Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શસ્ત્ર પદિશા અધ્ય-૧, ૬ ઃ ૭
[ ૪૧ ]
પૂર્વક હોવું જોઇએ. જીવ માત્રને પોતાના આત્મા સમાન સમજવા બીજાનું દુઃખ તે પોતાનું જ દુઃખ છે તેમ સમજનાર, હિંસા કરતા અટકી જાય છે. બીજાની હિંસાથી તે જીવોને જ દુઃખ થાય છે, તેમ નહિ પરંતુ પોતાને પણ કષ્ટ, ભય, ઉપદ્રવ થાય છે અને જ્ઞાનાદિની હીનતા થાય છે તેમજ પોતાનું અકલ્યાણ થાય છે. આ રીતનું આત્મચિંતન, આત્મમંથન કરી અહિંસાની ભાવનાને પુષ્ટ કરવાની મુખ્ય વાત છે. ને મકૃત્યં ગાળ – જે અધ્યાત્મને જાણે છે તે બાહ્યને જાણે છે. તેનું ચિંતન અનેક દષ્ટિકોણથી કરી શકાય છે. (૧) અધ્યાત્મ એટલે ચેતન–આત્મસ્વરૂ૫. ચેતનના સ્વરૂપનો બોધ થઇ ગયા પછી તેના પ્રતિપક્ષી એવા 'જડ' ના સ્વરૂપનો બોધ સ્વયં જ થઇ જાય છે. જેમ ધર્મને જાણનાર અધર્મને, પુણ્યને જાણનાર પાપને, પ્રકાશને જાણનાર અંધકારને જાણી લે છે. (૨) અધ્યાત્મનો બીજો અર્થ છે– આંતરિક જગત એટલે જીવની મૂળવૃત્તિઓ–સુખની ઇચ્છા, જીવવાની ભાવના, શાંતિની અભિલાષા વગેરે. પોતાની આ વૃત્તિઓને જાણી લેવી અર્થાત્ પોતાના સમાન જ બીજા જીવો સુખના કે શાંતિના ઇચ્છુક છે તેમ જાણી લેવું, તે અધ્યાત્મ છે. તેનાથી આત્મસમાનતાની ધારણા પુષ્ટ થાય છે. સંતિનાથ - (શાંતિગત)જેના વિષય, કષાયાદિ શાંત થઈ ગયા છે. જેનો આત્મા પરમ પ્રસન્નતાનો અનુભવ કરે છે. અથવા સતા એટલે જિનશાસનમાં ઉપસ્થિત કોઇ સાધક, એ અર્થ પણ થાય છે.
કવિ :- દ્રવ્યનો અર્થ છે દ્રવવું–મળવું અથવા પ્રવાહી પદાર્થ. અધ્યાત્મશાસ્ત્રમાં દ્રવનો અર્થ છે હૃદયની સરળતા, દયાળુતા અને સંયમ તેથી 'દ્રવિક'નો અર્થ ટીકાકારે કષ્ણાશીલ સંયમી પુરુષ કર્યો છે. બીજાના દુઃખથી દ્રવીભૂત થવું તે સજ્જનોનું લક્ષણ છે. કર્મોની કઠોરતાને પીગાળનાર દ્રવિક' કહેવાય છે. સંયમધનથી ધનવાનને પણ દવિએ-દ્રવિક કહેવામાં આવે છે.
નિરં:- કોઈ પ્રતમાં વનિતં પાઠ પણ છે. વાયુકાયની હિંસાનું વર્ણન હોવાથી તેનો અર્થ–તે સંયમી વીંજણ(હવા ખાવા)ની ઈચ્છા કરે નહિ, તે યથા સંગત છે. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે– મુનિ તાડપત્રાદિ બાહ્ય વસ્તુઓથી વીંજવું–હવા ખાવાનું ઇચ્છતા નથી. ચૂર્ણિમાં નવાં પાઠાંતર પણ છે. પ્રસ્તુતમાં નાવિકનો અર્થ અસંયમી જીવન કરવામાં આવેલ છે.
વાયુકારિક જીવોની હિંસાનું પરિજ્ઞાન :| २ लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा जमिणं विरूवरूवेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
तत्थ खलु भगवया परिण्णा पवेइया- इमस्स चेव जीवियस्स, परिवंदण, माणण पूयणाए, जाई-मरण मोयणाए, दुक्खपडिघायहे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org