Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૩
| ૧૨૫ |
ભૂતકાળની વાતને, ન સતિ = યાદ કરતા નથી, સ્વીકારતા નથી, વિંજ = કઈ અવસ્થાઓ, અન્ન = આ જીવની, સ્વતંત્ર વ્યતીત થઈ ભૂતકાળમાં, આ મિર્સ = ભવિષ્યમાં થશે, જાતિ = આ પ્રમાણે કહે છે કે, જે = કોઈ દ= આ સંસારમાં, નમસ્ત = જે આ જીવને, તીકં = ભૂતમાં પ્રાપ્ત થઈ ગયું. તે = તે, આમિર્સ = ભવિષ્યમાં થશે, અતીતમઠું = ભૂતકાળના અર્થને, ળિયસ્કૃતિનું સ્મરણ કરે નહિ, ય = અને, આમિર્સ = ભવિષ્યના, અ૬= અર્થનો, પદાર્થનો, ચિંતિ = નિશ્ચય કરે નહિ,સ્વીકાર કરે નહિ, ૩ = એજ રીતે, તણાયા = તથાગત, વિધૂતeખે = સંયમમાં કર્મક્ષય માટે ઉદ્યમવંત, વીતરાગી મુનિ, થાપણી = આ માર્ગનું અનુસરણ કરે છે, ફોસત્તા હલ = પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરે, મહેલી તવસ્સી = મહર્ષિ, તપસ્વી. ભાવાર્થ :- કેટલાક મતાવલંબી મનુષ્યો ભવિષ્યકાળ અને ભૂતકાળનો સ્વીકાર કરતા નથી. તેઓ ભૂતકાળ શું હતો અને ભવિષ્ય કેવું હશે? તેનો વિચાર જ કરતા નથી. તેઓ કેવળ વર્તમાનને જ સર્વ રીતે સ્વીકારે છે. કેટલાક મનુષ્યો એમ કહે છે કે જેનો જેવો ભૂતકાળ હતો તેવો જ તેનો ભવિષ્યકાળ થશે અર્થાતુ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે, સ્ત્રી મરીને સ્ત્રી જ થાય છે, ગાય મરીને ગાય જ થાય છે, તેઓની ગતિ બદલાતી નથી. તથાગત બૌદ્ધ દાર્શનિકો ભૂતકાળ સંબંધી પદાર્થોને અને ભવિષ્યકાળ સંબંધી પદાર્થો નો સ્વીકાર કરતા નથી અને વિધૂતકલ્પ શુદ્ધ સંયમના પરિપાલક મહર્ષિ ત્રણે ય કાળનું અન્વેષણ કરીને, તેનો સ્વીકાર કરતાં તપશ્ચરણ દ્વારા કર્મોનો ક્ષય કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં ભૂત અને ભવિષ્યકાળ સંબંધી દાર્શનિક માન્યતાઓનું કથન આ પ્રમાણે છે– (૧) કેટલાક દાર્શનિકો અતીત–ભૂતકાળ અને અનાગત–ભવિષ્યકાળને સ્મૃતિમાં રાખતા નથી. ભૂત અને ભવિષ્ય વચ્ચે કાર્ય-કારણભાવને સ્વીકારતા નથી. તેઓના મતે જીવ ભૂતકાળમાં ન હતો, ભવિષ્યમાં જીવ હશે નહીં, માત્ર વર્તમાનમાં પાંચ ભૂતોના ભેગા થવાથી જીવ ઉત્પન્ન થાય છે અને પાંચ ભૂતોના નાશથી જીવ નાશ પામી જાય છે.
(૨) કેટલાક દાર્શનિકો માને છે કે જીવની ભૂતકાળમાં જેવી અવસ્થા હોય તેવી જ અવસ્થા ભવિષ્યમાં થાય છે. ભૂતકાળમાં જીવ સ્ત્રી, પુરુષ, નપુંસક, સુભગ, દુર્ભગ, સુખી, દુઃખી, કૂતરા, બિલાડા, ગાય, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે જે રૂપ હોય તે જ રૂ૫ વર્તમાનમાં અને તે જ રૂ૫ ભવિષ્યમાં પ્રાપ્ત કરે છે.
(૩) તથાગત, વર્તમાન ક્ષણને જ સ્વીકારે છે. તેઓના મતે ભૂત ક્ષણ નિરન્વય નાશ પામે છે. ભવિષ્ય હજુ ઉત્પન્ન નથી, બધા પદાર્થ ક્ષણિક છે, વર્તમાન એક ક્ષણ પછી તે નાશ પામે છે, માટે તેઓના મતે કોઈ પણ પદાર્થનો ભૂત અને ભવિષ્ય હોય નહીં.
(૪) શ્રમણ મહર્ષિ (જૈનમત) ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેને સ્વીકારે છે. દ્રવ્ય ત્રણે કાળમાં નિત્ય રહેનાર છે જ્યારે પર્યાય(અવસ્થા) ઉત્પન્ન થાય અને નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org