Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-૫, :૪
| ૧૯૭ |
તેનાથી મને શું પ્રયોજન અને એમ પણ વિચારે કે આ લોકમાં જે સ્ત્રીઓ છે તે સામાન્ય પુરુષને અત્યંત મોહ ઉત્પન્ન કરનારી હોય છે. હું તો સહજ આત્મિક સુખથી સુખી છું. સંયમમાં ઉપસ્થિત છું. આ રીતે વિરક્ત થવાની ચિંતવના કરે.
વિવેચન :
આ સુત્રમાં બ્રહ્મચારી સાધકને દીર્ઘદષ્ટા, જ્ઞાની, ઉપશાંત, સમિત અને યત્ના કરનાર એવા ગુણોથી વિભૂષિત કરી તેને બ્રહ્મચર્યમાં સાવધાન કરવા વિવિધ પ્રકારે માર્ગદર્શન આપ્યું છે.
સર્વપ્રથમ બ્રહ્મચર્યભાવોની સમાધિ માટે સ્ત્રીઓ પ્રતિ વિમુખતાભર્યું ચિંતન કરવાનો નિર્દેશ કર્યો છે. જેમ કે(૧) હું વિMહિવેઃ - સ્ત્રીઓને જોઈને તેના પ્રતિ આકર્ષિત ન થાય પરંતુ વિમુખ ભાવે વૈરાગ્ય યુક્ત ચિંતન કરે અર્થાતુ રાગભાવ ઉત્પન્ન ન થાય, વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય એવા વિવિધ આગમ ચિંતનોને
સ્મૃતિ પટપર ઉપસ્થિત કરે. (૨) મિસ ગળો રિસરૂ :- આ સ્ત્રીઓ મારા આત્માનું શું હિત કરશે? હું તો આત્માર્થી, આત્મગુણવર્ધક છું, તો તેનાથી મને શું લાભ થશે? આ પ્રકારનું પ્રતિવેદન, પરાશમુખતાનું ચિંતન કરે, આત્માને અશુચિ ભાવનાથી ભાવિત કરે. (૩) પણ તે પરમાર - કામુક પુરુષો માટે આ લોકમાં સ્ત્રી પરમ રમણીય, પરમ આકર્ષણનું કારણ છે પરંતુ સંયમી આત્માર્થી બ્રહ્મચારી માટે તેના રૂપરંગ, મનોહરતા વગેરે કંઈપણ હિતકારી નથી. તેઓને સ્ત્રી સંગને કીચડની જેમ સમજી સાવધાનીથી પાર પામે. સ્ત્રીઓ પ્રમાદી લોકો માટે પરમ સુખનું સ્થાન છે. જે કામુક છે, વિષયલોલુપી છે, તે સ્ત્રીઓને સુખનું કારણ માને છે પરંતુ હું તો સંયમ દ્વારા સહજ આત્મસુખને પ્રાપ્ત કરવા ઉદ્યમશીલ થયો છું, આ સ્ત્રી જન મને શું સુખ આપશે? તે તો મને વિષય સુખોમાં લીન કરીને સંયમધન લૂટીને અસંયમજન્ય દુઃખની પરંપરા જ પ્રાપ્ત કરાવશે. ચલવિચલ પરિણામોની ચિકિત્સા :| ६ मुणिणा हु एयं पवेइयं- उब्बाहिज्जमाणे गामधम्मेहिं अवि णिब्बलासए, अवि ओमोयरिय कुज्जा, अवि उड्ढ ठाण ठाएज्जा, अविगामाणुगाम दूइज्जेज्जा, अवि आहारं वोच्छिदेज्जा, अविचए इत्थीसुमणं । पुव्वंदंडा पच्छा फासा, पुव्वं फासा पच्छा दंडा। इच्चतेकलहासंगकरा भवति । पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाए । त्ति बेमि । શબ્દાર્થ :- મુળ = મુનિએ, તીર્થકરોએ, ૩mદિનની = પીડિત થતાં સાધુ, મધુરં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org