Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-૫, :૧
૧૬૯ ]
શબ્દાર્થ :- સંત = વિષય સુખની અંદર, જન્મ મરણની અંદર, નેવ= નથી, દૂર = મોક્ષથી દૂર, વિષય સુખોથી દૂર પણ, તે પાછું = તે જુએ છે, બુલિનિન = જલબિન્દુની જેમ, સુસ = કુશાગ્રે, પy M = હાલવાથી, વિઠ્ય = પડી જાય છે, વારિકં = પવનના ઝપાટાથી, પર્વ = એજ રીતે, વાલોલ = અજ્ઞાનીનું, નવિય = જીવન, બસ = મંદબુદ્ધિ, વિવાઓ = પરમાર્થને નહિ જાણનાર, અજ્ઞાની, વજૂના ગ્લારું = દૂર કર્યો, પશુષ્યનો = કરતો, વારે = બાળ જીવ, તેજ પુણેખ = તે દુઃખથી, મૂકે = મૂર્ખ, વિપૂરિયાતમુ = વિપર્યાસ–દુઃખને પ્રાપ્ત કરે છે, મોળ = મોહથી, છN = ગર્ભને, નરણા = મરણાદિને, પ્ર = પ્રાપ્ત કરે છે, પલ્પ મોરે = આ મોહથી સંસારભ્રમણ કરે છે. ભાવાર્થ :- કામનાઓનું નિવારણ કરનાર સાધક મૃત્યુની સીમામાં રહેતા નથી કે મોક્ષથી દૂર રહેતા નથી. તે ત્યાગી પુરુષ જાણે છે કે તૃણના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ ઉપર બીજું બિંદુ પડવાથી અથવા વાયુના ઝપાટાથી તે નીચે પડે છે. તેવી જ રીતે અજ્ઞાની, અવિવેકી, પરમાર્થને નહિ જાણનાર જીવોનું જીવન પણ અસ્થિર છે. તે બાળ–અજ્ઞાની અજ્ઞાનના કારણે હિંસાદિ દૂર કર્મ કરતા, દુઃખથી મૂઢ બની વિપરીતતાને પ્રાપ્ત થાય છે. મોહના કારણે તે વારંવાર ગર્ભ અને જન્મ મરણને પ્રાપ્ત થાય છે. તેઓ જન્મ મરણની પરંપરારૂપ સંસારમાં જ વારંવાર મોહથી પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પૂર્વ સૂત્રમાં કામભોગ ત્યાગવામાં અસમર્થ જીવોની અવસ્થાનું કથન છે અને આ સૂત્રમાં બાલ જીવોના દુઃખની પરંપરાનું દર્શન કરાવી વિષયભોગના ત્યાગી સાધકોને સાધના માટે પ્રોત્સાહિત કર્યા છે.
વ સે તો જીવ ને દૂર -કામભોગના ત્યાગી સાધક જન્મમરણના ચક્રમાં પણ નથી અને મોક્ષથી દૂર પણ નથી. આ વાક્યના બીજા પણ વૈકલ્પિક અર્થ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) સમ્યગ્દષ્ટિ પુરુષ ગ્રંથી ભેદ થઈ જવાના કારણે કર્મોની લાંબી સ્થિતિમાં રહ્યા નથી અને દેશોન ક્રોડાક્રોડી કર્મ સ્થિતિ રહેવાના કારણે કર્મોથી દૂર પણ નથી. (૨) કેવળજ્ઞાનીને ચારઘાતિ કર્મોનો ક્ષય થઈ જવાથી તે સંસારમાં નથી અને ભવોપગ્રાહી ચાર અઘાતિ કર્મો બાકી હોવાથી સંસારથી દૂર પણ નથી. (૩) જે સાધક શ્રમણવેશ લઈને વિષય-સામગ્રીને ત્યાગી દે છે પરંતુ અંત:કરણથી કામના છોડી શકતા નથી, તે ભાવથી નિગ્રંથ દશામાં નથી અને સાધુવેશના કારણે દ્રવ્ય સંયમથી દૂર પણ નથી. વાનરૂ, મસ, વિયાળો :- આ ત્રણ સમાનાર્થક શબ્દો એકજ સૂત્રમાં આવ્યા છે. તેનો વિશેષાર્થ આ પ્રમાણે છે- (૧) વાસ– બાલકની જેમ સાવ અજાણ. (૨) મંદ્ર- અલ્પબુદ્ધિ, પ્રજ્ઞા સંપન્નતાનો અભાવ, હિતાહિતનો નિર્ણય કરવામાં અસમર્થ. (૩) વિયાળ -પ્રજ્ઞા સંપન્ન હોવા છતાં અજ્ઞાનદશા કે મિથ્યાત્વ દશાના કારણે મોક્ષ કે ધર્મના મર્મના અજાણ. સંસારના ઘણાં પ્રાણીઓ આવી અજ્ઞાનદશાના કારણે અસ્થિર અને ક્ષણભંગુર જીવનને અજર અમર માની સુખ માટે દૂર કર્મ કરે છે, સુખને બદલે દુઃખ પામે છે, વારંવાર જન્મ મરણને પ્રાપ્ત કરતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org