Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોક વિજય અધ્ય-૨, : ૫.
[ ૮૭ ]
I jમો ૩દ્દેતો સમરો . શબ્દાર્થ :- i = માટે આ વાતને, નાદિ = સમજો, અમદં = જે હું, મિત્ર કહું છું, તેØ = કામ ચિકિત્સાનો, પતિ = પોતાને પંડિત માનતા, પવયનાને = કથન કરનાર, ઉપદેશક, ૨ = પ્રાણીઓનું,
રિસ્સામ ત્તિ = જે કાર્ય બીજાએ નથી કર્યું તે હું કરીશ આ પ્રમાણે, મામા = માનતો, ન વિ ય = જે કોઈને માટે પણ તે એવું, #= અહિત કરે છે, સોનું અને = સંગ કરવો જોઈએ નહિ, વા= અને, તે = તેનાથી, પ્રાણી હિંસાથી, વારે= ચિકિત્સા કરાવે છે, પર્વ= આ રીતે, પણ નાથ = કલ્પતું નથી. ભાવાર્થ :- હું જે કહું છું તે તમે જાણો અર્થાત્ આગળ કહેવામાં આવતા વિશેષ વિષયને પણ તમો સાંભળો અને સમજો. પોતાને ચિકિત્સા પંડિત કહેવડાવતા કેટલાક વૈદ્ય, સાવદ્ય ચિકિત્સામાં પ્રવૃત્ત હોય છે. તેઓ ચિકિત્સા માટે અનેક જીવોની હિંસા કરે છે, છેદન ભેદન કરે છે, પ્રાણીઓના સુખનો નાશ કરે છે, વિશેષ નાશ કરે છે. તેઓ પ્રાણીનો વધ કરે છે. પહેલાં કોઈએ જે નથી કર્યું તેવું હું કરીશ' એમ માનતા તે કોઈની પણ ચિકિત્સા કરે છે. તેવા અજ્ઞાનીના સમાગમથી પણ દૂર જ રહેવું જોઈએ અને જે આવી ચિકિત્સા કરાવે છે, તે પણ અજ્ઞાની છે, તેનાથી પણ દૂર રહેવું જોઈએ. તેની સંગતિ કે સંપર્ક કરવો જોઈએ નહિ. અણગારને આવી કોઈ પણ ચિકિત્સા કરવી કે કરાવવી કલ્પતી નથી. -એમ ભગવાને કહ્યું છે.
છે પાંચમો ઉદ્દેશક સમાપ્ત .
વિવેચન :
આ સૂત્રમાં હિંસાજન્ય ચિકિત્સાનો નિષેધ કર્યો છે. તેનું ત્રણ પ્રકારે સ્પષ્ટીકરણ થાય છે (૧) પૂર્વનાં સૂત્રોમાં કામ વિષયકનું વર્ણન હોવાથી પ્રસ્તુત સૂત્રમાં કામચિકિત્સાને લક્ષ્યમાં લઈને કથન કર્યું હોય તેમ જણાય છે. કામવાસનાની તૃપ્તિ માટે મનુષ્ય અનેક પ્રકારની ઔષધિઓનું સેવન કરે છે, શરીરના અવયવો ઢીલા કે શક્તિક્ષીણ થવા પર અન્ય પશુઓના અંગ, ઉપાંગ–અવયવ લગાડીને કામસેવનની શક્તિને વધારવાની ઈચ્છા કરે છે. તે નિમિત્તે વૈધ અનેક પ્રકારની હિંસા કરે છે. તેથી ચિકિત્સક અને ચિકિત્સા કરાવનાર બંને આ હિંસાના ભાગીદાર બને છે. સાધકને માટે આ પ્રકારની ચિકિત્સાનો અહીં નિષેધ કર્યો છે.
(૨) બીજો દષ્ટિકોણ વ્યાધિ ચિકિત્સા (રોગોપચાર)નો પણ છે.
શ્રમણ બે પ્રકારના છે– જિનકલ્પી અને સ્થવિરકલ્પી (૧) જિનકલ્પી શ્રમણ સંઘથી અલગ, સ્વતંત્ર, એકાકી રહી સાધના કરે છે. તે પોતાના શરીરની સાર સંભાળ, રોગોપચારાદિ કરતા નથી અને કરાવતા પણ નથી. (૨) સ્થવિરકલ્પી શ્રમણ સંઘ સાથે જીવન જીવે છે. સંયમયાત્રાનો સમાધિપૂર્વક નિર્વાહ કરવા માટે નિર્દોષ ભોજન અને નિર્દોષ ઔષધિ આદિનો ઉપયોગ કરીને સાધનાને જાળવી રાખે છે પરંતુ વિકલ્પી શ્રમણ શરીરના મોહથી બીમારી આદિના નિવારણ માટે હિંસક કે દોષિત ચિકિત્સા કરાવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org