Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
पच्चासी । मा तेसु तिरिच्छमप्पाण मावायए ।
શબ્દાર્થ :- હા અંતો- આ શરીરમાં અંદર જેવા અશુચિ પદાર્થો છે, નહીં વાર્તારું = તેવા બહાર આવે છે, ના વાદિ = જેવા બહાર દેખાય છે, હા અંતો- તેવા જ ભીતર છે,
ગંતો મંતો - શરીરના અંદરના, પૂતરાજ્ય - અપવિત્ર પદાર્થોથી ભરેલી દેહની અવસ્થાઓને, પાસફ = જાણે છે, જુએ છે, પુજો વિ = અલગ અલગ, સવંતારૂં = બહાર નીકળ તા(સવતા)અપવિત્ર પદાર્થોને, પંકિણ પડિલેહાર = પંડિત પુરુષ આ શરીરના સ્વરૂપની સારી રીતે પ્રેક્ષા કરે, મા પન્નાલી = ત્યાગેલા ભોગોની ફરી ઈચ્છા કરે નહિ, ય = જે, ૐ = નિશ્ચયથી, તાન્ત = મુખની લાળની જેમ, તેલુ = સમ્યગ્નાનાદિથી, તિરિō = પ્રતિકૂળ, વિપરીત, મા આવાયર્ = થવા
ન હૈ.
ભાવાર્થ :- આ દેહની અંદર જેવા અશુચિમય પદાર્થ ભર્યા છે તેવા જ બહાર આવે છે અને જેવા પદાર્થ બહાર દેખાય છે તેવા જ ભીતરમાં ભર્યા છે. આ શરીરની અંદર અશુદ્ધિ ભરેલી છે. તે દેહની અવસ્થાઓને સાધક જુએ અને શરીરના નવ કારમાંથી ઝરતા અશુચિમય પદાર્થોને પણ જુએ. આ રીતે પંડિતજન શરીરની અશુચિને સારી રીતે જુએ, વિચાર કરે.
તે બુદ્ધિમાન સાધક ભૌગોનો ત્યાગ કર્યા પછી તેને વમન કરેલી મુખ લાળની સમાન સમજીને ક્યારે ય ફરીથી ચાટે નહીં, સ્વીકારે નહીં અને સંયમથી વિપરીત આચરણોમાં ક્યારે ય આત્માને જોડે નહીં. વિવેચન :
આ સૂત્રમાં અશુચિ ભાવનાનું વર્ણન છે. શરીરની અશુચિને દર્શાવતાં કહ્યું છે કે- આ શરીર મળ, મૂત્ર, લોહી, માંસ, અસ્થિ, મજ્જા, શુક્રાદિ ભરેલ છે, તે જ પદાર્થો બહાર આવે છે. જેવી રીતે અશુચિથી ભરેલો ઘડો અંદરથી અપવિત્ર હોય છે તેને બહારથી ધોવા છતાં શુદ્ધ બનતો નથી. એ જ રીતે અંદરથી અપવિત્ર શરીર સ્નાનાદિ કરવા છતાં બહારથી અપવિત્ર જ રહે છે. અશુચિ ભરેલા માટીના ઘડામાંથી જેમ છિદ્રો દ્વારા અશુચિ ઝરે છે તેમ શરીરના રૂંવાડાં તથા અન્ય છિદ્રો દ્વારા અશુચિ બહાર નીકળતી રહે છે. તે પ્રકારનું ચિંતન કરી શરીરની સુંદરતા પ્રત્યે રાગ તથા મોહને દૂર કરવા જોઈએ.
Jain Education International
આ અશુભ નિમિત્તથી શુભ તરફ ગતિશીલ થવાની એક રીત છે. શરીરની અશુચિ તેમજ અસારતાનું ચિંતન કરવાથી સ્વાભાવિક રીતે જ તેના તરફની આસક્તિ તથા મમત્વ છૂટી જાય છે. ગહા સંતો તહા નાહિં – નો એક અર્થ ભાવાર્થમાં કર્યો છે અને બીજો અર્થ આ પ્રકારે છે કે સાધકે પૂર્ણ સરળ હૃદયી રહેવું જોઈએ. તેના ભીતરમાં જે વાસ્તવિક ભાવો છે તે જ વચનથી વ્યક્ત થવા જોઈએ અને વચનથી પોતાના જેવા ભાવો બતાવે, તેવા જ ભાવો અંતરમાં રાખવા જોઈએ. અંદર અને બહાર નીકળતા ભાવોમાં કોઈ પણ જાતનો તફાવત ન હોવો જોઈએ. છળકપટના ભાવોનો ત્યાગ તેના જીવનમાં નિતાંત આવશ્યક છે. તાત્પર્ય એ છે કે બહાર તથા અંદર એકરૂપ સર્વાંગ શુદ્ધિ હોવી અનિવાર્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org