Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪૪
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આવશ્યક છે, વસ્ત્રાદિ ઉપકરણોની અલ્પતા પણ અનિવાર્ય છે. તપ, સંયમ, પરીષહ સહનાદિથી શરીર અને કષાયને કૃશ કરીને લાઘવ-હળવા થવાનો અભ્યાસ કરવો જોઈએ. કર્મક્ષય કરવાનો ઉત્તમ માર્ગ આ ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યો છે. આયા :- આ શબ્દના વિવિધ અર્થ થાય છે– (૧) જે ગ્રહણ કરાય છે તે આદાન, તે કર્મ છે. (૨) ચૂર્ણિ અનુસાર આજ્ઞા અથવા ઉપદેશ તે આદાન. (૩) પરીષહ આદિ આવનારા કષ્ટો તે આદાન. (૪) તીર્થકરો દ્વારા વિશેષરૂપે પ્રાપ્ત થયેલું દાન તે આદાન, તે જ્ઞાનરૂપ છે. (૫) ગ્રહણ કરવા યોગ્ય સંયમ તે આદાનીય. (૬) ધર્મોપકરણ ગ્રહણ કરવાની સમ્યગૂ વિધિ તે આદાન સમિતિ. (૭) યમનાવાય આ શબ્દપ્રયોગમાં ધર્મ સ્વીકારવાના અર્થમાં 'આદાય' શબ્દનો પ્રયોગ છે.
તાત્પર્ય એ છે કે મુનિ વિધૂતના આચારમાં તથા સુખ્યાત ધર્મમાં તીર્થકરોની આજ્ઞા, ઉપદેશ કે જ્ઞાનદાન અનુસાર આચરણ કરે અથવા સુખ્યાતધર્મા અને વિધૂતકલ્પ મુનિ પૂર્વોક્ત પ્રકારે કર્મોનો ક્ષય
કરે.
ચૂર્ણિકારોના મતાનુસાર અહીં પણ મુળી માળ .. પાઠ છે. મુળ શબ્દ સંબોધનના રૂપમાં માન્ય છે. પણ શબ્દના તેઓએ બે અર્થ બતાવ્યા છે– (૧) પરીષહાદિથી ઉત્પન્ન થયેલાં દુઃખોનો અનુભવ થાય ત્યારે સમભાવથી તેને સહન કરે. (૨) હે મુનિ ! તમારા માટે તીર્થકરોની આજ્ઞા કે ઉપદેશ છે તે આગળ કહેવામાં આવશે. Tળોસફત્તા –'નુE' ધાતુ પ્રીતિપૂર્વક સેવન અર્થમાં પ્રયુક્ત થાય છે તેથી ળિોસફર નો અર્થ છે– તપ, સંયમમાં અને કર્મનો ક્ષય કરવામાં પૂર્ણરૂપે લાગી જવું, તેમાં કટિબદ્ધ થઈ જવું. ને અને પરિવક્ષિણ .. :- જે સાધક અચેલ રહે છે. વસ્ત્ર ત્યાગની સાધના કરે છે તેઓને સુત્રમાં કહેલ સંકલ્પ વિકલ્પ હોતા નથી. જિનશાસનમાં અચેલક અને સચેલક બંને પ્રકારના સાધક હોય છે. અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના સાધુઓ સચેલ હોવા છતાં અલ્પમૂલ્ય અને મર્યાદિત વસ્ત્રના કારણે પણ અચલ કહેવાય છે. આ બંને પ્રકારના મુનિઓને કેટલાક ધર્મોપકરણ રાખવા પડે છે. તેઓની ઉપકરણોની સંખ્યામાં અંતર છે. નિર્વસ્ત્ર બની સાધના કરનાર મુનિઓ માટે શાસ્ત્રમાં મુખવસ્ત્રિકા અને રજોહરણ આ બે ઉપકરણો આવશ્યક કહ્યા છે, જ્યારે બીજા ઉપકરણો અલ્પ કરી શકાય છે. અલ્પતમ ઉપકરણોથી કામ ચલાવવું તે કર્મનિર્જરા જનક ઊણોદરી તપ છે. વસ્ત્રાદિ ઉપકરણો રાખવા છતાં મુનિઓને તેમાં આસક્તિ અને તેના વિયોગમાં આર્તધ્યાન કે ઉદ્વિગ્નતા થવી ન જોઈએ. કદાચ વસ્ત્ર ફાટી જાય કે સમયે શુદ્ધ એષણિક વસ્ત્ર ન મળે તો ચિંતા કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થવા જોઈએ. જો આર્તધ્યાન કે ચિંતા થાય તો તેની વિધૂત સાધના ખંડિત થઈ જાય. અલ્પ વસ્ત્રાદિ હોવા છતાં આવનારા પરીષહો (રતિઅરતિ, શીત સ્પર્શ, તૃણ સ્પર્શ, દંશમશકાદિ)ને સમભાવપૂર્વક સહન કરે તો જ કર્મધૂતની સાધના થાય છે. પબ્લિપિ શબ્દથી બંને પ્રકારના નિઓને દરેક પરિસ્થિતિમાં સંયમમાં સ્થિર રહેવાનું સૂચન કર્યું છે.
સત્તને સમાણિજ્ઞા :- આ સૂત્રનો સાર એ છે કે ઉપકરણ–લાઘવાદિમાં પણ સમભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org