Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિમોક્ષ
_
૨૯ ]
આઠમું અધ્યયન પરિચયાત્રા ૧૦૦૦ વાર 02 2 કૃ2
આ અધ્યયનનું નામ 'વિમોક્ષ છે. અધ્યયનની વચ્ચે અને છેલ્લે 'વિનોદ' શબ્દનો પ્રયોગ થયો છે અને તેમાં કર્મ વિમોક્ષનું અધિકતમ વર્ણન છે, તેથી આ અધ્યયનનું 'વિમોક્ષ' નામ સાર્થક છે.
'વિમોક્ષ'નો અર્થ ત્યાગ કરવો, અલગ થઈ જવું છે અને વિમોહનો અર્થ મોહરહિત થઈ જવું તેવો થાય છે. તાત્વિક દષ્ટિએ વિમોક્ષ અને વિમોહના અર્થમાં કોઈ વિશેષ અંતર નથી કારણ કે મોહરહિત થવાથી જ ત્યાગ થાય છે.
બેડી આદિ કોઈ બંધનરૂપ દ્રવ્યથી છૂટી જવું તે દ્રવ્ય વિમોક્ષ' છે અને આત્માને બંધનમાં નાખનાર કષાયો અથવા આત્માને લાગેલા કર્મોનાં બંધનરૂપ સંયોગથી મુક્ત થઈ જવું તે ભાવવિમોક્ષ છે.
આ અધ્યયનમાં ભાવ વિમોક્ષનું કથન કરવામાં આવ્યું છે. તેના બે પ્રકાર છે– દેશ વિમોક્ષ અને સર્વવિમોક્ષ. અવિરતિ સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયોનો જેટલો ક્ષયોપશમ, દેશવિરતિને અનંતાનુબંધી તેમજ અપ્રત્યાખ્યાન કષાયોનો જેટલો ક્ષયોપશમ અને સર્વવિરતિ સાધુને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની તેમજ પ્રત્યાખ્યાન કષાયોનો જેટલો ક્ષયોપશમ તથા ક્ષપકશ્રેણીમાં જેના જેટલા કષાયો ક્ષીણ થયા છે તેઓનો તેટલો દેશવિમોક્ષ' કહેવાય છે. સર્વથા મુક્ત સિદ્ધોનો સર્વવિમોક્ષ' કહેવાય છે.
અનાદિ કર્મ બંધનથી બદ્ધ જીવનો કર્મથી સર્વથા મુક્તિરૂપ વિમોક્ષ તે ભાવવિમોક્ષ, તેવો પણ અર્થ કરી શકાય છે. આ ભાવ વિમોક્ષ માટે ભક્તપરિજ્ઞા, ઈગિતમરણ અને પાદપોપગમન રૂપ સમાધિ મરણમાંથી કોઈ એક મરણનો અવશ્ય સ્વીકાર કરવાનો હોય છે. તે મરણ પણ ભાવવિમોક્ષનું કારણ હોવાથી ભાવવિમોક્ષ છે અને તેના અભ્યાસ માટે સાધક દ્વારા વિવિધ બાહ્ય–આત્યંતર તપથી શરીર અને કષાયની સંખના કરવી, તેમને કુશ કરવા તે પણ ભાવ વિમોક્ષ છે.
વિમોક્ષ અધ્યયનના આઠ ઉદ્દેશકો છે, તેમાં વિવિધ દષ્ટિકોણથી વિમોક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં સમનોજ્ઞ સમાચારીવાળા, અસમનોજ્ઞ સમાચારીવાળા અને અન્ય તીર્થિક સાધુની સાથે આહારના આદાન-પ્રદાનનું, અન્યતીર્થિકોની પ્રરૂપણાના જ્ઞાનનું અને જિનમતના અહિંસક આચારનું વર્ણન છે.
દ્વિતીય ઉદ્દેશકમાં આહાર, વસ્ત્ર આદિનું નિમંત્રણ અને ગવેષણા તથા તગ્નિમિત્તક વધપરીષહ અને સમનોજ્ઞ–અસમનોજ્ઞ જૈન શ્રમણની સાથે આહાર આદિ વ્યવહારનું નિરૂપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org