Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦૪
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આત્મસ્વરૂપમાં જાગૃત રહે છે. તે ધર્મની દષ્ટિએ જાગૃત છે, તેથી અહીં મુનિને સદા જાગૃત કહ્યા છે. આ પ્રકારે અહીં ભાવ સુપ્ત અને ભાવ જાગૃત આ બંને અવસ્થાઓ ધર્મની અપેક્ષાએ કહી છે. દુઃખની અપ્રિયતા :| २ लोगंसि जाण अहियाय दुक्खं । समयं लोगस्स जाणित्ता एत्थ सत्थोवरए । શબ્દાર્થ :- તાલિ = લોકના વિષયમાં, સમસ્ત પ્રાણીઓના વિષયમાં, નાખ = જાણો, દિયા = અહિતકર, યુજવું = દુઃખ, કષ્ટ, સન = આ સિદ્ધાંતને, નોટ્સ = લોકના પ્રાણીના, ના = જાણીને, પત્થ = છકાય પ્રતિ, સભ્યોવર = શસ્ત્રનો પ્રયોગ નહિ કરે, શસ્ત્ર પ્રયોગથી ઉપરત થઈ જાય. ભાવાર્થ :- હે શિષ્ય! લોકના સર્વ પ્રાણીઓના વિષયમાં તું જાણે કે દુઃખ સર્વને માટે અહિતકર છે. સર્વ પ્રાણીઓને લાગુ પડતા આ સિદ્ધાંતને જાણી સર્વ જીવોની હિંસાથી ઉપરત થા અર્થાત્ હિંસાનો ત્યાગ કર.
વિવેચન :સમર્થ - સમય-રાપથીવારાત-સિદ્ધાંત-સંવિવ: (અમરકોષ). 'સમય' શબ્દના અનેક અર્થ છે, યથા- શપથ, આચાર, કાલ, સિદ્ધાંત અને સંવિદ-પ્રતિજ્ઞા કે શરત. આ સૂત્રમાં સમય શબ્દ સિદ્ધાંતના અર્થમાં વપરાયો છે. આ સૂત્રમાં એક ધ્રુવ-અટલ સિદ્ધાંત કહ્યો છે કે દિયાય દુર-દુઃખ સર્વને અહિતકર હોય છે, અપ્રિય હોય છે. તે કોઈને પ્રિય હોતું નથી. આ સિદ્ધાંતને સમજનાર જ્ઞાની પુરુષ કોઇપણ પ્રાણીને દુઃખરૂપ થાય તેવા શસ્ત્રનો પ્રયોગ કરે નહિ અર્થાત હિંસાદિનો ત્યાગ કરે. ઈન્દ્રિય વિષયના ત્યાગી મુનિ :
३ जस्सिमे सद्दा य रूवा य गंधा य रसा य फासा य अभिसमण्णागया भवंति से आयवं णाणवं वेयवं धम्मवं बंभवं पण्णाणेहिं परियाणइ लोग, मुणीति वच्चे धम्मविउ त्ति अंजू आवट्टसोए संगमभिजाणइ । શબ્દાર્થ :- નલ્સ ફ = જેણે આ, સT = શબ્દ, હવા - રૂપ, = ગંધ, રસી = રસ, સ્વાદ, પલા = સ્પર્શ, આસમાથા ભવતિ = પૂર્ણ રૂપથી જાણી લીધા છે, આથ૬ = આત્મવાન છે, નાખવક જ્ઞાનવાન છે, વેયર વેદજ્ઞ છે, આગમજ્ઞ છે, થમ = ધર્મજ્ઞ છે, વમવેર બ્રહ્મચર્યથી સંપન્ન છે, શીલવાન છે, પuTદં = જ્ઞાન, વિજ્ઞાન દ્વારા, પરિયાણ = જાણે છે, નોન = લોકના સ્વરૂપને, મુળ તિ = મુનિ છે એમ, વચ્ચે = કહેવા યોગ્ય છે, થમ્પવિકત્તિ = ધર્મવેત્તા છે, આ પ્રમાણે, અંકૂ = સરળ આત્મા, આવકૃ = સંસાર ચક્રને, સૌ = આશ્રવોને, સા = કર્મબંધને, નાગફ = સારી રીતે જાણે છે, જાણીને તેનો ત્યાગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org