Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોકસાર અધ્ય–૫, ૯ : ૪
भिक्खुणो। वयसा वि एगे बुइया कुप्पंति माणवा । उण्णयमाणे य णरे महया मोहेण मुज्झइ । संबाहा बहवे भुज्जो भुज्जो दुरतिक्कमा अयाणओ अपासओ । एयं ते मा होउ । एयं कुसलस्स दंसणं । શબ્દાર્થ :- - શામળુ'IIમ = એક ગામથી બીજે ગામ, ડ્બ્ઝમાળલ્સ = વિચરણ કરતાં, ફુગ્ગાય કુપ્પવત મવદ્ = વિહાર અને વ્યવહાર અકલ્યાણરૂપ બને છે, અવિયત્તસ્સ = અવ્યક્ત, અસમર્થ, અગીતાર્થ એકલા, મિવન્તુળો= ભિક્ષુ માટે, વયસા = વચનથી, વિ જ્ઞે= પણ કોઈ, વુડ્યા = કહેતાં, પ્રેરતાં, ધ્રુષ્નતિ = ગુસ્સે થાય છે, માળવા = મનુષ્ય, ૩૫યમાળે = અત્યંત અભિમાન કરતાં, મહા = મહાન, મોહેળ = મોહથી, મુાર્ = મૂંઝાઈ જાય છે, મૂઢ બની જાય છે, સંવાહT = બાધાઓ, વિઘ્નો, વહવે= ઘણા, દુરવમા= ઉલ્લંધન કરવાનું કઠિન, અયાળો-અજ્ઞાની, અપક્ષો-અતત્ત્વદર્શી, S = આ બાધાઓ, તે – તમને, મા હોડ= ન થાય, Ë = આ, હુસતક્ષ્ણ વલળ – કુશળ પુરુષોનું
દર્શન–અભિપ્રાય.
ભાવાર્થ :- જે સાધુ જ્ઞાન અને વયથી અપરિપક્વ છે તેને એકલા ગ્રામાનુગ્રામ વિચરણ કરવું અયોગ્ય છે અને તેનું તે દુ:સાહસપૂર્વકનું પરાક્રમ છે. કોઈ અપરિપક્વ એકલ વિહારી સાધક થોડાક પ્રતિકૂળ વચન સાંભળતાં જ ક્રોધિત થઈ જાય છે. પોતાને શ્રેષ્ઠ માનનારા તે અભિમાની સાધક સ્વલ્પ માન-અપમાનમાં પણ પ્રબળ મોહથી મૂઢ થઈ જાય છે, વિવેક રહિત થઈ જાય છે.
૧૯૧
તે અપરિપક્વ સાધકને એકલા વિચરતાં અનેક પ્રકારના ઉપસર્ગો તેમજ રોગાંતકાદિ પરીષહ જનિત પીડાઓ વારંવાર આવે, ત્યારે તે અજ્ઞાની, અતત્ત્વદર્શીને તે પીડાનો પાર પામવો અત્યંત કઠિન થઈ જાય છે, તેના માટે તે દુર્લધ્ય હોય છે. એકલ વિહારી થવાની આ મનોભાવના અથવા સૂત્રોક્ત આવી દુર્દશા તમારી ન થાય, તે માટે તીર્થંકરોનો આ હિતોપદેશ છે.
વિવેચન :
આ સૂત્રમાં અવ્યક્ત-અપરિપક્વ સાધુના એકાકી વિચરણનો નિષેધ કર્યો છે. વૃત્તિકા૨ે અવ્યક્તના લક્ષણ કહીને ચૌભંગી બતાવી છે. અવ્યક્ત સાધુના બે પ્રકાર છે– શ્રુતજ્ઞાનથી અવ્યક્ત અને વયથી અવ્યક્ત.
(૧) જે સાધુએ 'આચાર પ્રકલ્પ'નું અર્થ સહિત અધ્યયન કર્યું નથી, બીજા પણ ઉત્સર્ગ અપવાદરૂપ આચાર શાસ્ત્રના વિધિનિષેધોને સમજ્યા નથી, તે શ્રુતથી અવ્યક્ત છે.(૨) એકાકીચર્યા માટે ચાલીસ(૪૦) વર્ષ સુધીની વય અવ્યક્ત કહેવાય છે કારણ કે વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં ૪૦ વર્ષથી ઓછી ઉંમરવાળાને આચાર્ય–ગુરુની નિશ્રા વિના રહેવાનો નિષેધ છે. તે સૂત્રની વ્યાખ્યામાં બતાવ્યું છે કે ૪૦ વર્ષ પછી પ્રૌઢ વય કહેવાય છે. તેની પહેલાની વય તરુણ કહેવાય છે. તરુણને આચાર્યની નેશ્રા વિના રહેવાનો મૂળપાઠમાં નિષેધ છે.
અવ્યક્તનો સીધો સરળ અર્થ એ છે કે જે સમ્યગ્દર્શન તેમજ સમ્યક્ આચારમાં ગુરુ સાનિધ્યથી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org