Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૬]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
લોકને જાણીને તે પ્રાણીઓને જરા પણ ભયભીત કરે નહિ પરંતુ અતોભય-અભયદાતા સંયમી બની
જાય.
વિવેચન :
સી આગાણ... -બુદ્ધિમાન સાધક શ્રદ્ધાપૂર્વક સંસાર પરિભ્રમણના સ્વરૂપને સમજીને જિનાજ્ઞાનુસાર સંયમ સ્વીકાર કરે, સર્વ જીવોને અભયદાન આપે. આ પ્રકારે આ સૂત્રમાં શ્રદ્ધાવાન થવાનું ફળ સંયમ બતાવેલ છે.
શસ્ત્ર અશસ્ત્રનો તફાવત :[८ अत्थि सत्थं परेण परं, णत्थि असत्थं परेण परं ।
શબ્દાર્થ :- અત્યિ = છે. પs પરં= એક એકથી ચઢિયાતું.
ભાવાર્થ :- શસ્ત્ર એટલે પાપ-અસંયમ, તેમાં તરતમતા હોય છે જ્યારે અશસ્ત્ર એટલે સંયમ તેમાં તરતમતા નથી, તે એકરૂપ જ હોય છે.
વિવેચન :અસ્થિ સ€ પણ પરં :- સામાન્ય રીતે માનવમાત્રને શસ્ત્રથી ભય લાગે છે. સાધકને પણ ભય લાગે છે તે ભય રહિત કેવી રીતે થઇ શકે? તેનું સમાધાન આ સૂત્રમાં કર્યું છે. દ્રવ્યશસ્ત્ર એક એક કરતાં તીક્ષ્ણચઢિયાતાં હોય છે. જેમકે તલવાર. તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ બીજું શસ્ત્ર હોય છે. આ રીતે શસ્ત્રોમાં ઉત્તરોત્તર તીક્ષ્ણતા હોય છે પરંતુ અશસ્ત્રમાં તીક્ષ્ણતા હોતી નથી. અશસ્ત્ર એટલે સંયમ. તેમાં દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના શસ્ત્રોનો અભાવ છે. સાધક સમભાવની દષ્ટિથી આગળ વધે છે તેથી તેમાં તરતમતા હોતી નથી. ભાવશસ્ત્ર- દ્વેષ, ધૃણા, ક્રોધાદિ કષાય આ સર્વ ઉત્તરોત્તર તીવ્ર–મંદ હોય છે. તેમજ સંજ્વલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધીમાં ઉત્તરોત્તર તીવ્રતા હોય છે, પરંતુ અશસ્ત્રમાં સમતા હોય છે. સમભાવ એકરૂપ હોય છે. તેમા તીવ્રતા–મંદતાનો ભાવ હોતો નથી. સાર એ છે કે સંસારમાં પાપ કાર્ય એકથી એક ચઢિયાતાં હોય છે પરંતુ સર્વ પાપના ત્યાગરૂપ સંયમ તો એક જ હોય છે.
ક્રોધાદિ આત્મદોષોનું વિસર્જન :| ९ जे कोहदंसी से माणदंसी, जे माणदंसी से मायादसी, जे मायादंसी से लोभदंसी, जे लोभदंसी से पेज्जदंसी, जे पेज्जदंसी से दोसदंसी, जे दोससी से मोहदंसी, जे मोहदंसी से गब्भदंसी, जे गब्भदंसी से जम्मदंसी, जे जम्मदंसी से मारदंसी, जे मारदंसी से णिरयदंसी, जे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org