Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૨
[ ૧૧૫ |
પ્રાણીઓની સાથે પોતાનાં સુખની સમાનતાનું પર્યાલોચન કર કે – જેમ મને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેવી જ રીતે સંસારનાં સર્વપ્રાણીઓને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એવું સમજીને તું કોઇનું અપ્રિય કર નહિ. તું કોઈને દુઃખજનક થા નહિ, દુઃખ પહોંચાડ નહિ. એમ કરવાથી તું જન્મમરણાદિનું દુઃખ પામીશ નહી.
તિવિજ્ઞ:- આ શબ્દના બે રૂપ થાય છે. (૧) અતિવિદ્ય (૨) ત્રિવિદ્ય. અતિવિદ્યાનો અર્થ છે–વિદ્વાન, વિશેષજ્ઞ, ઉત્તમજ્ઞાની, વિશેષજ્ઞાની. ત્રિવિદ્યનો અર્થ છે–પૂર્વોક્ત ત્રણ વિદ્યાનો જાણનાર. તે ત્રિવિદ્યા આ પ્રમાણે છે– (૧) પૂર્વ જન્મ-શૃંખલા અને વિકાસનું સ્મરણ (૨) પ્રાણી જગતને સારી રીતે જાણવું (૩) પોતાના સુખ દુઃખની સાથે તેઓનાં સુખ દુઃખની સમાનતા કરીને વિચાર કરવો. આ ત્રણ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે ત્રિવિદ્યા છે.તે જેને પ્રાપ્ત થઇ તે ઐવિધ કહેવાય છે.
બૌદ્ધ દર્શનમાં પણ ત્રિવિદ્યાનું નિરૂપણ આ પ્રમાણે છે– (૧) પૂર્વજન્મને જાણવાનું જ્ઞાન (૨) મૃત્યુ તથા જન્મને જાણવાનું જ્ઞાન (૩) ચિત્તની મલિનતાને નાશ કરવાનું જ્ઞાન. આ ત્રણ વિદ્યાઓને પ્રાપ્ત કરી લેનારને ત્યાં 'જિનિ (ત્રવિદ્ય) કહેલ છે.
પુર - આ શબ્દના અનેક અર્થ છે- નિર્વાણ, મોક્ષ, સત્ય, પરમાર્થ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક ચારિત્ર વગેરે.
સન્મત્તલ - જે સમસ્વદર્શી છે તે પાપ કરતા નથી. આ સૂત્રાશનો સાર એ છે કે પાપ અને વિષમતાનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. જે પોતાના ભાવને રાગદ્વેષથી કલુષિત કરતા નથી અને કોઇ પ્રાણીને રાગ ‘ષાત્મક ભાવથી જોતા નથી, તે સમન્વદર્શી હોય છે. તે પાપકર્મના મૂળ કારણ રૂ૫ રાગદ્વેષને અંતઃકરણમાં આવવા દેતા નથી અર્થાતુ આવા સમન્વદર્શી અપ્રમત્તભાવે સંયમમાં જ રમણ કરતા હોય છે. તેથી તે પાપાચરણ કરતા નથી.
સમ્મરદશી નો બીજો અર્થ સમ્યકત્વદર્શી પણ કરાય છે. તેનો ભાવાર્થ એ છે કે સમ્યકત્વી જીવ તીવ્ર પાપકર્મોનું આચરણ કરતા નથી અર્થાત્ મિથ્યાત્વ મોહકર્મનો બંધ કરતા નથી.
પાનં :- આ શબ્દથી પાપકર્મોનો સંચય કરનારની વૃત્તિ, પ્રવૃતિ અને પરિણતિ બતાવી છે, ફળ બતાવ્યું છે. 'પા'નો અર્થ બંધન છે. તેના બે પ્રકાર છે– દ્રવ્યબંધન અને ભાવબંધન. અહીં ભાવબંધન મુખ્ય છે. ભાવબંધન–રાગ, મોહ, સ્નેહ, આસક્તિ, મમત્વાદિ છે. આ ભાવબંધન જ બધા સાધકને જન્મ મરણની જાળમાં ફસાવનાર 'પાશ' છે.
આરંભળવી :- આ પદમાં આરંભથી મહારંભ અને તેનું કારણ મહાપરિગ્રહ, આ બંનેનું ગ્રહણ થઇ જાય છે. આરંભ પરિગ્રહથી જીવન ચલાવનાર તે આરંભજીવી કહેવાય છે.
૩મવાપી :- આરંભ-હિંસાના કાર્યોથી જીવન ચલાવનારા માનવ આ લોક અને પરલોક ઉભયસ્થાને દુઃખ, વેદનાને પામે છે. અહીં "પસ્ફી' શબ્દ દુઃખ ભોગવવાના અર્થમાં પ્રયુક્ત થયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org