Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોકસાર અધ્ય–૫, ઉઃ ૫
असमियं ति मण्णमाणस्स एगया समिया होइ, असमियं ति मण्णमाणस्स एगया असमिया होई ।
શબ્દાર્થ :- સક્રિસ્સ = ધર્મશ્રદ્વાળુ, સમણુળK = રુચિસંપન્ન, વૈરાગ્યથી જેનો આત્મા ભાવિત હોય, સંપન્વયનાગજ્ઞ = પ્રવ્રજ્યા અંગીકાર કરતાં, સમિય ત્તિ = જિનવાણી સત્ય છે એમ, મળમાળK = માનનાર પુરુષ, માનતા છતાં, નાયા = એકદા, ક્યારેક,પછી પણ, સમિયા હોર્ = સમ્યક્ જ રહે છે, સમિયંતિ - તીર્થંકરોક્ત પદાર્થને સત્ય છે એમ, અસમિયા હોદ્દ = અસમ્યક્ માનનાર થઈ જાય છે, અસમિય તિ = અસમ્યક્ છે એમ.
૨૦૫
ભાવાર્થ :- શ્રદ્ધાવાન અને ચિસંપન્ન તેમજ પ્રવ્રજ્યાને સમ્યક્ પ્રકારે સ્વીકાર કરનાર કોઈ મુનિ જિનોક્ત તત્ત્વને કે આચારને પહેલાં સમ્યક્ માને છે અને પછી પણ સમ્યક્ જ રહે છે. કોઈ મુનિ પહેલાં સમ્યક્ માને છે પરંતુ પછી તેનો વ્યવહાર અસમ્યક્ થઈ જાય છે. કોઈ મુનિ પહેલાં (અલ્પજ્ઞાનના કારણે) અસમ્યક્ માને છે પરંતુ પાછળથી શંકાનુ સમાધાન થઈ જવાને કારણે તેનો વ્યવહાર સમ્યક્ થઈ જાય છે. કોઈ સાધક પહેલાં તત્ત્વ કે આચારને અસમ્યક્ માને છે અને પછી પણ કુતર્ક બુદ્ધિના કારણે અસમ્યક્ જ માને છે.
વિવેચન :
સગ્નિલ્સ ખેં સમગુĪK :– સંયમ સ્વીકારનાર શ્રદ્ધાળુ અને ચિ સંપન્ન સાધકની વિચારધારા
સંયમાચાર પ્રત્યે દર્શનમોહ કે ચારિત્રમોહના ઉદય અને ક્ષયોપશમના પ્રભાવે પરિવર્તિત થઈ શકે છે અથવા તેમજ રહી શકે છે. તે સર્વ સ્થિતિની પ્રરૂપણા આ સૂત્રમાં ચાર વિકલ્પોથી કરી છે, તેનો ભાવ આ પ્રમાણે છે– શ્રદ્ધાવાન અને ચિસંપન્ન આત્માઓ દીક્ષિત થયા પછી (૧) સંયમની સર્વ પરિસ્થિતિઓ અથવા વિધિ વિધાનોને પ્રારંભથી અંત સુધી સમ્યક્ જ માને છે, સમ્યગ્ રૂપે પરિણમાવે છે. (૨) કોઈ પ્રારંભમાં સંયમ વિધિઓ અને પરીષહ, ઉપસર્ગોને સહન કરી શકવાથી સંયમને ઉચિત સમજે છે પરંતુ પછી સહન ન થવાથી ગભરાઈ જાય છે, તે જિનાજ્ઞાને અસમ્યગ્ સમજે છે.(૩) કોઈ સાધક પ્રારંભમાં સંસ્કાર, ક્ષમતાની ન્યૂનતાના કારણે જિનોક્ત આચારોને અસમ્યક્ માને છે પરંતુ પાછળથી ક્ષમતા અને જ્ઞાનની વૃદ્ધિ થવાથી સમસ્ત આચાર, નિયમો, પરીષહો આદિને સમ્યક્ સમજે છે અને સમ્યક્ રૂપે જ પરિણમાવે છે. (૪) કોઈ અલ્પસત્ત્વ સાધક પ્રારંભથી અંત સુધી સંયમનિયમોની કઠોરતાથી દુઃખી થાય છે, તેને કષ્ટદાયક સમજે છે. સાધક પોતાની વિચારધારાને જ્ઞાન દ્વારા પરિમાર્જિત કરે.
સંપ્રેક્ષણનો દિશાવબોધ -
४ समियं ति मण्णमाणस्स समिया वा असमिया वा समिया होइ उवेहाए, असमियं ति मण्णमाणस्स समिया वा असमिया वा असमिया होइ उवेहाए । उवेहमाणो अणुवेहमाणं- बूया - उवेहाहि समियाए,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org