Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧૦ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
(૩) શબ્દાદિ વિષયો વિવિધ પ્રકારના હોવાના કારણે પર્યવજાત છે. તેની પ્રાપ્તિ માટે થતી વિવિધ પાપ પ્રવૃત્તિઓ, પર્યવજાત શસ્ત્ર કહેવાય છે. કર્મથી જ સંસાર :| ७ अकम्मस्स ववहारो ण विज्जइ । कम्मुणा उवाहि जायइ । कम्म च पडिलेहाए, कम्ममूलं च ज छण । શબ્દાર્થ :- અમ્મક્સ = જે કર્મરહિત બની જાય છે, વવદર = સંસાર ભ્રમણરૂપ વ્યવહાર, જ વિજ્ઞ =હોતો નથી, મુળ = કર્મથી જ, ૩ળાદિનાથ = ઉપાધિઓ ઉત્પન્ન થાય છે, મં= કર્મને પડશેe = જાણીને, વરુમપૂર્વ = કર્મનું મૂળકારણ, ૨- અને, કં = જે, છ = હિંસાને. ભાવાર્થ :- કર્મોથી મુક્ત શુદ્ધ આત્મા માટે સંસારભ્રમણાદિ વ્યવહાર હોતો નથી. કર્મથી જ ઉપાધિ ઉત્પન્ન થાય છે. કર્મનો સારી રીતે વિચાર કરી, કર્મનું મૂળ હિંસાદિ પાપ છે તેમ જાણી, તેનો ત્યાગ કરવો જોઈએ.
વિવેચન :
કર્મ અને તેના સંયોગથી થનારી આત્મહિતની હાનિ તથા કર્મબંધના હિંસાદિ મૂળ કારણોને સારી રીતે જાણવાનો અને તેનો ત્યાગ કરવાનો નિર્દેશ આ સૂત્રમાં કર્યો છે. વવહારો - જે સર્વથા કર્મમુક્ત થઇ જાય છે તેના માટે નારક, તિર્યચ, મનુષ્ય, દેવ, બાળ, વૃદ્ધ, યુવક, પર્યાપ્ત, અપર્યાપ્તાદિ વ્યવહારની સંજ્ઞાઓ હોતી નથી.
જે કર્મયક્ત છે તેના માટે જ કર્મના કારણે નારક, તિર્યચ.મનપ્યાદિની અથવા એકેન્દ્રિયાદિથી લઈને પંચેન્દ્રિય સુધીની, મંદ બુદ્ધિ, તીવ્રબુદ્ધિ, ચક્ષુદર્શની, સુખી, દુઃખી, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, સ્ત્રી, પુરુષ, કષાયી, અલ્પાયુ, દીર્ધાયુ, સુભગ, દુર્ભગ, ઊંચગોત્રી, નીચગોત્રી, કંજૂસ, ધનવાન, સશક્ત, અશક્ત આદિ પર્યાયરૂપ સર્વ વ્યવહાર થાય છે. આ સર્વ વિભાગોનું કારણ કર્મ છે માટે જ કર્મ ઉપાધિનું કારણ છે. વાં ૨ ડિહાપ-કર્મનું સ્વરૂપ, કર્મોની મૂળ પ્રકૃતિ, ઉતર પ્રકૃતિઓ, કર્મબંધના કારણ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશરૂપ બંધના પ્રકાર, કર્મોનો ઉદય, ઉદીરણા, સત્તાદિ તથા કર્મનો ક્ષય તેમજ આશ્રવ, સંવરનું સારી રીતે ચિંતન કરીને કર્મોનો ક્ષય કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. વષ્ણમૂi છ - કર્મબંધનાં મૂળ કારણ પાંચ છે– (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય (૫) યોગ. તેનો વિચાર કરે અને છ એટલે પ્રાણીઓને પીડાકારક જે પ્રવૃત્તિઓ છે, તેનું પણ નિરીક્ષણ કરે તેમજ ત્યાગ કરે.
આદ્ય શબ્દના ગ્રહણથી સમસ્તનું ગ્રહણ થઈ જાય છે, તેથી આ સૂત્રમાં હિંસાના કથનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org