Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધૂત અધ્ય-૬, ઉ ૨.
| ૨૩૯ |
વિમાર્ગગમન, મનનું વિમાર્ગમાં ગમન, દુર્ગાન, દુષ્ટ ચિંતન અને શંકા, આ અર્થોમાં વપરાયો છે. પરીષહ કે ઉપસર્ગ આવવા પર મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન આવી જાય, વિરોધી પ્રત્યેની માઠી ચિંતવના થાય, મન ચંચળ અને ક્ષુબ્ધ બની અસંયમમાં પ્રવર્તિત થાય, મનમાં કુશંકા ઉત્પન્ન થાય કે હું આ પરીષહ અને ઉપસર્ગના કષ્ટને સહન કરું છું તો તેનું સારુ ફળ મને મળશે કે નહિ? આ સર્વ વિસોતસિકાઓને ધૂતવાદી સમ્યગ્દર્શી મુનિ ત્યાગી દે અને પ્રશસ્ત પવિત્ર સંકલ્પોથી સમસ્ત ઉપસર્ગોને સમભાવથી સહન કરે. સામળિો :- પાંચ મહાવ્રત અને સર્વવિરતિ ચારિત્રની પ્રતિજ્ઞાના ભારને જે સાધક જીવનના અંત સુધી વહન કરે છે, તે ક્યારે ય પરીષહો અને ઉપસર્ગોથી પરાજિત થઈ ફરી ગૃહ સંસારમાં પાછા ફરતા નથી તેમજ કામાસક્તિના કારણે પણ સંસારમાં આવવા ઈચ્છતા નથી તે અનાગમનધર્મી કહેવાય છે. શાસ્ત્રકારે તેઓને માટે કહ્યું છે કે લોકમાં જે અનાગમનધર્મી છે, તે જ સાચા મુનિ છે. જિનાજ્ઞાની સર્વોત્તમતા :[५ आणाए मामगंधम्मं, एस उत्तरवादे इह माणवाणं वियाहिए।
एत्थोवरएतं झोसमाणे आयाणिज्जपरिण्णाय परियाएण विगिचइ । શબ્દાર્થ :- આળાપ = તીર્થકરોની આજ્ઞા જ, મામi = મારો, પણ = આ, પૂર્વોક્ત, ૩રવારે = ઉત્કૃષ્ટવાદ, શ્રેષ્ઠસિદ્ધાંત, ૬ = આ લોકમાં, માનવામાં = ધર્મસાધકો માટે, મનુષ્યો માટે, પલ્યોવરણ = કર્મક્ષયના ઉપાય સ્વરૂપ સંયમમાં રત રહેનાર પુરુષ, તે = કર્મોને, ફોસલા = ક્ષય કરે છે, માથાનું = કર્મોના સ્વરૂપને, રિયાળ = પ્રવ્રયા દ્વારા, વિવિ = દૂર કરે છે. ભાવાર્થ :- આજ્ઞાનું પાલન કરવું એ જ મારો ધર્મ છે. આ લોકમાં મનુષ્યોના માટે તે ઉત્કૃષ્ટવાદસિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. આ સિદ્ધાંત મનુષ્યો જ પાળી શકે છે. આ સિદ્ધાંતમાં સ્થિર થઈ કર્મક્ષયના ઉપાય સ્વરૂપ સંયમમાં રત રહેનાર સાધક કર્મસ્વરૂપને જાણી સંયમ પર્યાય દ્વારા તે કર્મોને દૂર કરે છે, મુનિજીવન દ્વારા કર્મોનો ક્ષય કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં જિનાજ્ઞાની સર્વોત્તમતા સમજાવી છે. બાળ નીમાં :- પ્રભુ આજ્ઞામાં રહેવું, એ જ મારો ધર્મ છે, આચાર છે. સાધક સંયમ પાલનમાં અથવા કષ્ટો સહવામાં વિચાર કરે કે આ કષ્ટોને સહન કરતાં જિનાજ્ઞામાં રહેવું એ જ મારો મુનિધર્મ છે, સંયમાચાર છે. વૃત્તિકારે આ પ્રમાણે અર્થ કર્યો છે– (૧) ચારે બાજુથી જેની જાણ કરાય–બતાવાય તેને આજ્ઞા કહે છે, આજ્ઞાથી શાસ્ત્રાનુસાર કે શાસ્ત્રોક્ત આદેશાનુસાર મારા ધર્મનું સમ્યક રીતે પાલન કરીશ.(૨) ધર્માચરણનિષ્ઠ સાધક કહે છે– એકમાત્ર ધર્મ જ મારો છે, અન્ય સર્વ પરાયું છે, તેથી હું તીર્થકરની આજ્ઞાથી તેનું સમ્યક પાલન કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org