Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૨ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
કહ્યા છે– (૧) ઈચ્છાકામ (૨) મદનકામ. આશા, તૃષ્ણા, રતિરૂપ ઈચ્છાઓ ઈચ્છાકામ છે. તે મોહનીય કર્મના હાસ્ય, રતિ આદિ કારણોથી ઉત્પન્ન થાય છે. વાસના અથવા વિકારરૂપ કામેચ્છા મદનકામ છે, તે મોહનીય કર્મના ત્રણ વેદથી ઉત્પન્ન થાય છે.
શામ દુનિવમા - માનવ કામભોગના દુષ્પરિણામને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી તેને તેનાથી વિરક્ત બનવું કઠિન છે. જેમ કામ ભોગોનો ત્યાગ કરવો કઠિન છે તેમ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવો પણ કઠિન છે, છતાં કામભોગોને ત્યાગવા અસમર્થ માનવ ગૃહસ્થ જીવનના નિર્વાહના ભારથી દુઃખી થઈ જાય છે તેનું જીવંત ચિત્ર શાસ્ત્રકારે 'રોય ટૂર શબ્દો વડે પ્રગટ કર્યું છે. દીર્ઘદષ્ટા અને કર્મક્ષય કરનાર સાધક :
६ आयतचक्खू लोगविपस्सी लोगस्स अहोभागं जाणइ, उड्डे भागं जाणइ तिरियं भागं जाणइ, गढिए लोए अणुपरियट्टमाणे । संधिं विदित्ता इह मच्चिएहिं, एस वीरे पसंसिए जे बद्धे पडिमोयए । શબ્દાર્થ :- આવતવનવૂ = દીર્ધદષ્ટિવાળા, દીર્ઘદર્શી, તો વિપસ્તી = લોકને જોનાર, નોનસ્ય અહોભા = લોકના અધોભાગને, સમજુરિયાને = પરિભ્રમણ કરે છે, સંધવિવિઘા = સંધિ—ધર્મ પ્રાપ્તિના અવસરને જાણીને, ૬ મવિહં= આ મનુષ્ય જન્મમાં જ, પતિ = પ્રશંસનીય છે, ને વ = જે કર્મોથી બંધાયેલા આત્માને, પતિનોય = મુક્ત કરવામાં સમર્થ છે.
ભાવાર્થ :- દીર્ઘદર્શી અને લોકસ્વરૂપદર્શી સાધક લોકના અધોભાગને જાણે છે, ઊર્ધ્વભાગને જાણે છે, તિરછા ભાગને જાણે છે અને ત્યાં રહેલાં પ્રાણી વિષય કષાયમાં લુબ્ધ બની જન્મમરણ કરે છે, તે પણ જાણે
તે દીર્ઘદષ્ટા સાધક મરણધર્મા આ માનવદેહના માધ્યમથી મોક્ષ, તેમજ સંસારની સંધિને સમજીને, પોતાના આત્માને બંધાયેલા કર્મોથી મુક્ત કરે છે, તે જ વીર છે, તે જ પ્રશંસાને યોગ્ય છે.
વિવેચન :આવતq:- દીર્ઘદૃષ્ટિ, સર્વાગ ચિંતનશીલતા, અનેકાંત દષ્ટિ. અનેકાંતદષ્ટિથી તે વિવિધ વિષયો પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં સમર્થ હોય છે. આ લોક, પરલોકનાં દુઃખને જોવાની ક્ષમતા રાખનાર આયતચક્ષુ છે. તો વિપક્ષી :- (લોક દર્શન) લોકને જોવો. અહીં અધોભાગનો અર્થ છે અધોભાગવર્તી નૈરયિકોને જાણવા. તે વિષય કષાયના કારણે શોક–પીડાદિથી દુઃખી થાય છે. લોકના ઊર્ધ્વભાગવર્તી દેવ તથા મધ્યભાગવર્તી મનુષ્ય તેમજ તિર્યંચ વગેરે પણ વિષય કષાયમાં આસક્ત બની શોક તેમજ પીડાથી દુઃખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org