Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ધૂત અધ્ય–૬, ૯ : ૧
અનુપુષ્લેખ મહામુળી :- આ પદોમાં શાસ્ત્રકારે મહામુનિ બનવાનો ક્રમ બતાવ્યો છે. તે ક્રમ આ પ્રમાણે છે– (૧) અભિસંભૂત (૨) અભિસંજાત (૩) અભિનિવૃત્ત (૪) અભિસંવૃદ્ધ (૫) અભિસંબુદ્ધ અને (૬) અભિનિષ્કાંત. આ છ સોપાન છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—
અભિસંમૂયા :– પોતે કરેલાં કર્મનાં ફળને ભોગવવા સૌથી પહેલાં પિતાનું વીર્ય અને માતાના રજના અભિષેક રૂપે સાત દિવસ સુધી કલલરૂપે રહેવું તે 'અભિસંભૂત' છે.
૨૩૧
अभिसंजाया :– સાત દિવસ પછી અર્બુદ રૂપ ધારણ કરી, અર્બુદથી પેશી અને પેશીથી ઘન રૂપ ધારણ કરે તે 'અભિસંજાત' કહેવાય છે.
અભિખિવટ્ટા :– ક્રમથી અંગ, પ્રત્યંગ, સ્નાયુ, શિરા, રોમાદિનું ઉત્પન્ન થવું તે 'અભિનિવૃત્ત' કહેવાય છે. અભિસંવુજ્જુTM :- જન્મથી લઈને સમજદાર થાય ત્યાં સુધીના ક્રમને 'અભિસંવૃદ્ધ' કહે છે.
अभिसंबुद्धा :- ધર્મશ્રવણ કરવા યોગ્ય અવસ્થાને પામી, પૂર્વનાં પુણ્યફળ સ્વરૂપ ધર્મકથા સાંભળી, ગુરુ આદિના નિમિત્તથી સમ્યગ્દર્શન તેમજ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી પુણ્ય-પાપાદિ નવ તત્ત્વોને સારી રીતે જાણી, સંસારના સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરવો તે 'અભિસંબુદ્ધ' કહેવાય છે.
अभिणिक्खंता - વૈરાગી બની ઘર, પરિવાર, ખેતર, વાડી, ધન સંપત્તિ આદિ સર્વનો ત્યાગ કરી, સાધુ જીવન માટે સંયમ અંગીકાર કરવો તે 'અભિનિષ્પ્રાંત' કહેવાય છે.
મહામુળ :- દીક્ષા લીધા પછી ગુરુ સમીપે શાસ્ત્રોનું ગહન અધ્યયન, રત્નત્રયની સાધનાદિથી ચારિત્ર પરિણામોની વૃદ્ધિ કરવી અને ક્રમથી ગીતાર્થ, સ્થવિર, તપસ્વી, પરિહારવિશુદ્ધ આદિ ઉત્તમ ચારિત્ર સ્થાનોને પ્રાપ્ત કરીને તે મહામુનિ થઈ જાય છે.
અભિસંભૂતથી લઈને અભિનિષ્પ્રાંત સુધીની ધૂત બનવાની આ પ્રક્રિયા જોતા એક તથ્ય સ્પષ્ટ થાય છે કે પૂર્વજન્મના સંસ્કાર, આ જન્મમાં માતાપિતાદિના લોહીના સંબંધથી ઉત્પન્ન સંસ્કાર તથા સામાજિક વાતાવરણથી મળેલા સંસ્કાર ધૂત બનવા આવશ્યક તેમજ ઉપયોગી થાય છે.
દીક્ષાર્થી સામે આવતા પ્રલોભનો :
८ तं परक्कमंतं परिदेवमाणा मा णे चयाहि इति ते वदंति । छंदोवणीया अज्झोववण्णा अक्कंदकारी जणगा रुयंति । अतारिसे मुणी णो ओहं तरए, जणगा जेण विप्पजढा ।
सरणं तत्थ णो समेइ । कहं णु णाम से तत्थ रमइ ? एयं णाणं सया समणुवासेज्जासि । त्ति बेमि ।
॥ ૧૪મો ઉદ્દેશો સમત્તો !
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org