Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
(૯) દશવૈકાલિક સૂત્રના ૯મા અધ્યયનમાં વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ, આચારસમાધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
૨૦૪
અણુાચ્છમાળેહિં અગપુરા∞માળે હૈં ૫ નિષ્વિો :– આજ્ઞાનુસાર ચાલનારા બીજા આજ્ઞાનુસાર નહિ ચાલનારને કેમ સમજાવી શકતા નથી ? આજ્ઞાનુસાર નહિ ચાલનારા આજ્ઞાનુસાર ચાલનારાઓ દ્વારા આચરિત સાચા માર્ગને કેમ સમજી શકતા નથી ? આ બંને પ્રકારના સાધુ અરસપરસ શાસ્ત્રને સમજી, સમજાવીને કેમ એક થઈ જતાં નથી, આ કેવું ધર્મશાસ્ત્ર કે ધર્મ શાસન ? જે એક બીજાને એકતાથી રહેવાનું પણ શીખવી શકે નહીં. શુક્રાચારી શિથિલાચારીને શિથિલાચારથી છોડાવી શકતા નથી અથવા તો શિથિલાચારી શુદ્ધાચારીને જોઈને, સમજીને પોતાના શિથિલાચારને છોડી શકતા નથી ? તેનાથી નિવૃત્ત થઈ શકતા નથી ? આવી શંકા, કુશંકાઓનું નિમ્નોક્ત રીતે સમાધાન કરવું જોઈએ– तमेव सच्च णीसंकं जं जिणेहिं पवेइयं :- જિનેશ્વર ભગવંતોએ જે માર્ગ બતાવ્યો છે, જે તત્ત્વ અને આચાર કહ્યા છે, તે સત્ય છે, નિઃશંક છે; તેમાં જરાપણ સંદેહ કરવો યોગ્ય નથી કારણ કે સર્વજ્ઞ અને સર્વદર્શી વીતરાગ પ્રભુના વચન પૂર્ણ શ્રદ્ધેય છે. વ્યક્તિગત જીવોના ચારિત્રમોહનીય કર્મના ઉદયના કારણે તેઓના આચાર પાલનમાં ભિન્નતા દેખાય દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમની ભિન્નતાના કારણે તેઓની શ્રદ્ધા પ્રરૂપણામાં પણ ભિન્નતા થઈ શકે છે અને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની તરતમતાના કારણે સમજણ અને સમજાવવાની પદ્ધતિમાં ફેરફાર થાય છે. છદ્મસ્થોમાં આવો ફેરફાર થવો તે કોઈ આશ્ચર્યકારી બીના નથી પરંતુ તેથી વીતરાગ માર્ગમાં શંકા કરવાની આવશ્યકતા નથી. માટે પ્રસ્તુત સૂત્ર વાક્ય ' આપણી શ્રદ્ધાને દઢ રાખીને સર્વ શંકાઓથી મુક્ત કરે છે. જિનવાણી, જિનાજ્ઞા પ્રત્યે અતૂટ, અગાઢ શ્રદ્ધા હૃદયમાં રાખવી જોઈએ. કદાચ કોઈ શંકા થઈ જાય અથવા તો વસ્તુ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ ન સમજાય તો વિચારવું જોઈએ કે–
वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद् वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ॥
મિથ્યા–વિપરીત ખોટું બોલવાના મુખ્ય બે કારણ છે. (૧) કષાય અને (૨) અજ્ઞાન. આ બંને કારણોથી રહિત વીતરાગ સર્વજ્ઞ કયારેય પણ મિથ્યા બોલતા નથી. માટે તેઓનું વચન, સત્ય, તથ્ય છે અને વસ્તુ સ્વરૂપનું યથાર્થ દર્શક છે.
ભગવતીસૂત્રમાં કાંક્ષા મોહનીય કર્મના નિવારણાર્થે પણ આ જ સૂત્ર વાક્યથી દઢ શ્રદ્ધા રાખવાનો
નિર્દેશ કરેલ છે.
Jain Education International
પ્રવ્રુજિતના પરિવર્તિત પરિણામો ચૌભંગી :
३ सड्डिस्स णं समणुण्णस्स संपव्वयमाणस्स समियं ति मण्णमाणस्स एगया समिया होइ, समियं ति मण्णमाणस्स एगया असमिया होइ,
For Private Personal Use Only
www.jainelibrary.org