Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શીતોષ્ણીય અધ્ય—૩, ૯ : ૧
સર્વપાપોનું ગ્રહણ થઈ જાય છે. કર્મોનાં મૂળકારણ સર્વ પાપ છે, તેનો પરિહાર કરવો જોઈએ. રાગદ્વેષ અને લોકસંજ્ઞાનો ત્યાગ :
८ पडिलेहिय सव्वं समायाय दोहिं अंतेहिं अदिस्समाणे । तं परिण्णाय मेहावी विदित्ता लोगं वंता लोगसण्णं । से मइमं परक्कमेज्जासि । त् વેમિ !
૧૧૧
॥ પમો દ્દેશો સમત્તો ॥
શબ્દાર્થ :- હિપ્તેન્દિય = જાણીને તેનો ત્યાગ કરી દે, સવ્વ = સર્વ ઉપદેશોને, સર્વ વિરતિરૂપ સંયમને, સમાયાય = ગ્રહણ કરીને, વોહિં અંતેહિં = રાગદ્વેષ બંનેને, વિસ્તમાળે = અદશ્યમાન કરતાં, તેને ન જોતાં, તેમાં ન લેપાતા, તેં પખ્ખિાય = તેને જાણીને, સમજીને, મેહાવ↑ = બુદ્ધિમાન, વિવિત્તા = જાણીને, લોĪ = લોકને, વંતા = છોડીને, જોનાસળ = લોકસંજ્ઞાને, તે મ = તે બુદ્ધિમાન પુરુષ, મતિમાન, પરમેષ્ત્રાણિ = સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે.
ભાવાર્થ :- – પૂર્વ સૂત્રમાં કહેલાં કર્મ અને તત્સંબંધી કારણનું સમ્યક્ નિરીક્ષણ કરી, સંયમને ગ્રહણ કરનાર અણગાર રાગદ્વેષથી સદા દૂર રહે. આ બંનેનો ત્યાગ કરતાં બુદ્ધિમાન સાધક સંસાર સ્વરૂપને જાણે અને લોકસંજ્ઞા—સાંસારિક ચિનો ત્યાગ કરે. આ પ્રકારે રાગદ્વેષ અને વિષયૈષણા, વિતૈષણા, લોકૈષણાદિરૂપ લોકસંજ્ઞાનો ત્યાગ કરતાં મતિમાન મુનિ સંયમમાં પરાક્રમ કરે. —એમ ભગવાને કહ્યું છે.
|| પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ||
વિવેચન :
રોહિં અંતેહિં અધિસ્લમાળે :– કર્મોનાં બીજ– રાગદ્વેષ છે. તેનો મૂળથી ત્યાગ કરીને વિષય,કષાયરૂપ લોકને જાણીને, લોકસંજ્ઞાને છોડી સંયમમાં પુરુષાર્થ કરવાની પ્રેરણા આ સૂત્રમાં આપી છે. આત્માની અંદર જ રહેનાર, આત્મામાં જ ઉત્પન્ન થનારા રાગદ્વેષ છે. રાગ અને દ્વેષથી જીવ દશ્યમાન થાય છે. તેનાથી ઓળખાય છે પરંતુ વીતરાગ માર્ગને સ્વીકાર્યા પછી સાધક રાગદ્વેષથી દશ્યમાન થતા નથી અર્થાત્ રાગદ્વેષ કરતા નથી.
સોળસળ :– પ્રાણીલોકની આહારાદિ ચાર સંજ્ઞાઓ અથવા દશ સંજ્ઞાઓ છે પરંતુ પ્રસ્તુતમાં વિનૈષણા, કામૈષણા અને લોકૈષણા રૂપ ત્રણ લોકસંજ્ઞા અપેક્ષિત છે. લોકસંજ્ઞાનો સંક્ષિપ્ત અર્થ છે લોક પ્રવાહ, લૌકિક ચિઓ. આ પ્રકારના લોકને જાણીને સંસાર પ્રવાહમાં વહેતા પ્રાણીઓમાં પ્રાપ્ત થતી વિવિધ રુચિઓનો બુદ્ધિમાન સાધકે હંમેશાં ત્યાગ કરી દેવો જોઇએ. તે લોકચિથી દૂર રહીને સંયમનું યર્થાથ પાલન કરવું જોઇએ. વિવિત્તા લોનં :- લોક શબ્દના અનેક અર્થ છે. (૧) રાગાદિથી મોહિત લોક (૨) વિષય—કષાયરૂપ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org