Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યકૃત્વ અધ્ય—૪, ૯ : ૪
જ્ઞાનથી યુક્ત । થઇ સદા યત્ના પૂર્વક ક્રિયા કરે. અપ્રમત્ત બનીને જીવનપર્યંત સંયમ સાધના કરનાર અનિવૃત્ત ગામી—મોક્ષાર્થી વીર મુનિઓનો માર્ગ અત્યંત વિકટ છે. તેમાં સાધક શરીરનાં માંસ, લોહીને તપશ્ચર્યાથી ઓછાં કરે, શરીરને કૃશ કરે.
પુરુષ બ્રહ્મચર્યમાં સંયમમાં સ્થિર રહીને કર્મસમૂહને તપશ્ચર્યાદિથી ખંખેરી નાંખે, ક્ષય કરે તે જ પુરુષ સંયમી, રાગદ્વેષના વિજેતા હોવાથી પરાક્રમી અને બીજાના માટે અનુકરણીય આદર્શરૂપ હોય છે અથવા મુક્તિગમનને યોગ્ય હોય છે.
વિવેચન :
૧૫૯
આ ઉદ્દેશકમાં સમ્યક્ચારિત્રની સાધનાના વિષયમાં આત્માની સાથે શરીર અને શરીર સાથે સંબંધિત બાહ્ય પદાર્થોના સંયોગો, મોહ બંધનો, આસક્તિઓ, રાગદ્વેષ તેમજ તેનાથી થનાર કર્મબંધનોનો ત્યાગ કરવાની પ્રેરણા આપી છે.
આવીલપ્ પીલ બિપીલ :- આ ત્રણ શબ્દો મુનિ જીવનની સાધનાના ક્રમને બતાવે છે. આપીડન, પ્રપીડન અને નિષ્પીડન. આ ક્રમથી મુનિ જીવનની સાધનાની ત્રણ ભૂમિકા છે. મુનિ જીવનની પ્રાથમિક તૈયારી માટે બે વાત અનિવાર્ય છે, જે આ સૂત્રમાં બતાવી છે– હિત્તા પુવસંગોનું અને હિપ્પા વસમ (૧) મુનિ જીવનને અંગીકાર કરતાં પહેલાં પૂર્વના ધન, ધાન્ય, જમીન-જાગીર, કુટુંબ-પરિવારાદિના મમત્વનો અને સંયોગનો ત્યાગ કરે (૨) ઈન્દ્રિય અને મનની ઉપશાંતિ અર્થે સંયમનો સ્વીકાર કરે.
પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી મુનિ સાધનાની ત્રણ ભૂમિકામાંથી પસાર થાય છે. (૧) દીક્ષા લીધા પછી શાસ્ત્રાઘ્ધનના સમય સુધીની પહેલી ભૂમિકા છે. તેમાં તે સંયમ રક્ષા તેમજ શાસ્ત્રાધ્યયન માટે આવશ્યક તપ(આર્યોબલ, ઉપવાસાદિ) કરે છે તે આપીડન' છે. (ર) ત્યાર પછી બીજી ભૂમિકા પોતાના શિષ્યો કે નાના સંતોના અભ્યાસ તેમજ ધર્મપ્રચાર–પ્રસારની છે. આ સમયે તે સંયમની ઉત્કૃષ્ટ સાધના અને દીર્ઘ તપશ્ચર્યા કરે છે, આ 'પ્રપીડન' છે. (૩) ત્યારબાદ ત્રીજી ભૂમિકા આવે છે– શરીરત્યાગની. મુનિ આત્મકલ્યાણની ભાવના સાથે સંયમ તપની સાધનામાં પરિપક્વ થઈ જાય તેમ જ શરીર પણ જીર્ણ—શીર્ણ અથવા વૃદ્ધ થઈ જાય, ત્યારે તે સમાધિ મરણની તૈયારીમાં જોડાઈ જાય છે, તે સમયે તે મોક્ષાભિલાષી સાધક એકાંગી તપ સાધનામાં જ લીન થઈ દેહ વિસર્જનની ઉત્કૃષ્ટ સાધના કરે છે, તે 'નિષ્પીડન' છે.
સાધનાની આ ત્રણ ભૂમિકાઓમાં શાસ્ત્રકારે બાહ્ય, આત્યંતર તપ તેમજ શરીર તથા આત્માનું ભેદવિજ્ઞાન કરીને તેને અનુરૂપ સ્થૂલ શરીર માટે આપીડન, પ્રપીડન અને નિષ્પીડનની પ્રેરણા આપી છે. આ તપશ્ચર્યા કર્મક્ષય માટે હોય છે માટે અહીં કર્મ કે કાર્યણ શરીરનું પીડન પણ સમજી શકાય છે.
વૃત્તિકારે ગુણસ્થાન સાથે ત્રણ ભૂમિકાઓનો સંબંધ કાર્મણ શરીર-કર્મની અપેક્ષાએ બતાવ્યો છે. અપૂર્વકરણાદિ ગુણસ્થાનોમાં કર્મોનું આપીડન થાય છે, અનિવૃત્તિબાદર ગુણસ્થાનમાં પ્રપીડન તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org