Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૧૯૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
= ઈન્દ્રિયોના વિષયો અંગે, વ = અથવા,
પિતા = અંત-પ્રાંત, લુખો સૂકો નીરસ આહાર કરે, નોવિં સુજ્ઞ = ઊણોદરી તપ કરે, ૩૩i aણજ્ઞા = ઊભા રહીને ધ્યાન કરે, કાયોત્સર્ગ કરે, આહારં વચ્છિન્ના = આહારનો ત્યાગ કરે, ફર્થીનું = સ્ત્રીઓથી, માં વ = મન હટાવી
રંડ = પહેલા કષ્ટ થાય, પછી = પછી, IT = સુખ થાય, પુષ્ય પાસા = પહેલાં સ્ત્રી સ્પર્શ સુખ થાય, પછી ઠંડા = પાછળથી કષ્ટ ભોગવવું પડે, નરકાદિની વેદના, રૂવેતે = આ પ્રકારના તે સ્ત્રી સંબંધ, નહાર = કલેશ અને કર્મબંધ વધારનાર, મવતિ હોય છે, પડિહાણ = આ વિચાર કરીને, આને ઘા = જાણીને, સમજીને, અગતેવા = સેવન નહિ કરવાની, આવેળા = આત્માને આજ્ઞા આપે. ભાવાર્થ :- ક્યારેક સાધક સ્વયં વાસનાથી પ્રભાવિત થઈ જાય તો તેને માટે તીર્થકરોએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો છે કે ગ્રામધર્મ– ઈન્દ્રિયોના વિષય અંગે પીડિત મુનિ પરિણામોની શુદ્ધિ માટે (૧) લૂખો-સૂકો નીરસ આહાર કરે (૨) ઊણોદરી કરે–અલ્પઆહાર કરે (૩) ઊભા રહીને કાયોત્સર્ગ કરે (ઠંડી કે ગરમીમાં ઊભા રહીને આતાપના લે) (૪) ગ્રામાનું ગ્રામ વિહાર કરે (૫) આહારનો ત્યાગ(અનશન) કરે. આમ કોઈ પણ રીતે સ્ત્રી પ્રત્યે આકર્ષિત મનને સંયમ ભાવમાં સ્થિર કરે.
મુનિ વિચાર કરે કે સ્ત્રીના સંગમાં આસક્ત વ્યક્તિને ક્યારેક તે સંયોગ પ્રાપ્ત કરવામાં પહેલાં દુઃખ પ્રાપ્ત થાય છે, પછી ભોગમાં ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય છે અથવા ક્યારેક પહેલાં સ્ત્રીસુખ પ્રાપ્ત થઈ જાય તોપણ પછી તેના નિમિત્તે પારિવારિક કષ્ટો અથવા તો જેલ, નરકાદિના દુઃખો મળે છે માટે આ કામભોગ કલેશ, અશાંતિ અને કર્મબંધની વૃદ્ધિ કરાવનારા છે. સ્ત્રીના સંગથી પ્રાપ્ત થનારાં દુષ્પરિણામોનો વિચાર કરીને આગમથી તથા અનુભવથી સમજીને તેનું સેવન નહિ કરવાની આત્માને આજ્ઞા આપે અર્થાત્ સ્ત્રીનો સસંર્ગ નહિ કરવાનો દઢ સંકલ્પ કરે. વિવેચન :
સાવધાન રહેવા છતાં ક્યારેક કોઈ અસાવધાની થઈ જાય, અથવા સ્વાભાવિક વેદમોહનો પ્રબળ ઉદય થઈ જાય તો તેની ચિકિત્સાની ક્રમિક વિધિ આ સૂત્રમાં બતાવી છે.
કોઈ પણ પરિસ્થિતિમાં અનાચાર સેવન-કુશીલ સેવન તો ન જ કરવું જોઈએ પરંતુ ચલ-વિચલ પરિણામોની ચિકિત્સા આગમોક્ત વિધિથી કરવી જોઈએ. યથા- ૩વાદળને મધમ્મદં જો પ્રબળ રૂપે કાય પરિચારણાની ઈચ્છા થાય, ચિત્ત વ્યાકુળ બને, કુશીલ સેવન માટે તેનું અંતઃકરણ વ્યગ્ર બની જાય, ત્યારે શીઘ્રતાથી નિમ્નોક્ત ઉપાયોનું સેવન કરવું જોઈએ. (૧) કવિ બિશ્વાનાસા :- આ પ્રથમ પ્રકારના ઉપચારમાં ભોજ્ય પદાર્થોમાં અત્યંત સામાન્ય પદાર્થ ગ્રહણ કરે, મનોજ્ઞ આહારનો ત્યાગ કરીને અલ્પ દ્રવ્યોનો જ આહાર કરે. શરીરને માત્ર ટકાવવા માટે લુખો સૂકો નીરસ, વિગયરહિત આહાર કરે જેથી શરીરમાં ધાતુઓની પુષ્ટી ન થાય, તો કામોત્તેજના શાંત થઈ શકે છે. (ર) ોનોરિયં શુન્ના :- બીજા ઉપચારમાં અલ્પ ભોજન-ઊણોદરી કરે.નિરંતર ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org