Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-પ, ઉ: ૬
[ ૨૧૧ |
જોઈએ અને ગુરુ સાનિધ્યમાં રહી પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. વિવેચન :
આ સૂત્રમાં તીર્થકરોની આજ્ઞાનું પાલન નહીં કરનારા સાધકોનો નિર્દેશ કરી સર્વ સંયમ સાધકોને સાવધાન કર્યા છે અને ગુરુ સાંનિધ્યમાં રહી યોગ્યતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે.
સોનલ વિકાળ :- આ બંને પદ આગમના પારિભાષિક શબ્દ છે. વૃત્તિકારે આ બંને શબ્દોનો અર્થ આ પ્રમાણે કર્યો છે– અનાજ્ઞામાં સોપસ્થાન અને આજ્ઞામાં ઉપસ્થાન રહિત.
(૧) ઉપસ્થાન શબ્દ અહીં ઉદ્યમશીલ રહેવું કે પુરુષાર્થ કરવો, એ અર્થમાં છે. અનાજ્ઞા એટલે તીર્થકરાદિના ઉપદેશથી વિરુદ્ધ, પોતાની સ્વચ્છંદ બુદ્ધિથી અનાચારનું સેવન કરવું. જે ઈન્દ્રિયોના દાસ છે, પોતાના જ્ઞાન, તપ, સંયમ, શરીર–સૌન્દર્ય, વાચાળતાદિના અભિમાનથી ગ્રસ્ત છે, સદ્ અસહ્ના વિવેકથી રહિત છે છતાં અમે પણ દીક્ષિત સાધક છીએ, આવી અભિમાની વ્યક્તિ અનાજ્ઞામાં ઉદ્યમી કહેવાય છે. તેઓ દેખાવમાં ધર્માચરણ કરી રહ્યા છે તેવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તો સાવધ આચરણયુક્ત હોય છે. (૨) આજ્ઞામાં જે અનુદ્યમી હોય છે, તે આજ્ઞાના પ્રયોજનને, મહત્ત્વને અને તેના લાભને ભલે સમજતા પણ હોય, કુમાર્ગ તરફ તેનું મન જવા માગતું પણ ન હોય પરંતુ આળસ, પ્રમાદ, બેદરકારી, સંશય, ભ્રાંતિ, વ્યાધિ, બુદ્ધિની મંદતા, આત્મશક્તિના અવિશ્વાસાદિના કારણે તેઓ તીર્થકરોએ કહેલાં ધર્માચરણ પ્રત્યે ઉદ્યમશીલ બનતા નથી.
બંને પ્રકારના સાધકો સંયમારાધના માટે યોગ્ય નથી કારણ કે કુમાર્ગનું આચરણ અને સન્માર્ગનું અનાચરણ બંને છોડવા યોગ્ય છે. તીર્થકરનું દર્શન છે– અનાજ્ઞામાં નિરાધમ અને આજ્ઞામાં ઉદ્યમ કરવો.
તલ્ફીણઃ- આ પાંચ પદોનો અર્થ તીર્થકરને અનુરૂપ અને આચાર્ય–ગુરુને અનુરૂપ, આમ બંને પ્રકારે કરી શકાય છે કારણ કે તે બંને ય દેવ અને ગુરુ સાધક માટે સમર્પણીય હોય છે. આ પાંચે ય પદોનો અર્થ અને વિવેચન ચોથા ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે.
સાધકની સ્વાવલંબી સાધના :| २ अभिभूय अदक्खु । अणभिभूए पभूणिरालंबणयाए, जे महं अबहिंमणे ।
શબ્દાર્થ :- જય = પરીષહ ઉપસર્ગોને જીતીને જેણે, અલવરઘુ = સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અનુભવ કર્યો છે, અપમૂખ = પરીષહ ઉપસર્ગોથી પરાભવ નહીં પામનારા, પમ્ = સમર્થ હોય છે, રિસંવાયા = નિરાલંબન રહેવામાં, ને = જે ક્યારેય, મહું = સંયમથી, મોક્ષમાર્ગથી, અહમને = બહિર્મના થતા નથી, મનને બહાર જવા દે નહીં અર્થાતુ મનને સંયમમાં સ્થિર રાખે છે, તેઓ સ્વતંત્ર વિચરણ કરવામાં તીર્થકરની આજ્ઞા બહાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org