Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૩ર |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શબ્દાર્થ :- તંત્ર તે મોક્ષમાર્ગમાં, પરવત = જવા માટે ઉદ્યત થતા તે મુમુક્ષુને, પરિવેવનાપા = દુઃખી થતા, માતાપિતા આદિ રડતાં, જે = અમને, મા વાહિ = છોડો નહિ, છ વળવા = અમે તમારી ઈચ્છાનુસાર ચાલનારા છીએ, અશ્લોવવUT = તમારા ભરોસે રહીએ છીએ, અમારી = આકંદન કરતા, નવા IT = માતાપિતાદિ, સતિ = રુદન કરે છે, અતારિસે મુળ = આવા મુનિ થઈ શકતા નથી, હું = સંસારને, જે તરા = પાર કરતા નથી, ન = માતાપિતાદિને, ને = જેણે, વિણના = ત્યાગી દીધા છે, સરળ નો તમે = શરણ સ્વીકાર કરતા નથી, તત્થ = ગૃહસ્થવાસમાં, વરુદં પુ નામ = કેવી રીતે, તે, રમ – રમણ કરી શકે છે, સમજુવાલિસિ = પોતાના હૃદયમાં ધારણ કરવું જોઈએ. ભાવાર્થ :- ગુહવાસથી વિમુખ તેમજ સંબુદ્ધ થઈને સંયમમાં પરાક્રમ કરવા તત્પર તે ભાવમુનિના માતાપિતા આદિ કરુણ વિલાપ કરતાં કહે છે કે- 'તમે અમને છોડો નહિ, અમે તમારી ઈચ્છાનુસાર વ્યવહાર કરીશું, તમારા ઉપર અમને ગાઢ સ્નેહ છે, આ પ્રમાણે આજંદ કરતાં તેઓ રુદન કરે છે.
રડતા તે સ્વજનો સમજાવે છે કે- જે માતાપિતાને આ રીતે છોડી દે છે, તે વ્યક્તિ વાસ્તવમાં મુનિ બની શકે નહીં અને સંસાર સાગરને પાર કરી શકે નહીં.
પારિવારિક જનોનો આવો વિલાપ સાંભળીને મુનિ તેમના શરણે જતા નથી અને ગૃહસ્થની વાત સ્વીકારતા નથી. વાસ્તવમાં તે તત્ત્વજ્ઞ વિરક્ત પુરુષ ગૃહવાસમાં રમણતા કેમ કરી શકે? મુનિ આ જ્ઞાનને હંમેશાં પોતાના આત્મામાં સમ્યક પ્રકારે સ્થિર કરે. – એમ ભગવાને કહ્યું છે.
| પ્રથમ ઉદ્દેશક સમાપ્ત છે વિવેચન :નળ સ્થતિ :- અહીં મહામુનિ થનાર વિરક્તાત્માની અગ્નિ પરીક્ષા બતાવી છે. ખરેખર આંતરિક અનાસક્તિની પરીક્ષા પ્રથમ મોરચે જ થાય છે, તે બતાવવા કહ્યું છે કે સ્વજન પરિત્યાગ માટે ઉદ્યત ભાવમુનિને મોહાવિષ્ટ સ્વજનો કષ્ણાજનક વિલાપાદિથી ગુહવાસમાં ખેંચવા માટે વિવિધ ઉપાયો કરે છે.
મોહવશ પારિવારિક જન કહે છે કે આ રીતે માતાપિતાને નિર્દયતાપૂર્વક નિરાધાર છોડી દેનારાનું કલ્યાણ થતું નથી, તેમાં સાધુપણું હોતું નથી. સર તત્વ નો સને - સંસારના સ્વભાવને સારી રીતે જાણનાર તે મહામુની લાગણીને વશ બનેલા બંધુઓનું શરણ સ્વીકારતા નથી, મોહજાળને તોડી નાંખનાર તે સર્વ વિરક્ત આત્મા દુઃખોના સ્થાનરૂપ તેમજ મોક્ષમાં અવરોધરૂપ એવા ગૃહવાસમાં આસક્તિ રાખી શકતા નથી. તેઓ ક્યારે ય બંધુઓની મોહમય જાળમાં ફસાતા નથી. તેથી તેઓનો વિજય થઈ જાય છે. માતાપિતા, સ્વજનોનો મોહ થોડા સમય પછી શાંત થઈ જાય છે અને દીક્ષા ગ્રહણ કરી તે મુમુક્ષુ આત્મા અનુક્રમે મહાનિ થઈ જાય છે. સમજુવારે જ્ઞાસિ:- આ પદના વ્યાખ્યાકારોએ બે પ્રકારે અર્થ કર્યા છે– (૧) આ પૂર્વોક્ત સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org