Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યકત્વ અધ્ય-૪, ઉ : ૩
_
| ૧૫૭ |
મુખ્યતાએ કથન છે કે કોઈ પણ વ્યવહારમાં કે કોઈ પણ સંયોગમાં સ્થિર ચિત્ત રહીને મનોબળને દ્રઢ રાખતા ચિત્તની જરાપણ ચંચળતા કર્યા વિના ક્રોધથી હંમેશાં દૂર રહો, તો જ ઉપર કહેલી દ્રવ્ય સાધના પૂર્ણ સફળ થાય. પૂર્વ સૂત્રમાં ગત્ત માહિશબ્દથી ભાવ સમાધિને જ કહેલ છે. વિવોહં સૂત્રથી અહીં પુષ્ટી કરવામાં આવી છે કે ક્રોધ પણ આત્માની અસમાધિનું એક રૂપ છે, કારણ કે ક્રોધ આવવાથી મનુષ્યનું હૃદય, મસ્તક તેમજ શરીર ધ્રુજવા લાગે છે, મુખથી અયોગ્ય વચન નીકળવા લાગે છે માટે સાધનાની સફળતામાં ક્રોધનો ત્યાગ દઢ મનોયોગ સાથે આવશ્યક છે અર્થાત્ સમાધિસ્થ થઈને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ.
પૂર્વના સૂત્રમાં પદે પદથી રાગની નિવૃત્તિનું અને અહીં ક્રોધત્યાગનો નિર્દેશ કરીને દ્વેષની નિવૃત્તિ કથન કર્યું છે. કુર્ણ ૨ નાખ ... વિખવના - આ વાક્ય દ્વારા ક્રોધથી થનાર વર્તમાન અને ભવિષ્યનાં દુઃખોને શપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવાની પ્રેરણા આપી છે. ક્રોધના કારણે ભવિષ્યમાં નરક યોનિ અને સર્પાદિ યોનિમાં પ્રાપ્ત થનાર દુઃખોનું દિગ્દર્શન કરાવ્યું છે, સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ક્રોધાદિને વશ થઇને સર્વ સંસારી જીવ શારીરિક, માનસિક દુઃખોથી ઘેરાઇને તેના નિવારણ માટે ચારેબાજુ દોડાદોડી કરે છે. તું આ વિવેક ચક્ષુથી જો. નિખની" નો અર્થ વૃત્તિકારે કર્યો છે કે- "પરાધીન પણે દુઃખ નિવારણ માટે ચારેબાજુ દોડતા પ્રાણી."
પાપ અને કષાય ત્યાગ :| ५ जे णिव्वुडा पावेहिं कम्मेहिं अणियाणा ते वियाहिया । तम्हाऽतिविज्जो णो पडिसंजलिज्जासि । त्ति बेमि ।
તો કદ્દેલો સમો . શબ્દાર્થ :- ને નિqડ = જે નિવૃત્ત છે, ળિયા = નિયાણા રહિત, તે વિવાદિયા = તે કહેવાયા છે, તા = તેથી, અતિવો = પ્રબુદ્ધ પુરુષ, શાસ્ત્રના રહસ્યને જાણનાર, ખો કિસનલિમ્બાલિ = ક્રોધથી આત્માને બાળે નહિ.
ભાવાર્થ :- જે વ્યક્તિ પાપકર્મોથી નિવૃત્ત છે, તેઓ અનિદાન-કર્મોથી મુક્ત કહેવાય છે. માટે હે ઉત્તમજ્ઞાની સાધક ! તું કષાયની અગ્નિથી કયારે ય પણ પ્રજવલિત ન થા. - એમ ભગવાને કહ્યું છે.
ને ત્રીજે ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
ને ળિળુ પદં મૅહિં, શિયાળ - નિદાન શબ્દ અહીં કર્મસત્તા-અસ્તિત્વ તેમજ કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org