Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૩૬ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
અતિ = હું છું, નયન = દસ પ્રકારની સમાચારીનું યત્નાપૂર્વક પાલન કરતાં, પ = આ જિનશાસનમાં, વિર૫ = સાવધ અનુષ્ઠાનથી વિરત, મુઃ = દ્રવ્ય, ભાવથી મુંડિત, રચંતે = સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેતાં, અવેરને અલ્પ વસ્ત્રથી યુક્ત, અચેલ, પરિવલિ = રહે છે, અંત પ્રાંત આહાર કરે છે, સવિદ્દ = રહે છે, સહન કરે છે, કોનોરિયા = ઊણોદરી આદિ તપ કરતા.
ભાવાર્થ :- કેટલાક લોકો શ્રુત-ચારિત્ર ધર્મને ગ્રહણ કરીને નિર્મમત્વ ભાવથી ધર્મોપકરણાદિથી યુક્ત થઈ સંયમાચરણ કરે, પરીષહ – ઉપસર્ગને સહન કરતાં સર્વજ્ઞોપદિષ્ટ ધર્મનું આચરણ કરે છે અથવા ધર્માચરણમાં ઈન્દ્રિય અને મનને સ્થિર કરીને વિચરણ કરે છે. માતાપિતાદિ લોકમાં કે કામભોગોમાં અનાસક્ત થઈ તપ, સંયમમાં સુદઢ રહી ધર્માચરણ કરે છે. સર્વ આસક્તિ-ભોગાકાંક્ષાને છોડી ધર્મમાં સમર્પિત થઈ મહામુનિ બને છે અને સંયમમાં રહી કર્મોનો ક્ષય કરવામાં તત્પર થઈ જાય છે.
તે મહામુનિ સર્વથા સંગ-આસક્તિ ત્યાગ કરી ભાવના કરે છે કે "મારું કોઈ નથી, હું કોઈનો નથી, માત્ર હું એક શુદ્ધ આત્મા છું." તે આ જૈન શાસનમાં સાવધ પ્રવૃત્તિઓથી વિરત તથા દશવિધ સમાચારીમાં યત્નશીલ અણગાર સર્વ પ્રકારથી મુંડિત બનીને સંયમ પાલન કરતાં વિહાર કરે છે. જે અલ્પવસ્ત્ર કે નિર્વસ્ત્ર રહે છે અને ઊણોદરી તપનું સારી રીતે પાલન કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં વિશુદ્ધ પરિણામોથી શ્રુતચારિત્રરૂપ મુનિધર્મનો સ્વીકાર કરી જીવનપર્યત ત્યાગ, વૈરાગ્ય, અર્પણતા દઢતાપૂર્વક આચરણમાં ઉદ્યમશીલ મહામુનિનું વર્ણન છે.
Mીયા - આ શબ્દના વ્યાખ્યાકારે બે અર્થ કર્યા છે– (૧) વિષય કષાયથી દૂર રહેતાં ક્યાં ય તન્મય ન થતાં. (૨) કામભોગો કે માતાપિતાદિ સ્વજનોમાં અનાસક્ત.
સવં ઉદ્ધિ UિM :- (૧) ગુદ્ધિ- સર્વ ભોગાકાંક્ષાને દુઃખરૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે. (૨) ચૂર્ણિકારે કૃદ્ધિની જગ્યાએ થ શબ્દ માનીને અર્થ કર્યો છે કે સર્વ બાહ્ય આત્યંતર ગ્રંથીનો ત્યાગ કરે.
અથશ્વ સંધ્યો સTi :- આ વાક્ય સર્વસંગના પરિત્યાગરૂપ સંયમનો પ્રાણ છે. સંગ એટલે આસક્તિ કે મમત્વયુક્ત સંબંધ. તેનાથી સર્વથા દૂર થવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કોઈ પણ પ્રકારના પ્રતિબંધરૂપ સંબંધ, સંગને ઉત્તેજિત કરી શકે છે માટે માતાપિતાદિ પૂર્વ સંબંધીઓ અને સાંસારિક સુખભોગની સામગ્રીની આસક્તિનો ત્યાગ કરવો તે ધૂતવાદી મહામુનિ માટે અનિવાર્ય છે. Uો અહમતિ - સંગ-પરિત્યાગ માટે એકત્વ ભાવનાનો મુખ્ય આધાર છે કે મારું કોઈ નથી, હું કોઈનો નથી, હું એકલો છું. આ પ્રમાણે એકત્વભાવનાનું ચિંતન કરે. આવશ્યક સૂત્રમાં સસ્તાર પોરસીના વિષયમાં મુક્તિ માટે પ્રસન્નચિત્તથી અને દીનતારહિત મનથી આ પ્રકારની એકત્વભાવનાનું ચિંતન કરવું આવશ્યક કહ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org