Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૨ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ક્ષમતા (૭) આશાતનાનો ત્યાગ.
બીજી અપેક્ષાએ નીચેના ગુણોથી યુક્ત મુનિ ધર્માખ્યાન કરવામાં સમર્થ હોય છે– (૧) જે બહુશ્રુત હોય (૨) આગમજ્ઞાનમાં પ્રબુદ્ધ હોય (૩) ઉદાહરણ તેમજ હેતુ–અનુમાનમાં કુશળ હોય (૪) ધર્મકથાની લબ્ધિથી યુક્ત હોય (૫) ક્ષેત્ર, કાળ અને પુરુષના પરિચયમાં આવવા પર આ પુરુષ કોણ છે? કયા દર્શનને માને છે? આ રીતની પરીક્ષા કરવામાં કુશળ હોય. આ ગુણોથી સુસંપન્ન સાધક જ ધર્મકથા કરી શકે છે.
સૂયગડાંગ સૂત્રમાં ધર્માખ્યાનકર્તાની આધ્યાત્મિક ક્ષમતાઓનું પ્રતિપાદન કર્યું છે, જેમ કે– (૧) મન, વચન, કાયાથી જેનો આત્મા ગુપ્ત હોય (૨) હંમેશ દાંત-ઈન્દ્રિયો ને વશમાં રાખનાર હોય (૩) સંસાર સોતને જેણે છોડી દીધો હોય (૪) જે આશ્રવ રહિત છે, તે જ શુદ્ધ, પરિપૂર્ણ અને અદ્વિતીય ધર્મનું કથન કરે છે. આ પ્રકારે અનાશાતનાકારી યોગ્ય ઉપદેશક સંસારના પ્રાણીઓ માટે અસંદીન દ્વીપની જેમ સંસાર સમુદ્ર પાર કરાવવામાં ઉપકારક થાય છે. પરિનિર્વાણદાયક ગુણો :| ४ एवं से उट्ठिए ठियप्पा अणिहे अचले चले अबहिल्लेस्से परिव्वए । संखाय पेसलं धम्म दिट्ठिमं परिणिव्वुडे । શબ્દાર્થ :- તે કિપ = તે સંયમમાં ઉત્થિત, દિયUા = મોક્ષમાં સ્થિત, ઉપદે = રાગ, દ્વેષ રહિત, અવને = પરીષહ, ઉપસર્ગથી ચલાયમાન નહિ થનાર, વણે = કર્મોનો ક્ષય કરનાર અપ્રતિબદ્ધ વિહારી, અવંદિત્તોતે = સંયમથી બહાર લેશ્યા ન કરતાં, અબહિર્લેશી, વિશુદ્ધલેશી, રિધ્વ = પ્રવ્રજ્યાનું પાલન કરે, સંહાય = જાણીને, વેલ = ઉત્તમ, વિનિ = સમ્યગ્દષ્ટિ પુરુષ, બુ= સર્વ રીતે શાંત રહે, કર્મબંધનથી નિવૃત્ત રહે.
ભાવાર્થ :- આ રીતે સંયમમાં ઉસ્થિત, સ્થિતાત્મા, સ્નેહ, રાગભાવ રહિત, પરીષહો અને ઉપસર્ગોમાં અડગ રહેનાર, વિહાર ચર્યા કરનાર–અપ્રતિબદ્ધ વિહારી; અબહિશી અર્થાત્ સંયમ પરિણામોને સુરક્ષિત રાખતાં સંયમભાવમાં વિચરણ કરે. તે સમ્યગ્દષ્ટિવંત મુનિ પવિત્ર, ઉત્તમ ધર્મને સમ્યકરૂપે જાણી કષાયો અને વિષયોને સર્વથા ઉપશાંત કરે, પ્રવ્રજ્યાનું સમ્યપાલન કરે, કર્મબંધથી નિવૃત્ત રહે.
વિવેચન :
આ સૂત્રમાં પરિનિર્વાણના ઈચ્છુક સાધક માટે અથવા ઉપદેશ સાંભળીને સંયમમાં ઉપસ્થિત થનાર સાધક માટે અનેક ગુણોનું વર્ણન કરેલ છે, જેમ કે– (૧) સંયમમાં ઉદ્યમશીલ (૨) સ્થિતાત્માસંયમભાવોમાં સ્થિર (૩) સ્નેહ કે આસક્તિ રહિત (૪) પરીષહ, ઉપસર્ગોથી અચલાયમાન (૫) વિચરણશીલ અથવા કર્મક્ષય કરવામાં પ્રયત્નશીલ (૬) સંયમથી અબહિર્લેશી અર્થાતુ સંયમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org