Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૧૫]
પાંચમું અધ્યયન પરિચય 890898 209 28
આ અધ્યયનનું નામ છે– 'લોકસાર.'
લોક' શબ્દ અનેક દષ્ટિકોણથી અનેક અર્થોને બતાવે છે, જેમ કે નામલોક–'લોક' સંજ્ઞાવાળી કોઈપણ સજીવ કે નિર્જીવ વસ્તુ. સ્થાપનાલોક–ચૌદ રાજુ પ્રમાણ લોકની સ્થાપના, નકશામાં દોરવામાં આવેલું લોકનું ચિત્ર. દ્રવ્યલોક–જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળરૂપ છ પ્રકારનો છે. ભાવલોક–ઔદયિકાદિ છ ભાવાત્મક લોક કે સર્વદ્રવ્ય-પર્યાયાત્મક લોક અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયલોક. ગૃહસ્થલોક આદિ માટે પણ 'લોક' શબ્દ નો પ્રયોગ થાય છે.
અહીં સૂત્રમાં 'લોક' શબ્દ મુખ્યરૂપે પ્રાણીલોક–સંસારના અર્થમાં વપરાયો છે.
'સાર' શબ્દના પણ અનેક અર્થ થાય છે–નિષ્કર્ષ, નિચોડ, તાત્પર્ય, તત્ત્વ, સર્વસ્વ, નક્કર, પ્રકર્ષ, સાર્થક, સાર સ્વરૂપ આદિ.
સાંસારિક ભોગપરાયણ લોકોની દષ્ટિમાં ધન, કામભોગ, ભોગસાધન, શરીર, જીવન, ભૌતિક ઉપલબ્ધિઓ આદિ સાર સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ આધ્યાત્મિક દષ્ટિએ આ સર્વ પદાર્થ સાર રહિત છે, ક્ષણિક છે, નાશવંત છે, આત્માને પરાધીન બનાવનાર છે અને અંતે દુઃખદાયી છે માટે તેમાં કોઈ સાર નથી.
આધ્યાત્મિક દષ્ટિએ મોક્ષ, પરમપદ, પરમાત્મપદ, શુદ્ધ નિર્મળ, જ્ઞાનાદિ સ્વરૂપ આત્મા, મોક્ષ પ્રાપ્તિના સાધન-ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ, સમત્વાદિ સાર સ્વરૂપ છે.
નિર્યુક્તિકારે લોકસારના સંબંધમાં પ્રશ્ન ઊઠાવીને સમાધાન કર્યું છે કે લોકનો સાર ધર્મ છે, ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ–મોક્ષ છે.
लोगस्ससारं धम्मो, धम्मपि य नाणसारियं विति । ના સંગમાં , સંગમા ઘનિષ્ણાઈ ર૪૪|-- (આચા. નિયુક્તિ ,આચા. ટીકા)
લોકસાર અધ્યયનનો અર્થ થયો–સર્વ જીવલોકના સારભૂત મોક્ષાદિના વિષયમાં ચિંતન અને કથન કરવું.
લોકસાર અધ્યયનનો ઉદ્દેશ્ય છે– લોકના સારભૂત પરમપદ (પરમાત્મા, આત્મા અને મોક્ષ)ના વિષયમાં સાધક પ્રેરણા પ્રાપ્ત કરે અને મોક્ષથી વિપરીત આશ્રવ, બંધ, અસંયમ, અજ્ઞાન અને મિથ્યાદર્શનાદિનું સ્વરૂપ તથા તેના પરિણામોને સારી રીતે જાણીને સાધક તેમનો ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org