Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૦]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
કવિયસ રિવંલા-નાના-પૂયણ - આ વાક્યનો અર્થ પણ ગહન છે. મનુષ્ય પોતાના ગુણગ્રામ, સ્તુતિ, નમન, સન્માન તેમજ પૂજા–પ્રતિષ્ઠા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. પોતાની પ્રસિદ્ધિ માટે ઘણાં જ આરંભ-સમારંભ, આડંબર અને પ્રદર્શન કરે છે, સત્તાધીશ બની પ્રશંસા, પૂજા-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના છલ, કપટ તેમજ ચાલાકી કરે છે. આવા કામો માટે હિંસા, અસત્ય, માયા, છલ-કપટ, દગાબાજી, છેતરપિંડી કરવામાં કેટલા ય લોકો કુશળ હોય છે. તુચ્છ, ક્ષણિક એવા જીવનમાં રાગ, દ્વેષાધીન થઇ પૂજા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા મોટા નામધારી સાધક પણ પોતાના ત્યાગ, વૈરાગ્ય તેમજ સંયમને વેચી નાખે છે. તેઓ માન, સન્માન માટે હિંસા, અસત્યાદિનું આચરણ કરવામાં દોષ માનતા નથી. જે પ્રગટ રૂપે છલપ્રપંચ કરતા નથી, તે મનમાં ને મનમાં જ રાગ, દ્વેષ, મોહ અને ધૃણા, ઈર્ષા આદિના તરંગો રચ્યા કરે છે. પણ કાંઇ કરી શકતા નથી, તોપણ તેને કર્મબંધ જરૂર થાય છે. આ બંને પ્રકારની વ્યક્તિઓ પૂજા, સન્માનના કામી અને પ્રમાદગ્રસ્ત છે.
સંજ્ઞા :- મનુષ્ય દુઃખ અને સંકટના સમયે હતપ્રભ થઇ જાય છે. તેની બુદ્ધિ કુંઠિત થઈ જવાથી કિંકર્તવ્યમૂઢ બની જાય છે. તે સાધનાના માર્ગને–સત્યને ત્યાગી દે છે. ઝંઝાનું સંસ્કૃતરૂપ છે ધ્વસ્થતા (થ+અલ્પતા) બુદ્ધિ ની અંધતા. સાધકને માટે આ મોટો દોષ છે. ઝંઝા બે પ્રકારે છે. રાગ ઝંઝા અને દ્વેષ ઝંઝા. પ્રિયવસ્તુની પ્રાપ્તિ થવા પર રાગ ઝંઝા હોય છે અને અપ્રિયવસ્તુની પ્રાપ્તિ થવાથી દ્વેષ ઝંઝા થાય છે. આ બંને અવસ્થામાં સમજણ લોપાઇ જાય છે. સફળ સાધક આ પ્રકારની કોઈ ઝંઝામાં આવતા નથી.
II અધ્યયન-૩/૩ સંપૂર્ણ in cct ત્રીજું અધ્યયન : ચોથો ઉદ્દેશક છcc% કષાયોનું વમન :| १ से वंता कोहं च माणं च मायं च लोभं च । एयं पासगस्स दंसणं उवरयसत्थस्स पलियतकरस्स, आयाण णिसिद्धा सगडब्भि । શબ્દાર્થ – ૨ = તે, વંતા = છોડે છે, વમન કરે છે, અર્થ = આ, હંસ = ઉપદેશ, અભિપ્રાય, પલાસ = સર્વજ્ઞ તીર્થકરોનો છે, વરસત્કસ = શસ્ત્રથી નિવૃત્ત, પનિયતe૨૪ = કર્મોનો અંત કરનાર, સંસારનો અંત કરનાર, મથાળ = આશ્રવને, વિલિકા = રોકીને, સહમિ = સ્વકૃત કર્મોનો નાશ કરે છે, ભેદન કરે છે.
ભાવાર્થ :- હિંસાથી નિવૃત્ત તથા સર્વ કર્મોનો અંત કરનાર સર્વજ્ઞ, સર્વદર્શી તીર્થકરનો આ ઉપદેશ છે કે સાધક ક્રોધ, માન, માયા, અને લોભનો પૂર્ણરૂપે ત્યાગ કરે છે. કષાય ત્યાગી તે સાધક આશ્રવનો નિરોધ કરી પોતાના કરેલાં કર્મોનો નાશ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org