Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૩૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વૃત્તિકારે ઠાણાંગ સૂત્રનું ઉદ્ધરણ આપીને કહ્યું છે કે મુનિ પાંચ પ્રકારે ચિંતન કરીને પરીષહ સહન કરે૧. આ ઉપસર્ગ કરનાર વ્યક્તિ કોઈ યક્ષ(ભૂત-પ્રેત) આદિથી ગ્રસ્ત છે. ૨. આ પુરુષ પાગલ છે. ૩. આ અભિમાની છે. ૪. કોઈ જન્મમાં કરેલા મારા કર્મ જ ઉદયમાં આવ્યા છે તેથી આ પુરુષ મને આક્રોશ કરે છે, બાંધે છે, હેરાન કરે છે, મારે છે, સંતાપ આપે છે. ૫. આ કષ્ટોને સમભાવથી સહન કરવામાં આવે તો જ કર્મોની નિર્જરા થાય.
નિતિનઉમાણે પરિબા:- પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરતો મુનિ સંયમમાં વિચરણ કરે. અનુકુળ અને પ્રતિકુળ આ બે પ્રકારે પરીષહો બતાવ્યા છે. તેના માટે પારે-અUરે' શબ્દનો પ્રયોગ કર્યો છે.
ને યદિર ને ય દિરીમાં – (૧) 'નો અર્થ લજ્જા છે. જે પરીષહોથી લજ્જાનો અનુભવ થાય તે યાચના, અચલાદિ હી જનક પરીષહ કહેવાય છે તથા અલજ્જાકારી, શીત, ઉષ્ણાદિ જે પરીષહો છે તેને સદ્દીકના પરીષહ કહે છે. (૨) હારાણા, આ રીતે પાઠાંતર માનીને વ્યાખ્યાકારે તેનો અર્થ ક્રમથી આ પ્રમાણે કર્યો છે– સત્કાર, પુરસ્કારાદિ પરીષહ સાધુના મનને હરણ કરે છે, પ્રસન્ન કરે છે તે 'હારી' કહેવાય અને જે પરીષહ પ્રતિકૂળતાના કારણે મનને આકર્ષે નહિ અથવા મનને અનિષ્ટકારી હોય તે 'અહારી' પરીષહ કહેવાય છે. ધૂતવાદી મુનિએ આ ચારે ય પ્રકારના પરીષહોને સમભાવપૂર્વક સહન કરવા જોઈએ.
બાધાઓના પારગામી સાધુ :| ४ चिच्चा सव्वं विसोत्तियं फासं संफासे समियदसणे । एते भो णगिणा वुत्ता जे लोगसि अणागमणधम्मिणो । શબ્દાર્થ - જિન્ગ = ત્યાગ કરીને, વિત્તિયં = બાધાઓને, વિકલ્પોને, સંસે= સમભાવપૂર્વક સહન કરે, સમયસને = સમ્યગ્દષ્ટિ સાધુ, તે = તેઓ, બિT = ભાવનગ્ન, કુત્તા = કહ્યા છે, સામમિળો= દીક્ષા લઈ ફરી ગૃહસ્થ નહિ થતા.
ભાવાર્થ :- સમ્યગ્દર્શન સંપન્ન મુનિ સર્વ પ્રકારની શંકાઓ, વિકલ્પો છોડી, પરીષહોથી ઉત્પન્ન થયેલા દુઃખોને સમભાવથી સહન કરે.
હે શિષ્ય! લોકમાં જેઓ દીક્ષા લઈને ફરી ગૃહવાસમાં જતાં નથી તે ભાવનગ્ન-નિગ્રંથ કે અકિંચન કહેવાય છે.
વિવેચન :
વિશ્વ અન્ન વિત્તિ :- સમસ્ત વિસોતસિકાનો ત્યાગ કરીને.વિત્તિય શબ્દ પ્રતિકુળગતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org