Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૬s |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આ અધ્યયનનું બીજું નામ 'આવતી' પણ પ્રસિદ્ધ છે. તેનું કારણ એ છે કે અધ્યયનના ઉદ્દેશક ૧,૨,૩ નો પ્રારંભ આવતા પદથી જ થયો છે, તેથી પ્રથમ પદના કારણે તેનું નામ 'આવતી' પણ છે.
લોકસાર અધ્યયનના છ ઉદ્દેશક છે, પ્રત્યેક ઉદ્દેશકમાં ભાવલોકના સારભૂત તત્ત્વને કેન્દ્રમાં રાખીને કથન કર્યું છે. પ્રથમ ઉદ્દેશકમાં સંસારી જીવોની પરિણતિ, ભોગાસક્તિ, તેનું પરિણામ, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય સુરક્ષા, અયોગ્ય એકાકી ભિક્ષુ ઈત્યાદિ વિષયોનું વર્ણન કરીને અંતે અજ્ઞાનવાદીનું કથન છે. બીજા ઉદ્દેશકમાં અમૂલ્ય માનવદેહ, શરીર સ્વભાવ, પરિગ્રહ, બ્રહ્મચર્ય અને પરિણામથી બંધ તથા મુક્તિનો સંકેત કરીને અંતે અપ્રમત્ત સાધનાની પ્રેરણા કરી છે. ત્રીજા ઉદેશકમાં અપરિગ્રહી સંયમી અને તેની ત્રિવિધ અવસ્થા, ઈન્દ્રિય વિષયાસક્તિ અને પાપ સેવનથી સંયમભાવનું પતન, આત્મ યુદ્ધ, સમ્યક સંયમ પાલન પ્રેરણા, અંતે વાસ્તવિક મુક્ત અને વિરત આત્માનું કથન છે. ચોથા ઉદ્દેશકમાં અપરિપક્વ મુનિની એકાકી ચર્યાનો નિષેધ અને ગુરુકુલવાસની પ્રેરણા, સ્ત્રી પરીષહ અને તેના ઉપાયરૂપ બ્રહ્મચર્ય સમાધિનું કથન છે. પાંચમા ઉદ્દેશકમાં મહર્ષિને દ્રહની ઉપમા, સમ્યકત્વની વિશુદ્ધિ, સંયમના વિચારોમાં સમ્યક અસમ્યક વિવિધ પરિણતિ, અહિંસક ભાવની સ્પષ્ટતા, અંતે આત્મવાદી અને આત્મજ્ઞાનીનું કથન છે. છઠ્ઠા ઉદ્દેશકમાં અનાજ્ઞાથી આજ્ઞામાં, અન્યમતથી સ્વમતમાં સ્થિર થવાની પ્રેરણા, આગમાનુસાર સંયમ પરાક્રમ પ્રેરણા, સંસાર સ્રોત, તેનાથી મુક્તિ અને અંતે સિદ્ધાત્માનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org