા વ્યવસ્થિત અને પ્રેમમય જીવન ન ગાળી શકે. એ હેતુએ સૂત્રકાર અહીં સ્પષ્ટ કરે છે કે ભિક્ષુ કારણસર બીજા ભિક્ષુને અન્ન વસ્ત્રાદિ આપી શકે છે અને શારીરિક બીમારી કે એવા ખાસ કારણસર સેવા પણ કરી શકે છે. પરંતુ 'આદરપૂર્વક નહિ એ પદ આપીને શાસ્ત્રકાર એ કહેવા માગે છે કે આ બધું ઉપયોગિતા પૂરતું જ હોય, કારણ વગર નહિ. ઘણીવાર કેટલાક મુનિ સાધકોને એવી ટેવ હોય છે કે તે બીજા મુનિ સાધક પાસે અન્ન વસ્ત્રાદિ સામગ્રી હોય તોયે પરાણે આપવા માંડે. આમાં સામાનો આદરભાવ મેળવવાની કે પોતે ઉદાર અને સેવાભાવી છે એવું બીજાને દેખાડવાની વૃત્તિ દેખાય છે. સૂત્રકાર કહે છે કે તે વૃત્તિ મુનિ સાધક માટે ઈષ્ટ નથી, તેમાં ઊંડે ઊંડે પણ દૂષિતતા છે.
I અધ્યયન-૮/૧ સંપૂર્ણ | doo આઠમું અધ્યયન : બીજ ઉદેશક છ000 વધ પરીષહ :| १ से भिक्खू परक्कमेज्ज वा चिट्ठज्ज वा णिसीएज्ज वा तुयट्टेज्ज
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org