Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૫ર |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વિવેચન :
સ્થિત્ય રોણો :- આ સુત્રથી સાંખ્ય, મીમાંસક, ચાર્વાક, વૈશેષિક, બૌદ્ધાદિ અન્ય મતવાદીઓની હિંસા સંબંધી ભિન્નમાન્યતા, સૂક્ષ્મજીવોની હિંસાનો અસ્વીકાર, આત્માના અસ્તિત્વના નિષેધાદિ દોષો પ્રકાશિત કર્યા છે. ''હિંસામાં કોઇ દોષ નથી" તેને અનાર્ય વચન કહીને શાસ્ત્રકારે યુક્તિથી તેની અનાર્યવચનતા સિદ્ધ કરી છે. તેમજ તેઓને પ્રતિપ્રશ્ન કર્યો છે કે તમોને દુઃખ પ્રિય છે કે અપ્રિય? જો તમોને દુઃખ પ્રિય હોય તો તે કથન પ્રત્યક્ષથી બાધિત છે કારણ કે સહુનો પ્રયત્ન સુખ માટે જ હોય છે. જો તમે કહો કે દુઃખ અપ્રિય છે તો પછી જેમ તમને દુઃખ પ્રિય નથી તેમ જગતના કોઇ પણ જીવોને દુઃખ પ્રિય નથી. તો શા માટે તેની હિંસા કરો છો ? જગતના સર્વજીવોને સુખ જ પ્રિય છે માટે સહુને સુખી કરવાનો પ્રયત્ન કરવો. દુઃખી કરવાથી તો દુઃખની જ પ્રાપ્તિ થાય છે.
I અધ્યયન-૪/ર સંપૂર્ણ II જ000 ચોથું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક છ00 ધર્મવિમુખનો સંગ ત્યાગ - | १ उवेहि णं बहिया य लोगं । से सव्वलोगंसि जे केइ विण्णू । શબ્દાર્થ :- ૩દિ = ઉપેક્ષા કરે, વાદા નો = ધર્મથી વિમુખ માણસોની, = નિશ્ચયથી, તે સમ્બનો સિતે સર્વલોકમાં, ને ડું=જે કોઈ, વિપુ= વિદ્વાન. ભાવાર્થ :- હે આર્ય! અહિંસા ધર્મથી વિરુદ્ધ આચરણ કરનારની તું ઉપેક્ષા કર. ઉપેક્ષા કરનારા વ્યક્તિ સર્વ લોકમાં વિજ્ઞાતા ગણાય છે.
વિવેચન :
આ સૂત્રમાં ધર્મથી વિમુખ રહેનાર લોકોથી સાધકને સુરક્ષિત રહેવાની સૂચના કરી છે. ૩દિ માં - આ પદમાં જે અહિંસાદિ ધર્મથી વિમુખ છે, તેઓની ઉપેક્ષા કરવાનું તાત્પર્ય એ છે કે- તેના વિધિવિધાનોને, તેની નીતિરીતિને માનો નહિ, તેના સંપર્કમાં આવો નહિ, તેનો આદર કરો નહિ, ધર્મવિશ્વના તેના ઉપદેશને યથાર્થ માનો નહિ, તેના આડંબર અને છટાદાર ભાષણોથી પ્રભાવિત થાઓ નહિ અને તેઓના કથનને અનાર્ય વચન સમજો. તે સળ નો સિ ને જે વિU:- અહીં સર્વલોકનો અર્થ છે કે સમસ્ત દાર્શનિક જગત. જે વ્યક્તિ ધર્મથી વિરુદ્ધ હિંસાદિની પ્રરૂપણા કરે છે, તેના વિચારોથી જે બ્રાંત થતા નથી, તે પોતાની સ્વતંત્ર બુદ્ધિથી ચિંતન, મનન કરે છે, હેયોપાદેયનો વિવેક કરે છે. સર્વ સંસારી જીવોના દુઃખનો આત્મસમ દષ્ટિથી વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org