Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૯૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તોલ = લોકસંજ્ઞા, વિષય સુખની ઈચ્છા અને પરિચય, સબ્બો = સર્વથા–ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરી દેવો જોઈએ.
ભાવાર્થ :- જે વીર(સાધક) સર્વ પ્રકારે સંપૂર્ણ વિવેકજ્ઞાન સાથે સંયમ પાલન કરે છે તે હિંસાના સ્થાનોથી લેવાતા નથી.
જે કર્મોના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે, તે બુદ્ધિમાન કર્મોને દૂર કરવામાં નિપુણ છે. કુશલ પુરુષ કર્મોથી બંધાતા નથી અને સંયમને ક્યારે ય છોડતા નથી. તે સાધક જે આચરણ કરવા યોગ્ય છે તેનું જ આચરણ કરે છે, જે આચરણ કરવા યોગ્ય નથી તેનું આચરણ કરતા નથી અને જેનો શાસ્ત્રમાં નિષેધ છે તેનું ક્યારે ય આચરણ કરતા નથી. જે જે કાર્યોથી હિંસા થાય છે તેને જાણીને તથા લોકસંજ્ઞાને જાણીને તેનો સર્વથા ત્રણ કરણ ત્રણ યોગથી ત્યાગ કરે અથવા સર્વ પ્રકારનાં પાપ કાર્યોને જાણીને સમજીને તેનો ત્યાગ કરે, સંયમ સ્વીકાર કરે.
વિવેચન :
yયાવસ હેયum - આ પદના બે અર્થ છે. (૧) કર્મપ્રકૃતિનાં મૂળ તેમજ ઉત્તરભેદોને જાણીને તેનો નાશ કરવાનો ઉપાય જાણનારા. (૨) ઉદ્યાત શબ્દ 'ઉદુ અને ઘાત' આ બે શબ્દોથી બનેલ છે, તેમાં ઘાત એ હિંસાવાચક શબ્દ છે. તેથી અ+ઉઘાત = અનુઘાત તેનો અર્થ અહિંસા અથવા સંયમ પણ થાય છે. સાધક અહિંસા તેમજ સંયમના રહસ્યોને સારી રીતે જાણે છે તેથી તે અનુઘાતનો ખેદજ્ઞ કહેવાય છે.
બંધખો /હુHUMણી :- આ પદનો પાછલા પદ સાથે સંબંધ છે કે- જે કર્મોના સંપૂર્ણ સ્વરૂપને અથવા અહિંસાના સંપૂર્ણ રહસ્યને જાણે છે તે બંધનથી મુક્ત થવાના ઉપાયોનું આચરણ પણ કરે છે.
સને પુખ નો લકે - આ વાક્ય પણ રહસ્યાત્મક છે. આનો અર્થ બે પ્રકારે થાય છે. (૧) કુશળ પુરુષ કર્મોનો બંધ કરતા નથી અને પોતે ગ્રહણ કરેલા સંયમને છોડતા પણ નથી. (૨) કર્મનું જ્ઞાન અથવા મુક્તિની શોધ આ બંને આચરણો છઘસ્થ સાધકના છે. જે કેવળી બની જાય છે તેઓએ ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો હોવાથી, તે સર્વથા બદ્ધ હોતા નથી અને ચાર ભવોપગ્રાહી કર્મ શેષ હોવાથી તેઓ સર્વથા મુક્ત પણ નથી.
વાજેનો અર્થ છે—ધર્મકથા કરવામાં દક્ષ, ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર, જુદા જુદાસિદ્ધાંતોના પારગામી, પરીષહ વિજેતા તથા દેશકાળના જ્ઞાતા મુનિ કુશળકહેવાય છે. છળ છM:- આ શબ્દનો બે વાર ઉપયોગ થયો છે. તેનો અર્થ એ થાય છે કે લોકમાં જેટલા પણ હિંસાના કાર્યો છે તથા હિંસાનાં કારણો છે, તેનો ત્યાગ કરવો. લોક સંજ્ઞાને સંપૂર્ણરૂપે જાણીને તેનો પણ ત્યાગ કરવો.
આ સૂત્રમાં અતિ સંક્ષિપ્ત સૂત્ર શૈલીના કારણે વધે, કુ, મારણે, બારમે શબ્દોના અર્થમાં અંતર છે તેને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org