Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-૫, :૧
૧૭૧ |
પરિજ્ઞાથી ત્યાગ કરે છે, જે ક્યારે ય કુશીલનું સેવન કરતા નથી, તે જ સાધક વાસ્તવમાં સંસારત્યાગી અર્થાત્ સંસાર મુક્ત થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૬માં અધ્યયનની ૧૪ મી ગાથામાં કહ્યું છે કે– સંe સવ્વા વને પદાપર્વ = બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન કરનારા સર્વ બાધક તત્ત્વોને જાણી વિવેકવાન સાધક તેનો ત્યાગ કરે. અહીં પણ તે શંકા સ્થાનોને સંશય' શબ્દથી દર્શાવેલ છે માટે સાધક બ્રહ્મચર્યના પાલનની ભાવનાને ચલ–વિચલ કરનાર પ્રવૃત્તિઓ, આચરણોને સમજીને ત્યાગ કરે, તેનાથી દૂર રહે અને બ્રહ્મચર્યના પરિણામોને દઢ અને નિર્મળ રાખે. સંસર્ષ અપરિયાળો :- જે સાધક બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન કરનાર પ્રવૃત્તિઓને સમજે નહિ અથવા સમજીને દૂર રહે નહિ, પોતાને સુરક્ષિત રાખે નહિ, તે વાસ્તવમાં સંસારના ત્યાગી થતા નથી અને મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. વિયા મસ્જિ બર્નયા :- આ સૂત્રમાં કહ્યું છે કે પ્રમાદથી ભૂલ થઈ જાય તો તેનો સરળતાપૂર્વક
સ્વીકાર કરી લેવો જોઈએ. આમ કરવાથી દોષની શુદ્ધિ થઈ જાય છે. જો દોષને છુપાવવાનો પ્રયત્ન કરે તો કુશીલ સેવનનો એક દોષ અને છુપાવવાનો બીજો દોષ લાગે છે, આ રીતે તે બમણું પાપ સેવન કરનાર કહેવાય છે. નક્કી હત્યા ... Blણે પુળો પુળો:- કદાચ કામભોગોના સેવનનો સંયોગ ઉપસ્થિત થઈ જાય તો સંયમી સાધક પોતાના કર્તવ્ય, અકર્તવ્યને જાણીને, ગુપ્ત દોષ સેવનના પરિણામનો વિચાર કરીને, આત્મા પર જ્ઞાનનો અંકુશ રાખીને કુશીલનું સેવન કરે નહિ. જે સ્ત્રીના રૂપાદિમાં આસક્ત થાય છે તે વારંવાર કષ્ટોને પ્રાપ્ત કરે છે. તે આ ભવમાં અપમાન અને અનેક મુશ્કેલીઓ તથા તિરસ્કારને પામે છે અને ભવાંતરમાં નરક તિર્યંચાદિ દુર્ગતિનાં અનેક દુઃખોને ભોગવે છે. સંશયકારક આ સ્થાનોને જાણીને સંયમી સાધકે તેનો ત્યાગ કરવામાં સાવધાન રહેવું જોઈએ. આવી સાવધાની રાખનાર સાધક નિરાબાધ રૂપે બ્રહ્મચર્યમાં સફળ થઈ શકે છે.
સંશય શબ્દનો બીજો અર્થ "જિજ્ઞાસા" થાય છે. તે અર્થ લેતાં સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે થાય છે. જિજ્ઞાસાને જાણનાર, જિજ્ઞાસાથી યુક્ત સાધક સંસારના સ્વરૂપને જાણે છે. જેઓ જિજ્ઞાસાયુક્ત નથી તે સંસારના સ્વરૂપને જાણી શકતા નથી. આરંભજીવી જીવો - | ५ आवंती केयावंती लोयंसि आरंभजीवी एतेसु चेव आरंभजीवी । ए त्थ वि बाले परिपच्चमाणे रमइ पावेहिं कम्मेहिं असरणं सरणं ति मण्णमाणे। શબ્દાર્થ – આવતીક જેટલા, ચાવંત કોઈ, કેટલાક તોષિઆ લોકમાં, આરંભળીવી હિંસા કરનારા છે તે, પતેતુ વેવ = આ લોકમાં જ, આ લોકમાં રહેલ જીવો પ્રત્યે, આરંભળીવી = હિંસા કરીને આજીવિકા ચલાવે છે, પવિત્ર અહીં જ, આ આરંભમાં જ, પરિપક્વતા = લીન થતાં મ = રમે છે, રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org