Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિમોક્ષ અધ્ય-૮, :૧
૨૭૩
ભાવાર્થ :- શાક્યાદિ અન્ય શ્રમણ કદાચ મુનિને કહે- હે મુનિવર ! તમે આ વાતને નિશ્ચિત સમજો કે–અમારે ત્યાં તમારે આવવાનું જ છે; અશન, પાન, ખાદિમ, સ્વાદિમ કે વસ્ત્ર, પાત્ર, કંબલ, કે પાદપ્રોપ્શન આદિ તમને મળ્યા હોય કે ન મળ્યા હોય; તમોએ ભોજન કરી લીધું હોય કે ન કર્યું હોય; રસ્તો સીધી હોય કે વાંકોચૂકો હોય; અમારાથી તમારો આચાર અલગ હોવા છતાં તમારે અમારે ત્યાં અવશ્ય આવવાનું છે. આ આમંત્રણ તે ઉપાશ્રયમાં આવીને કરે કે રસ્તામાં ચાલતા કરે અથવા ઉપાશ્રયમાં આવીને કે રસ્તામાં ચાલતા તે અશન પાનાદિ આપે, તેના માટે નિમંત્રણ કરે કે અન્ય કોઈ પણ પ્રકારની વૈયાવચ્ચ કરે તો મુનિ તેની વાતનો આદર ન કરે, સ્વીકાર ન કરે. – એમ ભગવાને કહ્યું છે.
વિવચન :
આ સૂત્રમાં ભિન્નધર્મી શ્રમણો સાથે આહાર વ્યવહારના સંબંધમાં વિવેક બતાવ્યો છે.
થવું એવું માને - કોઈ ભિન્ન ધર્મવાળા શ્રમણ કોઈપણ પ્રકારે આહારાદિ માટે આગ્રહ કરે. તેઓના તે આગ્રહપૂર્ણ વ્યવહારભાવને આ શબ્દમાં બતાવેલ છે. તે કહે છે કે હે શ્રમણ ! તમે નિશ્ચિત સમજો કે તમારે અમારે ત્યાં આવવું જ પડશે.
તથાકથિત અન્યતીર્થિક ભિક્ષુઓ તરફથી કઈ કઈ રીતે સાધુને પ્રલોભન, આદરભાવ, વિશ્વાસાદિથી ફલાવવામાં આવે, ફોસલાવવામાં આવે અને ફસાવવામાં આવે છે, તે અહીં બતાવ્યું છે. સાધુ પ્રલોભનમાં ફસાય ન જાય તે આશયથી જ શાસ્ત્રકારે તેની વાતનો અનાદર કરવાનો, ઉપેક્ષા કરવાનો નિર્દેશ કર્યો છે. મિથ્યાદષ્ટિની સાથે સંસ્તવ, અતિપરિચય તથા તેની પ્રશંસા, પ્રતિષ્ઠા આદિ રત્નત્રયને દૂષિત કરે છે. રં અળદાયમ :- પર્ણ ઉપેક્ષા ભાવ. સંપર્ક નિષેધની અપેક્ષાએ અહીં અનાદર શબ્દનો પ્રયોગ છે. તેનો ભાવ એ છે કે ભિન્ન ધર્મવાળા શ્રમણોનું કોઈપણ પ્રકારે આમંત્રણ સ્વીકારે નહીં.
સૂત્રમાં જૈનેતર ભિક્ષુઓનું નિમંત્રણ હોવા છતાં આહારાદિ સ્વીકારવાનો નિષેધ છે. તે જ રીતે જૈન શ્રમણોમાં પણ જેનું લિંગ ભિન્ન હોય, સિદ્ધાંતોમાં વિપરીતતા હોય તો તેની સાથે આહારાદિ વ્યવહારનો નિષેધ સમજવો જોઈએ.
વિભિન્ન માન્યતા અને પ્રરૂપણાઓનાં કારણે અતિ સંપર્ક હાનિકારક બની શકે છે. વ્યાખ્યાગ્રંથો અનુસાર માન્યતા ભેદના કારણે એક બીજાને અભક્ષ્ય પદાર્થ ખાવામાં આપી દે અથવા સ્વતઃ અશાતાનો સંયોગ થઈ જાય તો એક બીજા પર સંદેહ ઉત્પન્ન થાય, તેથી ક્યારેક ધાર્મિક, સામાજિક વિરોધપૂર્ણ વાતાવરણ સર્જાય, આ કારણે સંયમ સાધક મુનિ અનાવશ્યક પરિસ્થિતિમાં વૃત્તિસંક્ષેપ રૂપ આગમ વિધાનોનું ઉલ્લંઘન ન કરે.
વિશેષ પરિસ્થિતિમાં અપવાદ રૂપે ક્યારેક ઉપરોક્ત આચરણ કરવું પડે, તો તેનો નિર્ણય ગીતાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org